અમે બરફના પંખી… ગુજરાતી નાટક

હાસ્યાસ્પદ નામ ધરાવતા અને હાસ્યને નામે પ્રચલિત જોક્સનો જથ્થો પીરસતા નિતનવા ગુજરાતી નાટકોની વચ્ચે એક સુંદર અને સંવેદનશીલ નાટકની સીડી દેખાઈ, ખરીદવામાં આવી અને જોવામાં આવી… કહેવું જોઈએ કે નાટક જોઈને મજા આવી, સંવેદનશીલ અભિનય, સુંદર માવજત અને નાટક જેવા અનેક મર્યાદાઓ ધરાવતા માધ્યમમાં પણ અમર્યાદ અભિવ્યક્તિ… એટલે ‘અમે બરફનાં પંખી’ Continue reading

સ્પન્ક – બોલ્ડ વિનોદી ‘આજની પેઢી’ માટેનું નાટક

Play Spunk by Akarsh Khurana

Play ‘Spunk’ by Akarsh Khurana

સ્પન્ક એટલે ધૈર્ય, હિંમત, જુસ્સો, ઓસ્ટ્રેલીયા કે ન્યૂઝીલેન્ડમાં ચીડવવા માટે વપરાતો શબ્દ, પણ જે નાટકના સંદર્ભમાં હું આ વાત કરી રહ્યો છું એ રીતે તેનો અર્થ થાય છે પ્રજોત્પત્તિ કરનારું પુરુષબીજ.

સ્પન્ક વાત છે બ્રિજેશ (અમોલ પરાશર)ની, જે ટીવી / ફિલ્મ માટે ઑડીશન આપવા ફરે છે. એ દરમ્યાનમાં એક ઑડીશનમાં તે નિર્માતા અંજલી (ગીતિકા ત્યાગી) ને મળે છે જે ઑડીશન લઈ રહી છે. તેની અંદર છુપાયેલ સ્પાર્કને જોવા અંજલી તેને અભિનય છોડી સાવ સામાન્યપણે પોતાના વિશે જણાવવા કહે છે – એ દરમ્યાનમાં જ બ્રિજેશ તેને પોતાની એક આગવી ખાસીયતની વાત કહે છે જેથી અંજલી ચોંકી જાય છે. વૈજ્ઞાનિક રીતે પાયાવિહોણી એવી આ ખાસીયત છે બ્રિજેશમાં રહેલા ફક્ત Y ક્રોમોસોમની. પુરુષમાં બે પ્રકારના ક્રોમોસોમ હોય છે, X અને Y, જે સ્ત્રીના X ક્રોમોસોમ સાથે મળે છે, XX હોય તો પુત્રી અને XY હોય તો પુત્ર જન્મે છે. પરંતુ સ્પર્મબેંકમાં નિયમિત ડૉનર એવા બ્રિજેશને ખ્યાલ આવે છે કે તેનામાં ફક્ત Y ક્રોમોસોમ જ છે, અને તેનાથી થયેલ બધા બાળકો નર છે એવુ તેને જણાવે છે સ્પર્મબેંકની કર્મચારી રીયા (મલાઈકા શિનોય). રીયા અને બ્રિજેશ એક યોજના બનાવે છે જે અંતર્ગત સ્પર્મબેંકની સેવાઓ લેતી મહિલાઓને રીયા અંગત રીતે એ વાતની જાણ કરે છે કે જો તેમને પુત્ર જોઈતો હોય તો એ વાતની ખાત્રી તે આપી શકે છે. અને આમ તેમની પાસેથી એ વિશેષ સેવાના ટેબલ નીચેથી વધુ પૈસા ઉઘરાવે છે અને ભારતમાં જેમને ફક્ત પુત્ર જોઈએ છે એવા લોકોની ક્યાં તંગી છે? તેમની પાસે લોકોની લાંબી યાદી છે જેમને ફક્ત પુત્ર જોઈએ છે. Continue reading

મુંબઈની (અને શશિકપૂરજી સાથે) રસભરી મુલાકાત.. (ફેબ્રુઆરી ’13)

આ વખતની મુંબઈની મુલાકાત રસસભર અને મજેદાર રહી. મુલાકાતનો હેતુ તો હતો “હેવી મશીન ફાઉન્ડેશન – સીઝમિક, વાઈબ્રેશન એન્ડ ડાઇનૅમિક અનૅલિસિસ ઑફ સ્ટ્રક્ચર એન્ડ ઇક્વિપમેન્ટ્સ” વિશેનો સેમિનાર, પણ

પૃથ્વી પર નાટક જોવા વહેલા પહોંચવાનો અમારો અવસર ત્યારે આનંદમાં બદલાઈ ગયો જ્યારે ત્યાં શશિકપૂરજી અને અનેક સિરીયલોના અભિનેતા-અભિનેત્રીઓને જોયા. શશિકપૂરજી ખૂબ જ નબળા અને અશક્ત જણાતા હતા. મેં અને વિનયભાઈએ તેમની સાથે પરિચય કર્યો, થોડીક વાત કરી અને મેં તેમને પૂછીને તેમની સાથે ફોટો પડાવ્યો. એ પહેલા તેઓ ત્યાં વાંસળી વાદન સાંભળી રહ્યા હતા. પૃથ્વી પર બધા પોતપોતાની ધૂનમાં મસ્ત હોય છે એટલે અહીંનો માહોલ કાયમ અનોખો જ હોય છે. Continue reading