‘સર્જન’ વોટ્સએપ ગૃપના નિયમો (અપડેટેડ)

Sarjan Whatsapp group logo

નિયમો –

 1. સર્જન વોટ્સએપ ગૃપ માઇક્રોફિક્શન વાર્તા પ્રકારને વિકસાવવા તેમજ એ પ્રકારને શીખવા માટે સર્જન ગૃપની રચના કરવામાં આવી છે. માટે અહીં બીજા કોઈ પણ પ્રકારના સાહિત્ય સ્વરૂપ મૂકીને ગૃપને રંજાડશો નહીં.
 2. ગૃપમાં સક્રિય રહો. નિષ્ક્રીય મેમ્બરોને ગૃપમાં સ્થાન નથી. નવા મેમ્બરોને શિખવા, જાણવા, માણવા પુરતો સમય ગાળો ફાળવવામાં આવે છે. ગૃપમાં જોડાયેલા સભ્યોએ અઠવાડીયે ઓછામા ઓછી એક માઈક્રોફિક્શન મૂકવી જરૂરી છે, અપવાદરૂપ કિસ્સાઓને બાદ કરતા એક વોર્નિંગ પછી આવા સભ્યને બંને ગૃપમાંથી દૂર કરાશે.
 3. ‘ગ્રુપમાં કઈ થીમ ચાલે છે?’ એ જાતે જાણ્યા બાદ એજ થીમની પોસ્ટ મૂકવી. એ સિવાયની બીજી કોઇ પોસ્ટ વચ્ચે મૂકવી નહીં. ગૃપની થીમ અને આયોજન મુજબ માઈક્રોફિક્શન સર્જન કરવું અને. અપાયેલ ફોર્મેટ મુજબ અને સમયે સબમિટ કરવી.
 4. ગૃપમાં કોઈ પણ મેમ્બર, એડમિન, મૉડરેટરના જન્મદિવસના, કોઈની કંઈ સિધ્ધીના, હોળી, દિવાળી કે બીજા કોઈ તહેવારોના તેમજ ગુડ મોર્નીંગ, આફ્ટરનુન, કે શુભરાત્રી વગેરેના મેસેજ મૂકવા નહીં. ગૃપમાં માઈક્રોફિક્શન સિવાયની ચર્ચા ન કરવી.
 5. જેમ બને તેમ ઓછી પોસ્ટમાં વધુ વાતો કરવાનો પ્રયત્ન કરવો. ઇમોજીનો વધુ ઉપયોગ કરવો નહીં.
 6. અન્ય મેમ્બરોની વાર્તા પર પ્રતિભાવ આપવામાં કંજૂસી ના કરશો. આહ, વાહ, ઉત્તમ, સરસ જેવા એકાક્ષરી શબ્દો કે ઇમોજી મૂકવાને બદલે તમને શું ગમ્યું? કેમ ગમ્યું? એ વિસ્તારપૂર્વક લખીને તમારી કલમને ધાર કાઢજો. ભૂલ હોય તો વિનમ્રતા સે.. બતાવજો. તમારી માઈક્રોફિક્શન મૂકવાની સાથે અન્ય સભ્યોની રચનાઓ વિશે ચર્ચા કરશો અને તમારો મત આપશો તો સર્જન એક ગૃપ તરીકે વધુ ખીલશે.
 7. કોઈ પણ મેમ્બર પાસેથી પર્સનલ મેસેજમાં પ્રતિભાવ કે સુઝાવ માંગવો નહીં. ગૃપમાં તમારી વાર્તાને પ્રતિભાવ સામેથી, સ્વેચ્છાએ મળે તો આનંદ માણવો. પ્રતિભાવ નથી મળ્યો એટલે મુંઝાવું નહીં.
 8. પ્રશંસા કે ટીકા થાય તો એ માત્ર વાર્તા માટે થતી હોય છે. મેમ્બરોએ બંધબેસતી પાઘડી પહેરીને મનદુઃખ કરવું નહીં.
 9. ગૃપમાં કોઈ મહત્વની ચર્ચા (લંબાણપૂર્વકની) થવાની હોય એની આગોતરી જાણ કરવામાં આવે છે. એ ચર્ચામાં ભાગ લો. દરમ્યાન અધવચ્ચે બીજી પોસ્ટ મૂકીને ખલેલ પહોંચાડશો નહીં. ચર્ચામાં તમારા પ્રશ્નનો ખાતરીપૂર્વક સંતોષજનક ઉત્તર આપવામાં આવશે.
 10. જોડણી દોષ, વાક્ય દોષ પર આંખ આડા કાન કરી લેવામાં નહીં આવે. બે થી ચાર વાર ચકાસીને વાર્તા પોસ્ટ કરવી. ત્રણથી વધુ ભૂલો વાળી વાર્તાનો સ્વીકાર કરવામાં નહીં આવે.
 11. ‘૧. સર્જનઃ’ આ મુળ ગૃપ ફક્ત માઈક્રોફિક્શન ફાઇનલ પોસ્ટ કરવા માટે છે, જ્યારે ‘૨. સર્જન – ચર્ચા’ આપની કૃતિઓ પર મિત્રોના પ્રતિભાવો લેવા, તેમાં સુધારા વધારા કરવા, વ્યાકરણ, વાક્યરચના અને અન્ય ચર્ચાઓ માટે છે.
 12. તમારી માઈક્રોફિક્શન વિશે ચર્ચા કરવી હોય કે પ્રતિભાવ જોઈતા હોય તો તેને ‘૨. સર્જન – ચર્ચા ગૃપ’માં મૂકવી. એ પછી સુધારા વધારા સાથેની કૃતિ ફક્ત એક જ વખત ફાઈનલ સબમિશન વખતે મૂળ ‘સર્જન’માં, અંતિમ પરિણામરૂપ જ મૂકવી. ત્યાં ચર્ચાઓ કરવી નહીં. એકની એક માઈક્રોફિક્શન સુધારા વધારા સાથે કોઈ પણ ગૃપમાં એકથી વધુ વખત ન મૂકવી.
 13. ‘સર્જન’ગૃપ વિશે અથવા અહીંની રચનાઓ મીડીયામાં કે અન્ય ક્યાંય પણ પ્રકાશન કરતા પહેલા એડમિનની પરવાનગી લેવી જરૂરી છે. ગૃપની રચનાઓ ફેસબુક કે વોટ્સએપના અન્ય ગૃપમાં કે અન્યત્ર ક્યાંય પણ એડમિનની પરવાનગી વગર ન વહેંચવી. જાણકારી વગર આમ થવાથી એ સભ્યને વગર ચેતવણીએ ગૃપમાંથી દૂર કરાશે.
 14. પસંદગીની રચનાઓ http://aksharnaad.com પર મૂકાશે, અને એમાંથી પસંદગીની રચનાઓ સર્જન ઈ-સામયિક, અન્ય પ્રિન્ટ સામયિકો / મીડિયા, સર્જન પ્રિન્ટ પુસ્તક અથવા અન્ય પ્રકાશન વિકલ્પ મળ્યે પ્રકાશિત કરાશે.

~ એડમિન ટીમ : જીજ્ઞેશ અધ્યારૂ, ધવલ સોની, સંજય ગુંદલાવકર

24 thoughts on “‘સર્જન’ વોટ્સએપ ગૃપના નિયમો (અપડેટેડ)

 1. ચિત્ર પરથી માઈક્રોફીકશનના વિગતવાર
  નિયમો અને સૂચનાઓ મૂકશો?
  દા.ત. ચિત્રમાં સમયકાળ દિવસનો હોય
  તો વાર્તામાં પણ તે જ બતાવવો?
  કેટલી છુટછાટ લઈ શકાય?

  Like

 2. જી મેં ઉપરના નિયમો વાચ્યા છે. હજુ મેં 4 જ લઘુવાતાઁઓ ને 3 બીજી વાતાઁઓ લખી છે. હું અઠવાડિયે 1 વાતાઁ લખી શકુ કદાચ. એવી મને આશા છે જો યોગ્ય લાગે તો મને તમારા ગૃપમાં એડ કરવા વિનંતી.

  હું છેલ્લા 2 વખતથી બ્લોગ પર મુકાતી વાતાઁઓ વાચતી થઈ છું.

  Like

 3. મિત્રો,
  મને જણાવતા અફસોસ થાય છે કે આવા સારા ગૃપ નો હું સભ્ય હતો પણ અમુક લોકો ની ધૃતરાષ્ટ્ર દ્રષ્ટી (સંજય દ્રષ્ટીનહી ) ને કારણે ગૃપ મા રહેવું અસહ્ય થઈ પડ્યું . સારો સંગાથ એકાદ બે લોકો ને કારણે છૂટ્યો .

  આ ગૃપ મા જોડાવું પણ સ્વાભિમાન જાળવવું.

  Like

 4. મે ઉપર ના નિયમો વંચ્યા છે અને હુ તેના થિ એગ્રી થાઉ છુ. મને મંજુર છે. હુ અથવાડીયે એક મૈક્રોફિક્શન લખી શકીશ ગ્રુપ ઘણું જ સારું છે આપને યોગ્ય જણાય તો એડ કરશો

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s