મુંબઈની મુલાકાત – અનેક ખાટીમીઠી ઘટનાઓ…

મુંબઈની ગત મહીનાની (મે ૨૦૧૩) મુલાકાત અનેક રીતે ખાટી મીઠી રહી… કેટલીક મહત્વની ઘટનાઓ..

પરિવાર સાથે થાણે પાસે આવેલા સૂરજ વોટરપાર્કમાં ખૂબ ધમાલ કરવામાં આવી, ક્વચિતને અને હાર્દીને તો મજા પડી જ પડી, અમને બંનેને અને સાથે આવેલા મિત્ર કનુભાઈ તથા તેમના પરિવારને પણ ખૂબ જ મજા આવી. સૂરજ વોટરપાર્ક સુઆયોજીત, વ્યવસ્થિત, સુઘડ અને સુવિધાજનક પાર્ક છે જ્યાંની લગભગ બધી જ રાઈડ્સનો લાભ લેવામાં આવ્યો (ફક્ત એક વર્ટીકલ ફૉલ વાળી રાઈડ સિવાય). અહીં વેવપુલ, અવનવી સ્લાઈડ્સ વગેરેની સાથે સાથે અંતે ચોખ્ખા પાણીથી સમૂહસ્નાનની સગવડ આપતી ‘ગંગાવતરણ’ નામની વ્યવસ્થા ખૂબ સુંદર છે. અંદર મળતું ભોજન પણ સરસ હતું અને ભાવ પણ આવી જગ્યાએ વ્યાજબી કહી શકાય એવા જ હતા. Continue reading

મહાબળેશ્વરમાં બે દિવસ..

એક પ્રસંગને અનુલક્ષીને મુંબઈ જવાનું થયું અને એ અવસરનો ફાયદો લઈને અમે બે દિવસનો મહાબળેશ્વરનો પ્રવાસ પણ ગોઠવી દીધો. પોતાના જ વ્યસ્ત સમયમાંથી આનંદની કેટલીક ક્ષણો ચોરવી પડે છે, પણ એ બે દિવસ મન ભરીને મહાબળેશ્વર – પંચગીની ભમ્યા, ફર્યા, જોયા.

મુંબઈથી જ એક પેકેજ ટૂર બુક કરાવી લીધી હતી જેમાં આવવા-જવા માટે વોલ્વો, રહેવાની, જમવાની અને સાઈટ-સીઈંગની વ્યવસ્થા સામેલ હતી. મુંબઈથી એક રાતની મુસાફરી પછી મહાબળેશ્વર પહોંચ્યા. સવારે રૂમ મળ્યો એટલે તૈયાર થઈને તપાસ કરી તો સાઈટ-સીઈંગ ફક્ત બીજા દિવસના ચાર કલાક પૂરતું જ છે એમ કહેવામાં આવ્યુ. અમે ટેક્સી કરીને મહાબળેશ્વરના મુખ્ય બજાર – બસ સ્ટેશન પાસે પહોંચ્યા, ત્યાં ટેક્ષી યુનિયનનો એક સરસ સ્ટોલ છે, વિવિધ સાઈટ-સીઈંગ પેકેજના ભાવ અને સમય લખેલા છે. અમે પણ અમારા પેકેજમાં નહોતું એ પેકેજ પસંદ કર્યું. ભાવ તો નક્કી જ હતા એટલે ટોકન દસ રૂપિયા આપીને ટેક્સી મેળવવાની હતી, એ પછી શરૂ થઈ મહાબળેશ્વર ભ્રમણની પ્રવૃત્તિ. Continue reading

ત્રણ દિવસ મુંબઈમાં …

આ વખતની મુંબઈની મુલાકાત તેના હેતુઓની દ્રષ્ટિએ મહદંશે નિષ્ફળ રહી પણ તે સિવાય આયોજન નહોતું કરેલું એવી વાતોમાં મજા આવી –

અમારી “સસ્ટેઈનેબિલિટી ઓફ એડવાન્સ કન્સ્ટ્રક્શન મટીરીયલ્સ એન્ડ ટેકનીક્સ” કોન્ફરન્સ રદ્દ થઈ, પણ એથી વધુ ખરાબ તો એ લાગ્યું કે માઈન્ડસ્કેપ એશિયા દ્વારા આયોજીત આ કોન્ફરન્સના સ્થળ, મીરાડોર હોટલ, અંધેરી પહોંચ્યો અને અડધો કલાક રાહ જોઈ પછી એ કહેવા આવ્યા કે કોન્ફરન્સ નથી થવાની કારણકે દુબઈથી આવવાના હતા તે સ્પીકરના કોઈક સગા ગુજરી ગયા છે, એટલે આ કોન્ફરન્સ આવતા મહીને થશે. એડવાન્સ ટિકિટ બુક કરાવી હોવાથી અને સપરિવાર ત્યાં ગયા હોવાથી બે દિવસ મુંબઈમાં જ વીતાવવા પડ્યા.

બોરીવલી લોકશક્તિમાંથી ઉતરીને સવારે સવા પાંચે ભાંડુપ જવા માટે Continue reading