સૂરત પુસ્તકમેળામાંથી પુસ્તકોની ખરીદી..

તો આ વખતે સૂરત પુસ્તક મેળો ૨૦૧૬, જેમાં મેં સોશિઅલ મીડિયામાં સાહિત્ય અને પત્રકારત્વ એ વિષય પર મારા વિચારો જૂથચર્ચામાં પ્રસ્તુત કર્યા, એ પહેલા પાંચેક કલાક અનેકવિધ ડોમમાં ફરવા મળ્યું. લાકડીને ટેકે ધીમે ધીમે ચાલતા બધા જ ડોમની મુલાકાત લીધી અને અનેક પુસ્તકોની ખરીદી કરવામાં આવી, જેમાં

  • સંજય ચૌધરીની ‘ગિરનાર’
  • ભગવતીચરણ વર્માની ‘ચિત્રલેખા’
  • જૉસેફ મૅકવાનની ‘મારી પરણેતર’
  • ભા. દ. ખેરની ‘યુગદ્રષ્ટા’ જે ચાણક્ય પર આધારિત છે.
  • સુરેશ દલાલ સંપાદિત ‘બૃહદ ગુજરાતી કાવ્યસમૃદ્ધિ’
  • ઓશોના ‘ધમ્મપદ’ પરના પ્રવચનોનો ચાર પુસ્તકોનો સેટ
  • ઓશોના ‘બુદ્ધ’ પરના પ્રવચનોની છ ડીવીડીનો સેટ
  • ઓશોના ‘ગીતા’ પરના પ્રવચનોની ચાર ડીવીડીનો સેટ
  • હરકિશન મહેતાની ‘સંભવ અસંભવ’
  • અશ્વિની ભટ્ટની ‘અંગાર’નો ત્રણ પુસ્તકોનો સેટ

આ સાથે મારી પાસે હરકિશન મહેતા અને અશ્વિની ભટ્ટના બધા પુસ્તકોનો સેટ પૂરો થયો હોય એમ લાગે છે, ધ્રુવ ભટ્ટના બધા પુસ્તકોનો સેટ મારી પાસે છે જ..

અનેક પુસ્તકો લેવામાં આવ્યા અને આ વખતે પણ ખર્ચનો વિચાર બાજુએ મૂકી દેવામાં આવ્યો. ‘હાજી કાસમની વીજળી’ એ પુસ્તક હજુ પણ મળી શક્યું નથી. ધમ્મપદ વિશેના ઓશોના વિચારો વાંચવાનું શરૂ કરી દેવાયું છે, અને એ ખરીદી સાર્થક નીવડી છે. તો વાચન માટે લગભગ બે મહીના ચાલે એટલો ખોરાક તો આવી ચૂક્યો છે.. ત્યાર બાદ ફરી કોઈક મેળામાં બાકીના પુસ્તકો શોધવામાં આવશે. જો કે હવે એ અનુભવાય છે કે મોટેભાગે આવા પુસ્તકમેળાઓમાં મહદંશે બધા જ સ્ટૉલ પર અમુક ચોક્કસ પુસ્તકો જોવા મળે જ! અને એ અકળાવનારું હોય છે, વળી આવા મેળાઓમાં ધર્મ પરના પુસ્તકોના પ્રચારને બદલે ધર્મનો પ્રચાર થતો હોય એવું પણ લાગે છે, જે મને તદ્દન બિનજરૂરી લાગે છે.

Advertisements

ઓનલાઈન ગુજરાતી પુસ્તક ખરીદી..

અંગ્રેજી પુસ્તકો ઓનલાઈન મંગાવ્યાની કોઈ નવાઈ હવે નથી રહી અને ગુજરાતી પુસ્તકો મહદંશે ભૂજથી જ મંગાવ્યા છે (૩૦ થી ૪૦ ટકા ડિસ્કાઉન્ટ અને ખૂબ સરસ પેકેજીંગ સાથે સમયસરની એસ.ટી પાર્સલ ડિલીવરી) પણ આ વખતે થયું કે ગુજરાતી પુસ્તકોની પણ ઓનલાઈન ખરીદી કરી જોઈએ..

ગયા વખતે અમેઝોન પરથી થિચ ન્હાટ હાન્હના બે અતિપ્રચલિત પુસ્તકો, The heart of Buddha’s Teaching અને The miracle of mindfulness સાથે અમીષનું Scion of Ikshvaku મંગાવ્યા હતા.

ગુજરાતી પુસ્તકો માટે અમેઝોન પર શું કામ જવું એમ વિચારી ધૂમખરીદી.કોમ પર પહેલી વાર લટાર મારી. પુસ્તકોનું કલેક્શન સરસ છે… પાંચ પુસ્તકોનો ઓર્ડર આપ્યો.. જેમાં,

વાર્તાવિશેષ – હિમાંશી શેલત
વિશ્વકક્ષાની ગુજરાતી વાર્તાઓ..
રખે વિસરાય ગુજરાતી સાહિત્યની આ સદાબહાર વાર્તાઓ
વીણેલી નવલિકાઓ – પન્નાલાલ પટેલ
ગુજરાતી પ્રતિનિધિ વાર્તાઓ..

Dhoomkharidi.com પર ખરીદી સરળ રહી.. ગુજરાતી પુસ્તકો માટે એ અમેઝોનથી ઓછી નથી..

અફસોસ, જે પુસ્તક ક્યાંય ઓનલાઈન ખરીદવા ન મળ્યું તે.. શ્રી હિમાંશી શેલતનો વાર્તાસંગ્રહ ‘એ લોકો’ (ઈ.સ.૧૯૯૭) – ગુર્જર ગ્રંથરત્નની વેબસાઈટ પર પણ ઉપલબ્ધ નથી..

અમદાવાદ પુસ્તકમેળામાંથી ખરીદેલા પુસ્તકોની યાદી…

પ્રસ્તુત છે અમદાવાદ પુસ્તકમેળામાંથી મેં ખરીદેલા પુસ્તકોની યાદી…

ચૂંટેલા નિબંધો – કિશનસિંહ ચાવડા
ગુજરાતી સાહિત્યકાર કોશ – ડૉ. કિરીટ એચ. શુક્લ
સ્વપ્નવાસવદત્તમ – વિનુભાઈ પટેલ
અવિસ્મરણીય ભાગ ૨, ૩ અને ૪ – ઇશા કુંદનિકા
રંગભૂમી ૨૦૧૨ – ઉત્પલ ભાયાણી
ગેબી ગિરનાર – અનંતરાય જી. રાવલ
ગિરનારના સિદ્ધ યોગીઓ – અનંતરાય જી. રાવલ
સૌરાષ્ટ્રની રસધાર (બધા ભાગ) – ઝવેરચંદ મેઘાણી
રણમલ લાખા – ગુણવંતરાય આચાર્ય
ઝંખે છે સાથ ભવોભવનો – સુરેશ અને અલકા પ્રજાપતિ
જય હો – જય વસાવડા
મા – મેક્સિમ ગોર્કી અનુ. અતુલ સવાણી
ટૉલ્સ્ટૉયની ૨૩ વાર્તાઓ – જિતેંન્દ્ર દેસાઈ
ગાંધીબાપુ (ફુદસિયા જેદીના ‘ગાંધીબાબા’નો અનુવાદ)
હિંદ સ્વરાજ્ય – મો. ક. ગાંધી
વીસરાતી વિરાસત – જેમ્સ હિલ્ટન, અનુ. ચિન્મય જાની
લોહીની સગાઈ – ઈશ્વર પેટલીકર
બક્ષીનામા – ચંદ્રકાન્ત બક્ષી
લવલી પાન હાઉસ – ધ્રુવ ભટ્ટ
સમુદ્રાન્તિકે – ધ્રુવ ભટ્ટ
જિબ્રાનની જીવનવાણી – ધૂમકેતુ
ક્લીઓપેટ્રા – રાઈગર હોગાર્ડ
કાર્યક્રમનું સંચાલન કઈ રીતે કરશો?
હું પાછો આવીશ

ઑડીયો સી.ડી.
કાવ્ય સંગીત સમારોહ ૨૦૧૧ (ગુજરાત સમાચાર અને સમન્વય પ્રસ્તુત)
અવસર અવાજનો.. રમેશ પારેખની કવિતા – સ્વર અંકિત ત્રિવેદી

ઉપરાંત હાર્દી માટે નવનીતના સટૉલમાંથી ‘જાણવા જેવું’ સામાન્ય જ્ઞાનનું પુસ્તક તથા મારે માટે ઈતિહાસનો અનોખો ખજાનો આપતું ‘હિસ્ટી રીવાઈંડ’ નામનું દળદાર અંગ્રેજી પુસ્તક લેવાયું. ઉપરાંત અનેકો સૂચિપત્રો, નિ:શુલ્ક મળતી નાની પુસ્તિકાઓ અને અન્ય સંદર્ભ સાહિત્ય વગેરે લેવાયા.

ઘણા મિત્રોએ આ સૂચી માંગી હતી એટલે એ અહીં મૂકી છે.

‘આનંદ ઉપવન’ ગુજરાતી સામયિક

Anand Upvanસાંજે સાડા સાતે મુંબઈના અંધેરી રેલ્વેસ્ટેશન પર બોરીવલી તરફ જતી ટ્રેનની રાહ જોઈને ઉભો હતો અને કાયમની જેમ સમય પસાર કરવા પ્લેટફોર્મ પરના બુકસ્ટોલ પર નજર કરી રહ્યો હતો. અચાનક ધ્યાન એક ગુજરાતી સામયિક પર ગયું, ‘આનંદ ઉપવન’.

મહદંશે ‘સફારી’ અને ક્યારેક ‘નવનીત સમર્પણ’ કે ‘અખંડ આનંદ’ સિવાય ભાગ્યે જ કોઈ ગુજરાતી સામયિક રેલ્વેસ્ટેશનના બુકસ્ટોલ પર દેખાય છે. એવામાં આ નવું નામ વાંચીને સારું લાગ્યું, ટ્રેન પ્લેટફોર્મ પર આવી રહી હતી એટલે ઝડપથી પૈસા ચૂકવીને ધક્કા મારવાની લાઈનમાં ઉભો રહી ગયો. ટ્રેનમાં ઉભા ઉભા પણ તેને વાંચવાની લાલચ રોકી ન શક્યો. Continue reading

વધુ એક ‘હેપ્પી બર્થડે’…

આમ તો સામાન્ય દિવસો જેવો જ એક દિવસ, પણ આજે જીવનના જીવાઈ ગયેલા વર્ષોની ગણતરી વધુ એક પૂર્ણાંકે પહોંચી છે, એ દ્રષ્ટિએ જન્મદિવસ પાછળના જીવન પર નજર નાખવાનો એક અવસર આપે છે.

જીવનના ઘણાં વર્ષો વીતી ગયા – કેટલા બાકી છે કોને ખબર… હવે ક્યારેક ‘કાકા’ના સંબોધનો મળવા લાગ્યા છે, થોડાક વાળ અત્યારથી સફેદ થવા ઉતાવળા થઈ ગયા અને જવાબદારીઓની સંખ્યા AAPની સભ્યસંખ્યાની જેમ સતત વધતી રહી, મિત્ર અને સહકાર્યકર હસમુખભાઈના મૃત્યુનો શોક સ્મશાન વૈરાગ્યની સીમાઓથી થોડો વધુ વિકસ્યો અને વ્યાવસાયિક જીવનમાં કાયદાકીય મુશ્કેલીઓ અને તેથી ભરચક તણાવની સ્થિતિ છેલ્લા થોડાક દિવસોમાં રહી હોઈ ઉજવણી કરવાનું કોઈ વિશેષ મન નહોતું, પણ મહુવામાં ઘરનાં બધા સભ્યો ભેગા થયાં અને સાથે પૂજાનું આયોજન કર્યું, ખીર ખાવામાં આવી, ડીવીડીની મદદથી ગુજરાતી નાટક જોવામાં આવ્યું અને એમ કમસેકમ આજનો દિવસ તો કોઈ માનસીક તાણ વગર પસાર થયો એ નસીબ. આજે રાત્રે ફરીથી રાજકોટ ત્યાંથી વહેલી સવારની ફ્લાઈટમાં મુંબઈ… એમ વ્યવસાયિક ભાગદોડ શરૂ…. આ પ્લેન / ટ્રેન / મોબાઈલ જેણે શોધ્યા છે એ મને મળી જાય તો…. Continue reading

કેમેરાની ખરીદી… –

મારો સૌપ્રથમ ખરીદેલ કેમેરો હતો Sony Cybershot DSC S730 જે સાઈટ પર ફોટોગ્રાફી માટે વાપરેલા  Sony Cybershot DSC S600 ના એક વર્ષથી વધુ ઉપયોગ બાદ ખરીદ્યો હતો. સાઈટ પર સોનીના કેમેરાએ દરેક સંજોગોમાં સરસ ફોટોગ્રાફ્સ આપ્યા, કોંક્રીટ, પાણી, સિમેંટ વચ્ચે, દિવસે હોય કે રાત્રે – દરેક સંજોગોમાં તેની ફોટોગ્રાફી સચોટ હતી. અને તેને જોઈને ખરીદવામાં આવેલા મારા પર્સનલ કેમેરાએ પણ સરસ રીઝલ્ટ્સ આપ્યા. લગભગ ત્રણથી વધુ વર્ષ સુધી સતત સેવા આપ્યા બાદ હવે તેના પર્ફોર્મન્સમાં વાંધો આવવા લાગ્યો છે અને એટલે નવો કેમેરો જોવાનું શરૂ કર્યું છે. ૨૦ ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી અમારી ફેમિલી આઉટીંગ પહેલા કેમેરો ખરીદવાનું મન છે… Continue reading

સર્વકાર્યેષુ સર્વદા સેમસંગ ગેલેક્સી એસ 4 ની ખરીદી…

તો આખરે 29 એપ્રિલે ઘણા વખતથી જેની રાહ જોવાઈ રહી હતી એવો નવો એન્ડ્રોઈડ સ્માર્ટફોન સેમસંગ ગેલેક્સી એસ 4 ખરીદવામાં આવ્યો. વડોદરામાં ક્રોમામાંથી મોબાઈલ લેવા ગયો ત્યારે તેમણે જણાવ્યું કે એસ 4 એના આગલા જ દિવસે રીલીઝ થયો હતો અને હું પહેલો જ ગ્રાહક હતો.

એ પહેલા સોની એક્સપીરીયા ઝેડ, એચટીસી વન અને આઈબોલ એન્ડી જોવામાં આવ્યા પણ એ બધામાં સેમસંગનો ગેલેક્સી એસ 4 જ સૌથી વધુ સરસ અને ઉપયોગી લાગ્યો. જો કે એમ કરવા જતા 41500/- જેવી માતબર રકમ મોબાઈલ માટે અને 1700/- સેમસંગના ઓરીજનલ ફ્લિપ કવર માટે ખર્ચવા પડ્યા. Continue reading

પુસ્તકોની મહાખરીદી

ઘણા વખતે અહીં ફરી પોસ્ટ મૂકી રહ્યો છું એટલે સેલ્ફહોસ્ટેડ વર્ડપ્રેસથી થોડુંક અલગ લાગે છે. પણ વર્ડપ્રેસ.કોમની પોતાની મજા છે.

ગત મહીને વડોદરામાં ચં.ચી.મહેતા ઑડીટોરીયમમાં થયેલ શ્રી સુરેશ દલાલ સંકલિત પુસ્તક ‘નિબધવિશ્વ’ના પુસ્તક વિમોચનમાં પહોંચ્યો હતો. ત્યાંથી નિબંધવિશ્વ અને વિશ્વનાં યાદગાર પ્રવચનો એવા બે પુસ્તકો ખરીદ્યા. ઈમેજ દ્વારા ‘નિબધવિશ્વ’ પુસ્તક પર ૫૦/- રૂપિયા ઓછા હતાં છતાં એક સાથે બે પુસ્તકોની ખરીદી કરીને ૧૦૦૦/- નો ચાંદલો કર્યો હતો.

વિમોચન કાર્યક્રમમાં શ્રી સુરેશ દલાલ ઉપરાંત ઉપસ્થિત શ્રી ગુણવંત શાહ, ઉદ્દેશના શ્રી પ્રબોધભાઈ, સંચાલક શ્રી અંકિત ત્રિવેદી તથા કાર્યક્રમમાં નિબંધો પ્રસ્તુત કરનાર શ્રી કાજલ ઓઝા વૈદ્ય, શ્રી એષા દાદાવાળા, તથા Continue reading