સૂરત પુસ્તકમેળામાંથી પુસ્તકોની ખરીદી..

તો આ વખતે સૂરત પુસ્તક મેળો ૨૦૧૬, જેમાં મેં સોશિઅલ મીડિયામાં સાહિત્ય અને પત્રકારત્વ એ વિષય પર મારા વિચારો જૂથચર્ચામાં પ્રસ્તુત કર્યા, એ પહેલા પાંચેક કલાક અનેકવિધ ડોમમાં ફરવા મળ્યું. લાકડીને ટેકે ધીમે ધીમે ચાલતા બધા જ ડોમની મુલાકાત લીધી અને અનેક પુસ્તકોની ખરીદી કરવામાં આવી, જેમાં

  • સંજય ચૌધરીની ‘ગિરનાર’
  • ભગવતીચરણ વર્માની ‘ચિત્રલેખા’
  • જૉસેફ મૅકવાનની ‘મારી પરણેતર’
  • ભા. દ. ખેરની ‘યુગદ્રષ્ટા’ જે ચાણક્ય પર આધારિત છે.
  • સુરેશ દલાલ સંપાદિત ‘બૃહદ ગુજરાતી કાવ્યસમૃદ્ધિ’
  • ઓશોના ‘ધમ્મપદ’ પરના પ્રવચનોનો ચાર પુસ્તકોનો સેટ
  • ઓશોના ‘બુદ્ધ’ પરના પ્રવચનોની છ ડીવીડીનો સેટ
  • ઓશોના ‘ગીતા’ પરના પ્રવચનોની ચાર ડીવીડીનો સેટ
  • હરકિશન મહેતાની ‘સંભવ અસંભવ’
  • અશ્વિની ભટ્ટની ‘અંગાર’નો ત્રણ પુસ્તકોનો સેટ

આ સાથે મારી પાસે હરકિશન મહેતા અને અશ્વિની ભટ્ટના બધા પુસ્તકોનો સેટ પૂરો થયો હોય એમ લાગે છે, ધ્રુવ ભટ્ટના બધા પુસ્તકોનો સેટ મારી પાસે છે જ..

અનેક પુસ્તકો લેવામાં આવ્યા અને આ વખતે પણ ખર્ચનો વિચાર બાજુએ મૂકી દેવામાં આવ્યો. ‘હાજી કાસમની વીજળી’ એ પુસ્તક હજુ પણ મળી શક્યું નથી. ધમ્મપદ વિશેના ઓશોના વિચારો વાંચવાનું શરૂ કરી દેવાયું છે, અને એ ખરીદી સાર્થક નીવડી છે. તો વાચન માટે લગભગ બે મહીના ચાલે એટલો ખોરાક તો આવી ચૂક્યો છે.. ત્યાર બાદ ફરી કોઈક મેળામાં બાકીના પુસ્તકો શોધવામાં આવશે. જો કે હવે એ અનુભવાય છે કે મોટેભાગે આવા પુસ્તકમેળાઓમાં મહદંશે બધા જ સ્ટૉલ પર અમુક ચોક્કસ પુસ્તકો જોવા મળે જ! અને એ અકળાવનારું હોય છે, વળી આવા મેળાઓમાં ધર્મ પરના પુસ્તકોના પ્રચારને બદલે ધર્મનો પ્રચાર થતો હોય એવું પણ લાગે છે, જે મને તદ્દન બિનજરૂરી લાગે છે.

મોબાઈલથી પ્રથમ પોસ્ટ

સંપૂર્ણપણે મોબાઈલ દ્વારા કરાયેલી આ પોસ્ટ મારા સેમસંગ ગેલેક્સી નોટ 4 દ્વારા પોસ્ટનો આ પહેલો પ્રયાસ છે.

નોટ4 ના ઈનબિલ્ટ ગુજરાતી IME દ્વારા સરસ ઇનપુટ કરી શકાય છે. પણ છતાંય લાંબા લખાણ માટે આ પદ્ધતિ અગવડભરી છે.

લાંબી મુસાફરી દરમિયાન આ વિકલ્પ ઉપલબ્ધ હોવાથી સર્જન પ્રક્રિયા આગળ વધતી રહે છે એ તેની વિશેષતા છે. આ રીતે વધુ પોસ્ટ કરવાનો પ્રયત્ન કરવામાં આવશે.

અમદાવાદ પુસ્તકમેળામાંથી ખરીદેલા પુસ્તકોની યાદી…

પ્રસ્તુત છે અમદાવાદ પુસ્તકમેળામાંથી મેં ખરીદેલા પુસ્તકોની યાદી…

ચૂંટેલા નિબંધો – કિશનસિંહ ચાવડા
ગુજરાતી સાહિત્યકાર કોશ – ડૉ. કિરીટ એચ. શુક્લ
સ્વપ્નવાસવદત્તમ – વિનુભાઈ પટેલ
અવિસ્મરણીય ભાગ ૨, ૩ અને ૪ – ઇશા કુંદનિકા
રંગભૂમી ૨૦૧૨ – ઉત્પલ ભાયાણી
ગેબી ગિરનાર – અનંતરાય જી. રાવલ
ગિરનારના સિદ્ધ યોગીઓ – અનંતરાય જી. રાવલ
સૌરાષ્ટ્રની રસધાર (બધા ભાગ) – ઝવેરચંદ મેઘાણી
રણમલ લાખા – ગુણવંતરાય આચાર્ય
ઝંખે છે સાથ ભવોભવનો – સુરેશ અને અલકા પ્રજાપતિ
જય હો – જય વસાવડા
મા – મેક્સિમ ગોર્કી અનુ. અતુલ સવાણી
ટૉલ્સ્ટૉયની ૨૩ વાર્તાઓ – જિતેંન્દ્ર દેસાઈ
ગાંધીબાપુ (ફુદસિયા જેદીના ‘ગાંધીબાબા’નો અનુવાદ)
હિંદ સ્વરાજ્ય – મો. ક. ગાંધી
વીસરાતી વિરાસત – જેમ્સ હિલ્ટન, અનુ. ચિન્મય જાની
લોહીની સગાઈ – ઈશ્વર પેટલીકર
બક્ષીનામા – ચંદ્રકાન્ત બક્ષી
લવલી પાન હાઉસ – ધ્રુવ ભટ્ટ
સમુદ્રાન્તિકે – ધ્રુવ ભટ્ટ
જિબ્રાનની જીવનવાણી – ધૂમકેતુ
ક્લીઓપેટ્રા – રાઈગર હોગાર્ડ
કાર્યક્રમનું સંચાલન કઈ રીતે કરશો?
હું પાછો આવીશ

ઑડીયો સી.ડી.
કાવ્ય સંગીત સમારોહ ૨૦૧૧ (ગુજરાત સમાચાર અને સમન્વય પ્રસ્તુત)
અવસર અવાજનો.. રમેશ પારેખની કવિતા – સ્વર અંકિત ત્રિવેદી

ઉપરાંત હાર્દી માટે નવનીતના સટૉલમાંથી ‘જાણવા જેવું’ સામાન્ય જ્ઞાનનું પુસ્તક તથા મારે માટે ઈતિહાસનો અનોખો ખજાનો આપતું ‘હિસ્ટી રીવાઈંડ’ નામનું દળદાર અંગ્રેજી પુસ્તક લેવાયું. ઉપરાંત અનેકો સૂચિપત્રો, નિ:શુલ્ક મળતી નાની પુસ્તિકાઓ અને અન્ય સંદર્ભ સાહિત્ય વગેરે લેવાયા.

ઘણા મિત્રોએ આ સૂચી માંગી હતી એટલે એ અહીં મૂકી છે.

અમે બરફના પંખી… ગુજરાતી નાટક

હાસ્યાસ્પદ નામ ધરાવતા અને હાસ્યને નામે પ્રચલિત જોક્સનો જથ્થો પીરસતા નિતનવા ગુજરાતી નાટકોની વચ્ચે એક સુંદર અને સંવેદનશીલ નાટકની સીડી દેખાઈ, ખરીદવામાં આવી અને જોવામાં આવી… કહેવું જોઈએ કે નાટક જોઈને મજા આવી, સંવેદનશીલ અભિનય, સુંદર માવજત અને નાટક જેવા અનેક મર્યાદાઓ ધરાવતા માધ્યમમાં પણ અમર્યાદ અભિવ્યક્તિ… એટલે ‘અમે બરફનાં પંખી’ Continue reading

નવનીત સમર્પણ હવે ડીજીટલ સ્વરૂપમાં…

ડીજીટલ વાંચનના રસીયાઓ માટે એક સરસ સમાચાર..
ગુજરાતી વાંચનને ઓનલાઈન ઉપલબ્ધ કરાવનાર સર્વે બ્લોગર / વેબસાઈટ ચલાવનાર મિત્રોને જાણીને આનંદ થાય એવી વાત.

નવનીત સમર્પણ સામયિક તરફથી મળેલ ઈ-મેલ મુજબ 24 ઓક્ટોબરે આ સામયિકનું ડીજીટલ સ્વરૂપ ઉપલબ્ધ થશે.. Continue reading

(2012) મે મહીનાની પ્રવૃત્તિઓ…

મે મહીનામાં અને એ પહેલા એપ્રિલમાં પણ પારિવારિક વ્યસ્તતાઓને લીધે અને “251 ઉપયોગી અને અનોખી વેબસાઈટ્સ” પુસ્તક લખાઈ રહ્યું હોવાથી અન્ય પ્રવૃત્તિઓ ખૂબ ઘટી ગઈ છે – જેમાં અક્ષરનાદ પણ ઘણુંખરું અનિયમિત થઈ ગયું છે. પણ આ બધા વચ્ચે વાંચનને ખોરવાઈ જવા દીધું નથી એ વાતનો આનંદ છે.

આ મહીને વંચાઈ રહેલા / પૂર્ણ થયેલ પુસ્તકોમાં –

એલિસ્ટર મેક્લીનનું “ધ ગન્સ ઓફ નેવેરોન”
પ્રભાશંકર ફડકે દ્વારા સંપાદિત અને સંકલિત કચ્છી સાહિત્યનો પરિચયગ્રંથ “શબ્દને સથવારે”
કાજલબેનની સુંદર નવલકથા “છલ”
અશ્વિનિ ભટ્ટ લિખિત “ઓથાર”
ભાણદેવજી દ્વારા સંકલિત “અધ્યાત્મ કથાઓ” અને
એન્ડ્રોઈડ કિન્ડલમાં ડેવિડ ગૌઘરાનની “હાઉ ટુ સેલ્ફ પબ્લિશ એન્ડ વ્હાય યુ શુડ” યાદીમાં છે.

આ ઉપરાંત હું એલિસ્ટર મેક્લીનની નવલકથા વાંચી રહ્યો છું એ જાણી અમારા બૉસે તેમના વિશાળ ડીવીડી સંગ્રહમાંથી તેની ફિલ્મ અને સાથે બીજી ત્રણ એવી જ સરસ સદાબહાર ફિલ્મોની ડીવીડી કાઢી આપી છે – આ ઉપરાંત આ મહીને પ્રવાસમાં જોવાઈ રહેલી / જોવાઈ ગયેલ ફિલ્મોમાં

ધ ગન્સ ઓફ નેવેરોન
બ્રિજ ઓન ધ રિવર ક્વાઈ
ધ મિસ્ટ
હોલી સ્મોક
ધ થ્રી મસ્કેટીયર્સ
ધ ગોડફાધર
અને મનોજ શ્યામલાનની ‘સાઈન્સ’ સમાવિષ્ટ છે.

અને આ સમયમાં ફિલ્મી ગીતોને બદલે ગેરફિલ્મી અને ગંભીર પ્રકારના ગીતો વધારે ગણગણી રહ્યો છું, જેમાંથી એક છે આમિરખાનના ટીવી શો ‘સત્યમેવ જયતે’ના પ્રથમ ભાગને અંતે પ્રસ્તુત ગીત – ઓ રી ચિરૈયા, નન્હી સી ચિડીયા, અંગના મેં ફિર આજા રે….”

સાથે 26/11 ના મુંબઈ આતંકવાદી હુમલામાં શહીદ થયેલા લોકોને શ્રદ્ધાંજલી અર્પતા ખૂબ પ્રચલિત થયેલ હ્રદયસ્પર્શી ગીત જે કદાચ આમિર ફિલ્મનું છે તે –

“એક લૌ ઈસ તરહ ક્યોં બુઝી મેરે મૌલા…” સતત સાંભળી રહ્યો છું. આશા છે આપને પણ એ ગમશે.

હાર્દીનું અફલાતૂન અંગ્રેજી…

અંગ્રેજી વાક્યો અને ખાસ કરીણે લાબા સ્પેલિંગ યાદ રાખીને કંટાળેલી હાર્દિએ તેની મહાકાય મેરેથોન પરીક્ષા પૂરી થયાના આનંદમાં હવે નવો અને અફલાતૂન રસ્તો શોધી કાઢ્યો છે. અમેરિકન અંગ્રેજની જેમ તેણે હવે સ્પેલિંગને પોતાના સ્વરૂપે ઢાળવાનું શરૂ કર્યું છે. જુઓ હાર્દીએ ઈજાદ કરેલા કેટલાક શબ્દોના નવા અને સરળ સ્પેલિંગ – અંગ્રેજીની ઉંઝા જોડણી!… Continue reading