ધ્રુવભાઈ ભટ્ટ સાથે સવાઈબેટની યાત્રા…

પોતાના પ્રિય લેખકને મળવાનો આનંદ અને ઉત્સાહ કોને ન હોય? એમાંય તમારી આસપાસના સ્થળો અને લોકો સાથે જોડાયેલા સર્જકને તેમણે જે જગ્યાઓ વર્ષો પહેલા જોઈ હતી ત્યાં લઈ જવાનો, એ સ્થળો પરની તેમની સજીવન થતી યાદોના સાક્ષી બનવાનો આનંદ અનોખો જ હોય છે.

‘સમુદ્રાન્તિકે’ વાંચ્યા બાદ ધ્રુવભાઈ ભટ્ટની સાથે શિયાળબેટ પર જવાની અદમ્ય ઇચ્છા અને તેમની આંખે વર્ષો પહેલાના શિયાળબેટ, સવાઈબેટ અને ભેંસલાની યાદો જોવાની, ભૌગોલિક ફેરફારો વિશે જાણવા-સમજવાની ઇચ્છા તેમણે સામેથી પૂરી કરી આપી. અને ગત મહીને ધ્રુવભાઈ, અદીતિબેન અને દેવવ્રતભાઈ સાથે પીપાવાવથી હોડી કરીને સવાઈબેટ પર જવા નીકળ્યા.

રસ્તામાં ધ્રુવભાઈ સાથે ઘણી વાતો થઈ, ‘સમુદ્રાન્તિકે’ વિશે, તેમાં આલેખાયેલ સ્થળો વિશે, ‘અકૂપાર’ વિશે, ‘ગીર’ વિશે અને ‘લીલાપાણી’ નેસ વિશે, કાના વિશે, અકૂપારના નાટક વિશે, સમુદ્રાન્તિકેના નાટકની તૈયારીઓ વિશે, વર્ષો પહેલાના શિયાળબેટ અને સવાઈબેટ વિશે… આમ અનેક વાતો થઈ.

સવાઈબેટ પર અમે મુજાવર હનીફભાઈને મળ્યા, તેમની સાથે દરગાહમાં બેઠા અને તેમના વાલિદ વિશેની વાત ધ્રુવભાઈએ યાદ કરી. દરગાહ આવવાનો જૂનો રસ્તો, હોડી લાંગરવાનો જૂનો રસ્તો એમ અનેક વાતો યાદ થઈ, ચા બનાવાઈ અને અમને પીવડાવાઈ, દીવાદાંડી પણ જોઈ. વર્ષો પહેલા ધ્રુવભાઈ યુવાનોના સમૂહ સાથે આ આખોય પ્રદેશ ખૂંદી વળ્યા હતા એ વાત તેમણે કહી. મેં મારી શિયાળબેટ અને સવાઈબેટ વિશે બનાવવા ધારેલી ડૉક્યુમેન્ટરી વિશેની વાત તેમને કહી. લગભગ બે-અઢી કલાકની આ સફર પછી પાછા પીપાવાવ આવ્યા. ધ્રુવભાઈ સ્વભાવે સાવ નિર્ભેળ, મોટા લેખકોમાં સામાન્યપણે જોવા મળતો દંભ તેમનામાં રત્તીભર નથી.

દેવવ્રતભાઈએ કેટલાક ફોટોગ્રાફ પાડ્યા હતા એ યાદગીરી માટે અહીં મૂક્યા છે. આશા છે ગીરમાં પણ આમ જ એક વાર ધ્રુવભાઈ સાથે જવા મળશે.

DSC_0268 (800x536)

બોટમાં પીપાવાવથી સવાઈબેટની સફર દરમ્યાનની ફોટોગ્રાફી

DSC_0286

 સવાઈપીર દરગાહના સાન્નિધ્યમાં હનીફભાઈ અને ધ્રુવભાઈ સાથે

DSC_0278

અદીતિબેનને શિયાળબેટ – સવાઈબેટ વિશે જાણકારી આપતા… 

DSC_0301 (800x536)

 અને આખરે સૌ સાથે એક યાદગાર ક્લિક… ફોટોગ્રાફ્સ માટે આભાર દેવવ્રતભાઈ અને ધ્રુવભાઈ

Advertisements

4 thoughts on “ધ્રુવભાઈ ભટ્ટ સાથે સવાઈબેટની યાત્રા…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s