અક્ષરનાદની દસ લાખ ક્લિક્સ અને બીજી વાતો…

અક્ષરનાદના દસ લાખ ક્લિક્સ પૂરા થયા, જો કે હવે આંકડાઓની માયાજાળ વિશે વધુ ધ્યાન આપવું જોઈએ નહીં એમ લાગે છે કારણકે વર્ડપ્રેસ સ્ટેટ્સ અને સ્ટેટકાઉન્ટર અલગ અલગ આંકડા બતાવે છે. પણ દસ લાખ ક્લિક્સનો આનંદ પણ છે. વાચકોનો આભાર…

ઈ પુસ્તકોનું ડાઉનલોડ 75000ને પાર પહોંચ્યુ છે, એ પણ એક અનોખા આનંદની વાત છે, અને તેનો સઘળો યશ ગોપાલભાઈની સાથે વહેંચવો રહ્યો, તેમના પ્રોત્સાહને જ આ પ્રવૃત્તિ થાય છે, તો સાથે શ્રી દિનેશભાઈ બૂચનો પણ એટલો જ આભાર, અક્ષરનાદ માટે ઈ-પુસ્તકો શોધવા અને તેના કોપીરાઈટ્સ મેળવવા આ બંને વૃદ્ધ વડીલોની મહેનત અને ધગશ યુવાનોને પણ શરમાવે એવી છે. Continue reading