અક્ષરનાદની દસ લાખ ક્લિક્સ અને બીજી વાતો…

અક્ષરનાદના દસ લાખ ક્લિક્સ પૂરા થયા, જો કે હવે આંકડાઓની માયાજાળ વિશે વધુ ધ્યાન આપવું જોઈએ નહીં એમ લાગે છે કારણકે વર્ડપ્રેસ સ્ટેટ્સ અને સ્ટેટકાઉન્ટર અલગ અલગ આંકડા બતાવે છે. પણ દસ લાખ ક્લિક્સનો આનંદ પણ છે. વાચકોનો આભાર…

ઈ પુસ્તકોનું ડાઉનલોડ 75000ને પાર પહોંચ્યુ છે, એ પણ એક અનોખા આનંદની વાત છે, અને તેનો સઘળો યશ ગોપાલભાઈની સાથે વહેંચવો રહ્યો, તેમના પ્રોત્સાહને જ આ પ્રવૃત્તિ થાય છે, તો સાથે શ્રી દિનેશભાઈ બૂચનો પણ એટલો જ આભાર, અક્ષરનાદ માટે ઈ-પુસ્તકો શોધવા અને તેના કોપીરાઈટ્સ મેળવવા આ બંને વૃદ્ધ વડીલોની મહેનત અને ધગશ યુવાનોને પણ શરમાવે એવી છે.

એક આડવાત કે અક્ષરનાદ પર અસ્તિત્વ પછીની આવેલી દરેક 29 ફેબ્રુઆરીએ પોસ્ટ કરી છે, અને આવી બે 29 ફેબ્રુઆરી મળી છે. (રવિવાર નહોતો એટલે ! )

આઈ.સી.આઈ.સી.આઈ બેંક અને તેમના કસ્ટમર કેર એ છેલ્લા 20 દિવસથી આપેલી તકલીફોનો પાર નથી, અક્ષરનાદના વેબહોસ્ટીંગ રિન્યુઅલ માટે બ્લૂહોસ્ટને ચૂકવવાના થતા $108 આપવા માટે મેં મારા ક્રેડિટકાર્ડથી પ્રયત્ન કર્યો, અસફળ રહ્યો, બેંક કહે તમારી થર્ડ પાર્ટી વેબસાઈટ વિશ્વાસપાત્ર નહીં હોય, મેં કહ્યું તો પણ મારે પેમેન્ટ કરવું છે અને થઈ રહ્યું નથી.

એ પછી કુલ 16 ઈ-મેલ આપ લે થઈ જે અનુસાર મેં 3D PIN, PAM, અને એવુ ઘણું બધું જનરેટ કર્યું, તેમને સ્ટેપ બાય સ્ટેપ સ્ક્રિનશોટ ચાર વખત મોકલ્યા, બ્લૂહોસ્ટને પાંચ અલગ અલગ વખત કન્ફર્મ  કરવા કહ્યું કે તેમની તરફથી કોઈ તકલીફ નથી (અને તેમણે દરેક વખતે ખૂબ સરસ રીતે જવાબ અને કન્ફર્મેશન આપ્યું)  અને 20મા દિવસે આઈ.સી.આઈ.સી.આઈ તરફથી જણાવવામાં આવ્યું કે HP કાર્ડથી ડોલરમાં પેમેન્ટ નહીં થાય, એ માટે મારે શાખા પર જઈને મેનેજરને મળવું પડશે, મારા આઈ.ડી. કાર્ડને જોઈને પછી એ મારા ડેબિટકાર્ડને આવા પેમેન્ટ માટે ચાલૂ કરશે. એટલે પેમેન્ટ કરાવવા મારે મહુવાથી મુંબઈ જવું (જય હો ! ) આખરે હીનાબેનની મદદથી તેમના કાર્ડથી આ પેમેન્ટ કરાવ્યું ત્યારે કામ પૂરું થયું.

જીઓટેકનીકલ સોફ્ટવેર ફાઈનના જીઓ-5 ની મારી કૉપી ખોવાઈ ગઈ છે, એક મિત્રએ માંગ્યું ત્યારે એ શોધવા બેઠો, (લગભગ ચાર વર્ષથી એ વાપર્યું નથી.) જો કે એ શોધતા પ્લાક્સિસ અને કેસ્ટર ની સીડી મળી આવી. ઈન્સ્ટોલ કરવામાં આવશે…

પોઈન્ટ :

સાઈટ (વેબસાઈટ નહીં કન્સ્ટ્રક્શન) માણસને ડિઝાઈનથી અલગ કરી દે છે.

Advertisements

19 thoughts on “અક્ષરનાદની દસ લાખ ક્લિક્સ અને બીજી વાતો…

 1. દસ લાખ ક્લિક્સ માટે ખૂબ ખૂબ અભિનંદન. મારો ક્રેડિટ કાર્ડ પણ આઈ.સી.આઈ.સી.આઈ બેંકનો જ હતો. અને તેનાથી પ્રથમ પ્રયત્ને જ કામ થઈ ગયું. આવો પક્ષપાત શા માટે એ પૂછો કસ્ટમર કેરને.

  Like

  • અમારી સાથે ખાનદાની દુશ્મની હશે… બીજુ શું?

   તમારા ક્રેડિટ કાર્ડે લાજ રાખી નહીંતર આજે રિન્યુવલના છેલ્લા શ્વાસ ચાલતા હોત.

   Like

 2. આવડી મોટી સિદ્ધિ માટે અમારો રાજીપો સ્વીકારશો.

  લોક/વાચક–પ્રિયતા ને તે પણ કીમતી ને ઉપલી કક્ષાનાં લખાણો મૂકીને મેળવેલી વાચક–પ્રિયતા !!

  તમારી નેટસેવા કાયમ વધતી જ રહે ને ગુજરાતીઓને મનહર–મનભર સાહિત્ય પીરસાતું રહે તેવી આશા–શુભેચ્છાઓ !

  Like

 3. આવડી મોટી સિદ્ધિ માટે અમારા અભિનંદન સ્વીકારશો.

  તમારી નેટસેવા કાયમ વધતી જ રહે ને ગુજરાતીઓને મનોરંજક,આધ્યાત્મીક સાહિત્ય પીરસાતું રહે તેવી આશા–શુભેચ્છાઓ !
  વિનોદભાઇ માછી

  Like

  • આભાર વિનોદભાઈ,

   તમારા આધ્યાત્મિક લેખો પણ આ પ્રયત્નમાં ખૂબ સરસ મદદ કરે છે… આખરે તો સાહિત્યનો હેતુ માણસને સરળ બનાવવાનો જ હોય ને!

   Like

 4. મિલિયન ક્લિક્સના અભિનંદન.

  વર્ડપ્રેસ અને અન્ય કાઉન્ટરની ક્લિક સંખ્યામાં ફરક હોવાનો જ, કારણ કે વર્ડપ્રેસનું કાઉન્ટર બ્લૉગના માલિકની બ્લૉગ પરની વિઝિટ ગણતરીમાં લેતું નથી!

  Like

 5. દસ લાખ ક્લીક્સ માટે લાખ લાખ અભીનંદન… હાર્દીક શુભેચ્છાઓ…

  Like

 6. ઓ હો! દસ લાખ મુલાકાતો તો ગર્વ લેવા જેવી ઘટના તો ખરી જ.અરે, આમાંથી થોદા ભૂલથી વાગેલા બારણાના ટકોરા હોય તો પણ ગર્વની માત્રા જરા ય ઓછી ન કહેવાય.
  આ મુલાકાતીઓમાં વારંવાર આવતા કેટલા અને એક જ વાર આવતા કેટલા તે જાણવું રસપ્રદ થઇ રહેવું જોઇએ. આ ફીડબેક ની મદદથી ઇન્ટરનૅટ પર ગુજરાતી વાચનારાઓની પસંદ-નાપસંદ સમજી શકાય. અને તેની મદદથી દરેક ગુજરાતી બ્લૉગર નિજાનંદ માટેનાં લખાણ ઉપરાંત ગુજરાતી ભાષાના પ્રસાર અને પ્રચારમાં પણ મદદ રૂપ થ ઇ શકે.

  Like

 7. અંતરના આનનદ જેવા બીજા કોઈ અભિનંદન અને એવોર્ડ્સ નથી! -La’KANT / 21-4-12

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s