નાના હતા ત્યારે વરસાદ આવતો એટલે ચડ્ડીભેર ગારો ખૂંદતા નહાવા નીકળી પડતા, કાગળની હોડી વહેળામાં તરતી મૂકતા, વહેતા પાણીમાં પથ્થર કૂદાવતા દેડકી રમતા,
કોઈપણ પ્રકારની ચિંતા વગર મન મૂકીને કુદરતની એ અમીધારા માણતા. દુન્યવી ચિંતા વગરનો એ જીવનનો શ્રેષ્ઠ સમય હતો.
આજે એ વીતી ગયેલી મોજના અવશેષો જોઈને અફસોસ વ્યક્ત કરવા સિવાય બીજુ શું બાકી રહે? પ્રોફેશનલ માટે વરસાદના પાણીથી કપડા બચાવવા જરૂરી છે. ઓફિસની બારીના કાચમાંથી વરસાદ જોઈને થયું તેલ લેવા જાય જૉબ, ચાલ નહાઈએ… પણ…
V nice
LikeLike