ઓનલાઈન ગુજરાતી પુસ્તક ખરીદી..

અંગ્રેજી પુસ્તકો ઓનલાઈન મંગાવ્યાની કોઈ નવાઈ હવે નથી રહી અને ગુજરાતી પુસ્તકો મહદંશે ભૂજથી જ મંગાવ્યા છે (૩૦ થી ૪૦ ટકા ડિસ્કાઉન્ટ અને ખૂબ સરસ પેકેજીંગ સાથે સમયસરની એસ.ટી પાર્સલ ડિલીવરી) પણ આ વખતે થયું કે ગુજરાતી પુસ્તકોની પણ ઓનલાઈન ખરીદી કરી જોઈએ..

ગયા વખતે અમેઝોન પરથી થિચ ન્હાટ હાન્હના બે અતિપ્રચલિત પુસ્તકો, The heart of Buddha’s Teaching અને The miracle of mindfulness સાથે અમીષનું Scion of Ikshvaku મંગાવ્યા હતા.

ગુજરાતી પુસ્તકો માટે અમેઝોન પર શું કામ જવું એમ વિચારી ધૂમખરીદી.કોમ પર પહેલી વાર લટાર મારી. પુસ્તકોનું કલેક્શન સરસ છે… પાંચ પુસ્તકોનો ઓર્ડર આપ્યો.. જેમાં,

વાર્તાવિશેષ – હિમાંશી શેલત
વિશ્વકક્ષાની ગુજરાતી વાર્તાઓ..
રખે વિસરાય ગુજરાતી સાહિત્યની આ સદાબહાર વાર્તાઓ
વીણેલી નવલિકાઓ – પન્નાલાલ પટેલ
ગુજરાતી પ્રતિનિધિ વાર્તાઓ..

Dhoomkharidi.com પર ખરીદી સરળ રહી.. ગુજરાતી પુસ્તકો માટે એ અમેઝોનથી ઓછી નથી..

અફસોસ, જે પુસ્તક ક્યાંય ઓનલાઈન ખરીદવા ન મળ્યું તે.. શ્રી હિમાંશી શેલતનો વાર્તાસંગ્રહ ‘એ લોકો’ (ઈ.સ.૧૯૯૭) – ગુર્જર ગ્રંથરત્નની વેબસાઈટ પર પણ ઉપલબ્ધ નથી..

Advertisements

One thought on “ઓનલાઈન ગુજરાતી પુસ્તક ખરીદી..

 1. જીગ્નેશભાઈ,

  આટલા સરસ પ્રતિભાવ અને પોસ્ટ માટે ખુબ આભાર. તમને ખરીદી નો સારો અનુભવ રહ્યો એ જાણી ખુબ જ આનંદ થયો. ગુજરાતી પુસ્તકો દુનિયા ના કોઈ પણ ખૂણે પહોંચાડવા ધૂમખરીદી ની ટીમ ખુબ જ મહેનત કરી રહી છે. અને આ મહેનત ને બિરદાવી એ તો ગમ્યું જ અને ૩૦% ડિસ્કાઉન્ટ જતું કરીને પણ આ અનુભવ કર્યો એ વિશેષ ગમ્યું.

  અમે એમઝોન કે ભુજ જેટલું ડિસ્કાઉન્ટ કદાચ નથી આપી શકતા કે નહિ આપી શકીએ, કારણકે એ બંને જગ્યાએ ફંડ બીજે થી આવે છે, જયારે અમે તો પુસ્તકો વેંચીને જે મળે એ સ્ટાફ માં વહેંચીએ છીએ. આ માટે દિલગીર છું.

  ખુબ ખુબ આભાર.
  ધર્મેશ

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s