ફેબ્રુઆરીમાં વંચાઈ રહેલ પુસ્તકો…

દર મહીને ત્રણથી ચાર પુસ્તકો વંચાય છે, ખરીદેલા, લાઈબ્રેરીમાંથી લીધેલા (જવલ્લે) અથવા અક્ષરનાદ પર રિવ્યુ માટે આવેલા, ભેટ મળેલા એમ વિવિધ સ્ત્રોતથી આવેલ પુસ્તકો  વાંચવાની ટેવ પડી ગઈ છે.

અત્યારે સૌમ્યો બંદ્યોપાધ્યાય દ્વારા સંકલિત અમિતાભ બચ્ચનની જીવનકથા વાંચી રહ્યો છું, પણ એ ફક્ત અમિતાભની જ વાત નથી, એ પહેલા શ્રી હરિવંશરાય બચ્ચન અને શ્રીમતી તેજી બચ્ચનની, ઈન્દિરા અને રાજીવ ગાંધીની પણ વિગતે વાત છે. હજુતો ફક્ત પચાસ પાના જ વાંચ્યા છે. પુસ્તક ખૂબ વિગતવાર દરેક ઘટનાને સમજાવે છે અને વિવરણ પણ ખૂબ વ્યવસ્થિત છે. જો કે પુસ્તક ખૂબ લાંબુ છે (606 પેજ) અને લખાણ થોડુંક ઝીણું છે એટલે વાંચતા સમય લાગશે. વંચાઈ રહેશે એટલે અક્ષરનાદ પર પુસ્તક પરિચય મૂકવાનો વિચાર છે.

ગઈકાલે વાંચવી પૂરી કરી પુસ્તિકા ‘ગુજરાતી નવલિકાચયન 2007’. જો કે ગુજરાતી સાહિત્યપરિષદ દ્વારા પ્રકાશિત આ શ્રેણીના પુસ્તકોમાં આ સૌથી નબળું પુસ્તક લાગ્યું.

આ પછી વાંચવાની શ્રેણીમાં છે હરકિશન મહેતાની જડ ચેતન 1 જે હું કોણ લગભગ ચોથી વખત વાંચીશ. અને એ પછી છે અમિષની ‘ધ સીક્રેટ ઓફ નાગાસ’ જે શ્રેણીની પ્રથમ રચના – ધ ઈમ્મોર્ટલ્સ ઓફ મેલુહા ડિસેમ્બરમાં વાંચી હતી.

7 thoughts on “ફેબ્રુઆરીમાં વંચાઈ રહેલ પુસ્તકો…

Leave a comment