દોડ દરમ્યાન માણવાના ગીતોનું મારું પ્લેલિસ્ટ

ઈન્ટરનેટ પર આ પ્લેલિસ્ટ માટે કરેલી શોધ નિષ્ફળતામાં પરિણમી કારણ આવી બધી યાદી પૂર્ણપણે યુરોપિયન અથવા અમેરીકન લોકો દ્વારા બનાવાયેલી હતી જેમાં ભાગ્યે જ કોઈ ગીત મને ગમ્યું.

એટલે પછી મેં મારી પોતાની યાદી બનાવવાનું નક્કી કર્યું, અહીં હિન્દી – અંગ્રેજી ગીતોની ભેળસેળ છે, અને મેં જાણીતા અને ગમતા ગીતો એકઠા કરવાનો પ્રયત્ન કર્યો છે. કોલેજકાળના ગમતા ગીતો અને દોડવા માટે યોગ્ય રહે તેવા ગીતોનો એક સંગ્રહ કરવાનો આ પ્રયત્ન છે.

યાદી આ મુજબ છે. Continue reading

સરળ જીવનની માર્ગદર્શિકા… Smile & Breathe…

આમ તો જીવન ક્યાંય સ્ટીરીયોટાઈપ, એક જ બીબામાં ઢાળ્યું ઢળાતું નથી, એ તો દરેક ક્ષણે નવી તકો, નવી વિટંબણાઓ અને નવા પડકારો સતત આપ્યા જ કરે છે. જો તમે ધ્યાન ન આપો તો એ ભયંકર રીતે ગૂંચવણભર્યું બની જાય, અને જો ધ્યાન આપો અને વ્યવસ્થિતતા લાવો તો ખૂબ સરળ અને સહજ. Continue reading