અક્ષરનાદને ૨૦ ડિસેમ્બરના રોજ દિલ્હીના ચિન્મય મિશન ઑડીટોરીયમ ખાતે લાડલી મીડીયા એન્ડ ઍડવર્ટાઈઝીંગ અવૉર્ડ ફોર જેન્ડર સેન્સિટીવિટી ૨૦૧૨-૧૩ જાહેર કરવામાં આવ્યા. દિલ્હીના લોધી રોડ પર આવેલ ચિન્મય મિશનના ઑડીટોરીયમમાં યોજાયેલા એક ઝાકઝમાળભર્યા સમારંભમાં અનેકવિધ વિભાગમાં પશ્ચિમ અને ઉત્તર વિભાગના લગભગ ૧૭૦૦થી વધુ નોમિનેશન્સમાંથી અને અનેકવિધ કેટેગરીના ૮૦ વિજેતાઓ સાથે અક્ષરનાદને આ પુરસ્કાર મળ્યો. આ માટે દિલ્હી ગયો હતો ત્યારે ગુજરાતના અનેક મિત્રોને મળવાનો અવસર મળ્યો, ગુજરાત સમાચારના લોકપ્રિય કૉલમિસ્ટ અને જેમના લખાણો માણવા મને ખૂબ ગમે છે તેવા શ્રી લલિતભાઈ ખંભાયતાને મળવાનો અવસર લાડલી અવૉર્ડના આયોજન દરમ્યાન મળ્યો. ખૂબ સરળ વ્યક્તિત્વ અને એવો જ સ્વભાવ ધરાવતા લલિતભાઈને મળીને ખૂબ જ આનંદ થયો, કચ્છમિત્રના ન્યૂઝ એડીટર નવીનભાઈ જોશી (જેઓ હોટલમાં મારા રૂમ પાર્ટનર હતા) ને મળીને અને અનેક વાતો કરીને ખૂબ આનંદ થયો., લાડલી અવૉર્ડ ગુજરાતના કોઓર્ડિનેટર હરિતાબેન તલાટી, દિલ્હીના કો ઓર્ડિનેટર માધવી શ્રી ને મળીને અને તેમનો ઉત્સાહ જોઈને પણ આનંદ થયો. Continue reading
Category Archives: જત જણાવવાનું કે
અક્ષરનાદના તંત્રી સ્થાનેથી જીગ્નેશ અધ્યારૂ દ્વારા લખાયેલ, બ્લોગ તથા વેબસાઇટના સીમાચિન્હો વિશે, અગત્યની જાહેરાતો તથા અન્ય સૂચનાઓ નો સંગ્રહ
સફળતા, પ્રતિષ્ઠા, પુરસ્કાર…. મારા વ્યાવસાયિક જીવનનો સીમાસ્તંભ…
પીપાવાવ ડિફેન્સ એન્ડ ઑફશોર એન્જીનીયરીંગ કંપની લિ. ના ગૄપ ચેરમેન શ્રી નિખિલભાઈ ગાંધીના હસ્તે ગત ૧૪મી ઓગસ્ટે “મોટીવેટેડ એમ્પ્લોઈ” માટેનો એવોર્ડ મને આપવામાં આવ્યો. મારા વ્યાવસાયિક જીવનની આ એક મોટી ઉપલબ્ધિ કહી શકાય કારણ કે જે કામ માટે મને આ પુરસ્કાર અપાયો તે મારા મૂળ ડોમેઈન ઉપરાંત મને વધારામાં અપાયું હતું. સિવિલ એન્જીનીયરીંગને લગતા, જીઓટેકનીકલ એન્જીનીયરીંગને લગતા કામ ઉપરાંત ડ્રેજીંગની સમગ્ર વ્યવસ્થા સંભાળવાનું કામ મને ગત વર્ષે અપાયું હતું. Continue reading
નવનીત સમર્પણ હવે ડીજીટલ સ્વરૂપમાં…
ડીજીટલ વાંચનના રસીયાઓ માટે એક સરસ સમાચાર..
ગુજરાતી વાંચનને ઓનલાઈન ઉપલબ્ધ કરાવનાર સર્વે બ્લોગર / વેબસાઈટ ચલાવનાર મિત્રોને જાણીને આનંદ થાય એવી વાત.
નવનીત સમર્પણ સામયિક તરફથી મળેલ ઈ-મેલ મુજબ 24 ઓક્ટોબરે આ સામયિકનું ડીજીટલ સ્વરૂપ ઉપલબ્ધ થશે.. Continue reading