નિષ્ફળતાના આનુષંગિક લાભ – જે. કે. રોલિંગ

અકસ્માતને લીધે પથારીમાં પડ્યા પડ્યા યૂટ્યૂબ પર સહજ સર્ફિંગ કરતા ‘હેરી પોટર’ લેખિકા જે. કે. રોલિંગનો આ મજેદાર અને અનુભવસભર સુંદર વિડીયો જોવા મળ્યો. હાવર્ડ યુનિવર્સિટીના 2008 બેચના કમેન્સમેન્ટ કાર્યક્રમમાં તેમણે આ સુંદર સ્પીચ આપી છે… નિષ્ફળતાઓને સહજતાથી પચાવી સફળતા માટે સતત પ્રયત્નશીલ રહેવાનો સુંદર સંદેશ એ આપે છે.. શીર્ષક છે નિષ્ફળતાના આનુષંગિક લાભ

આશા છે આપને પણ આ ગમશે…

પીપાવાવ શિપયાર્ડમાં આઠ વર્ષ…

૨૯ ઓગસ્ટ ૨૦૦૭ના રોજ પીપાવાવ શિપયાર્ડમાં સિનીયર એન્જીનીયર તરીકે જોડાયો હતો, એ જોડાણને આજે આઠ આઠ વર્ષ પૂરા થયા. આમ તો પીપાવાવ પોર્ટમાં કન્સલ્ટન્સી આપતી સ્કોટ વિલ્સનમાં ૧૭ જૂન ૨૦૦૬ના રોજ સાઈટ એન્જીનીયર તરીકે આવ્યો હતો, એટલે સ્થળ તરીકે પીપાવાવમાં નવ વર્ષ પૂરા થઈને આ દસમું વર્ષ ચાલે છે, પણ હવે પીપાવાવ ડિફેન્સ એન્ડ ઑફશોર એન્જીનીયરીંગ કંપની (અને ટૂંક સમયમાં રિલાયન્સ ડિફેન્સ) સાથેના આ મારા જીવનના સૌથી મોટા વ્યવસાયિક કાર્યકાળની વાત જ અલગ છે. મહુવામાં અમારા નિવાસને પણ આ સમયમાં જ આઠ વર્ષ થશે…

અમે બેચલર્સ (અને માસ્ટર્સ) ડિગ્રી કરીને નીકળ્યા ત્યારે લોકો કહેતા, કે હવે એક જ કંપનીમાં દસ – વીસ વર્ષ રહેતા ‘કંપનીને વફાદાર’ લોકોનો સમય નથી, હવે તો એક કંપનીમાં ત્રણ વર્ષ રહી ગયા તોય ઘણું. એની સામે અને સતત નોકરી બદલવા શરૂઆતના ત્રણ વર્ષોમાં બદનામ એવા મને આ આઠ વર્ષનો મારો સમયગાળો ખરેખર આશ્ચર્યજનક લાગે છે.

સિવિલ એન્જીનીયરને જે જોઈએ એ પ્રકારના બધા જ પ્રકારના પડકારભર્યા પણ કામને અંતે સ્વસંતોષ આપે એવા પ્રોજેક્ટ્સમાં મહત્વનો ભાગ ભજવવાનો સતત અવસર મને પીપાવાવ શિપયાર્ડમાં મળતો રહ્યો છે. ઉપરીઓનો અને મેનેજમેન્ટનો મારા પર એ માટે મૂકાયેલો ભરોસો મહત્વની વાત છે. આવનારા સમયમાં પણ એ જ રીતે સંતોષપ્રદ કામ કરવા મળશે એવા ચિહ્નો દેખાઈ રહ્યાં છે. અવરોધો અને મુશ્કેલીઓ તો કામનો અભિન્ન હિસ્સો છે, એની સામે સતત ટકી રહેવાની હિંમત મળતી રહે એ જ અપેક્ષા સાથે આ નવમાં વર્ષમાં આગળ વધી રહ્યો છું. અહીંથી નોકરી બદલીને વધુ પગાર અને ઊંચી પોસ્ટ પર બહાર જવાનો ખૂબ લલચામણો વિકલ્પ ત્રણેક વખત મળ્યો છે, એ લાલચને રોકવી ખૂબ મુશ્કેલ થઈ પડી હતી, પણ છતાંય આજે અહીં રોકાઈ રહ્યો / શક્યો એ માટે મારા પરનો સિનીયર્સ અને પ્રમોટર્સનો દ્રઢ વિશ્વાસ વધુ મોટો ભાગ ભજવી ગયો.

જીવનનો એક ખૂબ મોટો ભાગ જીવાઈ ચૂક્યો છે. હું ખૂબ દ્રઢપણે માનું છું કે હું કાંઈ સિત્તેર પંચોતેર વર્ષ જીવવાનો નથી, પણ જેટલું જીવન બાકી રહ્યું છે એમાં ‘વર્ક સેટિસફેક્શન’ મહત્વનું રહેશે. એ મને રાત્રે શાંતિની ઊંઘ અને દિવસે મહેનત કરવાનો જુસ્સો આપે છે. આમ પણ રોજબરોજ જીવાતા જીવનના આ મોટા વ્યવસાયિક ભાગમાં બીજુ શું જોઈએ? આંતરીક રાજકારણ ન હોય અને પારદર્શક સ્પર્ધાત્મક્તા મળે તો બીજુ શું જોઈએ? તમારું કામ જ તમારો સંતોષ છે, એની સામે બીજી બધી વસ્તુઓ ગૌણ થઈ જાય છે.

અને જીવન છે ત્યાં સુધી… થિચ ન્હાટ હાન્હ કહે છે તેમ…. ઉંડો શ્વાસ લેતા રહીએ અને સ્મિત વેરતા રહીએ…

વરસાદ – ત્યારે અને અત્યારે

નાના હતા ત્યારે વરસાદ આવતો એટલે ચડ્ડીભેર ગારો ખૂંદતા નહાવા નીકળી પડતા,  કાગળની હોડી વહેળામાં તરતી મૂકતા, વહેતા પાણીમાં પથ્થર કૂદાવતા દેડકી રમતા, Continue reading

જીવનનો સૌથી ખરાબ અકસ્માત…

ક્યારે કઈ ક્ષણ તમને જીવનભર યાદ રહી જાય એવો પાઠ ભણાવે, કોણ જાણતું હશે? જિંદગીમાં જોઈએ છે એ બધુંય, એથી વધારે પ્રભુ સતત આપ્યા કરે છે એવા ભ્રમમાં ગુલતાન મનને ગત ૧૯મી માર્ચે ત્યારે એવડો મોટો ભયાનક અને જીવનભરનો અત્યાર સુધીનો સૌથી ખરાબ અનુભવ થયો કે ભ્રમણાઓ ભાંગીને ભુક્કો થઈ ગઈ, હોશ અને હકારાત્મકતાના લીરે લીરા ઉડી ગયા, શારીરિક – માનસીક આઘાત તો ખરો જ, સાથે સાથે કેટલાક સંબંધોની સચ્ચાઈ પણ અવાંચ્છિતપણે સામે આવી ગઈ.

તે પછી ફેસબુક પર ખરાબ નસીબને લઈને એક અપડેટ પણ કરી, પરંતુ માનસીક અવસ્થા એવી કે શુભેચ્છકોની પૃચ્છા છતાં વધુ કાંઈ લખી શક્યો નહીં… ઘણાં મિત્રોએ ફોન પણ કર્યા પણ…. Continue reading

સ્પન્ક – બોલ્ડ વિનોદી ‘આજની પેઢી’ માટેનું નાટક

Play Spunk by Akarsh Khurana

Play ‘Spunk’ by Akarsh Khurana

સ્પન્ક એટલે ધૈર્ય, હિંમત, જુસ્સો, ઓસ્ટ્રેલીયા કે ન્યૂઝીલેન્ડમાં ચીડવવા માટે વપરાતો શબ્દ, પણ જે નાટકના સંદર્ભમાં હું આ વાત કરી રહ્યો છું એ રીતે તેનો અર્થ થાય છે પ્રજોત્પત્તિ કરનારું પુરુષબીજ.

સ્પન્ક વાત છે બ્રિજેશ (અમોલ પરાશર)ની, જે ટીવી / ફિલ્મ માટે ઑડીશન આપવા ફરે છે. એ દરમ્યાનમાં એક ઑડીશનમાં તે નિર્માતા અંજલી (ગીતિકા ત્યાગી) ને મળે છે જે ઑડીશન લઈ રહી છે. તેની અંદર છુપાયેલ સ્પાર્કને જોવા અંજલી તેને અભિનય છોડી સાવ સામાન્યપણે પોતાના વિશે જણાવવા કહે છે – એ દરમ્યાનમાં જ બ્રિજેશ તેને પોતાની એક આગવી ખાસીયતની વાત કહે છે જેથી અંજલી ચોંકી જાય છે. વૈજ્ઞાનિક રીતે પાયાવિહોણી એવી આ ખાસીયત છે બ્રિજેશમાં રહેલા ફક્ત Y ક્રોમોસોમની. પુરુષમાં બે પ્રકારના ક્રોમોસોમ હોય છે, X અને Y, જે સ્ત્રીના X ક્રોમોસોમ સાથે મળે છે, XX હોય તો પુત્રી અને XY હોય તો પુત્ર જન્મે છે. પરંતુ સ્પર્મબેંકમાં નિયમિત ડૉનર એવા બ્રિજેશને ખ્યાલ આવે છે કે તેનામાં ફક્ત Y ક્રોમોસોમ જ છે, અને તેનાથી થયેલ બધા બાળકો નર છે એવુ તેને જણાવે છે સ્પર્મબેંકની કર્મચારી રીયા (મલાઈકા શિનોય). રીયા અને બ્રિજેશ એક યોજના બનાવે છે જે અંતર્ગત સ્પર્મબેંકની સેવાઓ લેતી મહિલાઓને રીયા અંગત રીતે એ વાતની જાણ કરે છે કે જો તેમને પુત્ર જોઈતો હોય તો એ વાતની ખાત્રી તે આપી શકે છે. અને આમ તેમની પાસેથી એ વિશેષ સેવાના ટેબલ નીચેથી વધુ પૈસા ઉઘરાવે છે અને ભારતમાં જેમને ફક્ત પુત્ર જોઈએ છે એવા લોકોની ક્યાં તંગી છે? તેમની પાસે લોકોની લાંબી યાદી છે જેમને ફક્ત પુત્ર જોઈએ છે. Continue reading

એક સંવાદ મેનેજમેન્ટના એડવાઈઝર સાથે…

પોઝિટીવ થિંકીંગ અને લીડરશીપ – ટીમ બિલ્ડીંગ વિશે ઘણા બધા વક્તવ્યો સાંભળ્યા છે, ઘણા પુસ્તકો અને પ્રેઝન્ટેશન જોયા છે, પરંતુ ગઈ 29 ડિસેમ્બરે અમારી કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંના એક અને એડવાઈઝરી બોર્ડમાં સભ્ય એવા શ્રી આર. કે. સોની સાહેબે આપેલ વક્તવ્ય ખૂબ અસરકારક અને મજેદાર રહ્યું.

અહીં આ પ્રકારના વક્તવ્યો ખૂબ ઓછા થાય છે, જે થાય એ મહદંશે ટેકનીકલ અથવા તો સેફ્ટીને લગતા અથવા મેનેજમેન્ટને લગતા જ હોય છે અને એટલે બોરીંગ થઈ પડે છે.

પણ ભારતીય મધ્યરેલ્વેમાં મહત્વપૂર્ણ સેવાઓ અને નવીન શરૂઆતો બદલ પ્રસંશા પામેલા એવા સોની સાહેબનું વક્તવ્ય શરૂ થયું એ અંગે આગલા દિવસે ઈ-મેલ મળ્યો હતો, ’50 વર્ષથી ઉપરની ઉંમરના કોઈ નહીં, મારે મિડલ મેનેજમેન્ટ લેવલના છોકરાઓ જ જોઈએ છે’ એ વાતે ઘણા સીનીયરોના મોઢા ચડી ગયેલા. અને અમને પહેલી વાર ‘ખાસ’ હોવાનો અહેસાસ થયો હતો, ત્યારથી જ બધા પૂછતા હતા, ‘લેક્ચર શેના વિશે છે ?’ Continue reading

ઈન્ક્રીમેન્ટ, પ્રમોશન અને મૃગતૃષ્ણા…

અમારે ત્યાં ફરીથી ઈન્ક્રીમેન્ટ અને પ્રમોશનની સીઝન આવી અને તરત જતી રહી છે. કંપનીમાંના કુલ પાંચ વર્ષમાં પહેલા ત્રણ વર્ષમાં મળેલ ઈન્ક્રીમેન્ટ અને પ્રમોશનમાં અમારા ડિપાર્ટમેન્ટનો દબદબો (અને મારો પણ ખરો!) રહ્યો હતો કારણ કે એ સમયની જરૂરત હતી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ, અને અમે તેમાં સમય, પરિવાર, તહેવારો કે અંગત ગમા અણગમા ભૂલીને સતત ઝંપલાવ્યે રાખેલું. પીપાવાવની જેટ્ટી પર રક્ષાબંધન, બે દિવાળીઓ અને નવા વર્ષ ઉજવ્યા છે – એટલે ઈન્ક્રીમેન્ટ / પ્રમોશન સહેજ ઓછા લાગે કે તરત અમે કંપનીના મેનેજમેન્ટ સુધી અમારા કામના બળે અમારી વાત પહોંચાડી શક્તા. ઉપરીઓ પણ એટલા મદદગાર કે દર વખતે એ વિઘ્નોને પાર કરી અમે સપ્રમાણ અને કાયદેસર થવું જોઈએ એટલું ઈન્ક્રીમેન્ટ / પ્રમોશન મેળવી શક્યા હતા. Continue reading

“મરીન સિવિલ એન્જીનીયરીંગ” વિશે જી.ઈ.સી ભાવનગર ખાતે વક્તવ્ય

ગત તા. 26 સપ્ટેમ્બરે ગવર્મેન્ટ એન્જીનીયરીંગ કોલેજ, ભાવનગર ખાતે મને “મરીન સિવિલ એન્જીનીયરીંગ” વિષય પર છેલ્લા (ચોથા) વર્ષના અને ત્રીજા વર્ષના બી.ઈ. સિવિલના વિદ્યાર્થીઓને માર્ગદર્શન, વિષયની જરૂરીયાત, ઉપયોગીતા અને ભવિષ્ય વિશે એક્સપર્ટ લેક્ચર આપવા માટે કોલેજ તરફથી મને આમંત્રિત કરાયો હતો. સિવિલ એન્જીનીયરીંગની ત્યાંની શાખા માટે આ પ્રથમ એક્સપર્ટ લેક્ચર હતું એટલે ઉત્સાહ પણ સરસ હતો અને હાજરી પણ લગભગ પૂરેપૂરી.

માસ્ટર્સ દરમ્યાન ભણવાનો ખર્ચ નીકળી રહે એ માટે એક ખાનગી એન્જીનીયરીંગ ક્લાસિસમાં મેં એક વર્ષ ચાર વિષય, (સર્વે, જીઓટેકનીકલ એન્જીનીયરીંગ, સ્ટ્રક્ચર ડિઝાઈન અને હાયડ્રોલિક્સ) ભણાવ્યા હતા. પણ આ વાત અલગ હતી, જ્યાં મારે લગભગ 180 વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રોફેસર્સ અને લેક્ચરર્સ સમક્ષ આ તદ્દન નવો વિષય મૂકવાનો હતો. મરીન સિવિલ એન્જીનીયરીંગ એ સિવિલ એન્જીનીયરીંગની કોઈ વિશેષ શાખા નથી, પરંતુ સિવિલની જ વિવિધ શાખાઓના સમૂહનો દરિયામાં, નદીમાં અથવા દરિયાકિનારે થતા બાંધકામ માટે વિકાસ અને વપરાશ પર તે આધારીત છે. Continue reading

મહુવાના ચમત્કારી અને ‘પ્રેક્ટિકલ’ ડોક્ટર…..

આમ તો કોઈની નકારાત્મક બાજુ તરફ આંગળી ચીંધવી એ મારો સ્વભાવ નથી, પરંતુ ગત અઠવાડીયે થયેલ અનુભવે આ લખવા મજબૂર કર્યો છે. ખાસ કરીને મારા બાળકોને નિશાન બનાવી કમાવા માંગતા ડોક્ટરો વિશે હું અહીં લખી રહ્યો છું. બીજુ કાંઈ કરી શકાય તેવી શક્યતાને અભાવે આ બળાપો અહીં કાઢ્યો છે.

મહુવામાં આમ પણ ડોક્ટરો ખૂબ ઓછા છે, તેમાંય સારા અને જેમના ઈલાજ પર ભરોસો કરી શકાય તેવા ડોક્ટરો આંગળીના વેઢે ગણી શકાય એટલા જ છે. બાળકોના ડોક્ટરો વિશે પણ ચિત્ર એવું જ છે.

ગયા અઠવાડીયે મારા સવા વર્ષના પુત્ર ક્વચિતને એક દિવસ સવારે અચાનક જ ખૂબ ઝાડા શરૂ થઈ ગયા. લગભગ કલાકમાં ચારેક વખત, હું ત્યારે નોકરી પર જવા નીકળ્યો હતો એટલે એ સવા કલાકના રસ્તે ચાર વખત ફોન આવ્યો કે તેની તબિયત ખરાબ થઈ રહી હોય એમ લાગે છે. સામાન્ય રીતે તે એકલો અથવા તેની બહેન સાથે રમ્યા કરતો હોય છે, પણ એ દિવસે ચિત્ર અલગ હતું, એ સતત રડ્યા કરતો. લગભગ બે-ત્રણ કલાક એવું ચાલ્યુ એટલે અમારા મકાનમાલિક અને આસપાસના લોકો ઘરે આવ્યા અને તેને ડોક્ટરને બતાવવા લઈ જવા કહ્યું. Continue reading

ગુજરાત એસ.ટી…. વડોદરા દીવ….. અગ્નિપથ

ના, ત્રણેયને એક સાથે વાંચીને કોઈ અર્થ કાઢવાનો પ્રયત્ન કરવો નહીં. જો કે એ પ્રયત્ન કરો તો પણ કોઈ વાંધો નથી. એ સદા સર્વદા સત્ય છે જ.

આવો વિષય પસંદ કરવા પાછળના જવાબદાર કારણો… Continue reading

માધ્યમની માથાકૂટ

આજકાલ હાર્દીની દસ દિવસીય પરીક્ષા ચાલે છે. જો કે સિનિયર કે.જી.માં આટલા બધા દિવસ પરીક્ષા કેમ લેવાતી હશે એ વિશે મને મૂંઝવણ તો છે જ, પણ એથીય વધુ તકલીફ ગઈકાલે ઉભી થઈ, જ્યારે તેને એક બે નહીં પણ પૂરા છ એસે (નિબંધ) ગોખવાના આવ્યા. ગોખવાના એટલે કે એ પાંચ લીટીનો એક એવા છ નિબંધો કદી શાળામાં તેની શિક્ષિકાએ અડક્યા જ નથી. તેને પોએમ વગેરે સરસ આવડે છે, અલબત્ત એ પણ ગોખણપટ્ટી જ છે. પણ આ નિબંધો તેને શાળામાં કદી કરાવ્યા નથી અને હાલમાં જ અમને મળેલા પરીક્ષા માટેના અભ્યાસક્રમમાં એ છે માટે એને ગોખાવવાની આવશ્યકતા ઉભી થઈ, એ પણ રાતોરાત.

હવે તેને જે વાતનો અર્થ જ ખબર ન હોય, એવા ત્રીસ લાંબા અંગ્રેજી વાક્યો તેને રાતોરાત યાદ રહી શકે એ તો Continue reading