સાવરકુંડલાના સોનલ ફાઊન્ડેશન દ્વારા ગુજરાતના કુલ સાત જીલ્લાઓ ની ૭૦૧૫ પ્રાથમિક શાળાઓને ૨૦૦૬ થી ૨૦૦૯ના ત્રણ વર્ષોમાં પુસ્તકાલય શરૂ કરવા અને બાળકોને વાંચન તરફ અભિમુખ કરવાના હેતુથી કુલ ૨૦ લાખથી વધુ પુસ્તકો વહેંચવામાં આવ્યા. સોનલ ફાઉન્ડેશન ડૉ. પ્રફુલ્લ શાહ અને તેમના પત્ની ઇન્દિરાબેન શાહનું સહીયારું સ્વપ્ન છે. તેમનાં સદગત પુત્રી સોનલબેન, કે જે પોતે પણ એક સામાજીક કાર્યકર હતાં, તેમના એક અકસ્માતમાં મૃત્યુ થવાથી એ સમાજસેવાની પ્રવૃત્તિ આગળ વધારવાનો હેતુ સોનલ ફાઉન્ડેશનના પાયામાં છે.
શરૂઆતમાં ૫૦૦ બાળકોથી ડૉ. શાહના ઘરે જ શરૂ થયેલ પુસ્તકાલયનો વ્યાપ આજે અનેક જીલ્લાઓની હજારો પ્રાથમિક શાળાઓ સુધી પહોંચ્યો છે. ૨૦૦૬માં તેમના મિત્રો રસિકલાલ અને પન્નાબેન હેમાણી તેમની સાથે જોડાયા અને આ કાર્યક્રમ નાની સરકારી શાળાઓમાં પુસ્તકાલય બનાવવા સુધી વિસ્તર્યો. જે શાળાઓમાં ફક્ત ૧૦ થી ૨૦ વિદ્યાર્થીઓ જ હતાં, ત્યાં પણ પુસ્તકાલય શરૂ કરવા પુસ્તકો આપવામાં આવ્યા. Continue reading