‘આનંદ ઉપવન’ ગુજરાતી સામયિક

Anand Upvanસાંજે સાડા સાતે મુંબઈના અંધેરી રેલ્વેસ્ટેશન પર બોરીવલી તરફ જતી ટ્રેનની રાહ જોઈને ઉભો હતો અને કાયમની જેમ સમય પસાર કરવા પ્લેટફોર્મ પરના બુકસ્ટોલ પર નજર કરી રહ્યો હતો. અચાનક ધ્યાન એક ગુજરાતી સામયિક પર ગયું, ‘આનંદ ઉપવન’.

મહદંશે ‘સફારી’ અને ક્યારેક ‘નવનીત સમર્પણ’ કે ‘અખંડ આનંદ’ સિવાય ભાગ્યે જ કોઈ ગુજરાતી સામયિક રેલ્વેસ્ટેશનના બુકસ્ટોલ પર દેખાય છે. એવામાં આ નવું નામ વાંચીને સારું લાગ્યું, ટ્રેન પ્લેટફોર્મ પર આવી રહી હતી એટલે ઝડપથી પૈસા ચૂકવીને ધક્કા મારવાની લાઈનમાં ઉભો રહી ગયો. ટ્રેનમાં ઉભા ઉભા પણ તેને વાંચવાની લાલચ રોકી ન શક્યો.

સાથે મેગેઝીનનું મેં ખરીદેલ અંકનું મુખપૃષ્ઠ મૂક્યું છે. અહીં લખ્યું છે, ‘સેક્સ, ક્રાઈમ અને પોલિટિક્સથી મુક્ત માસિક’ એપ્રિલ ૨૦૧૪ તેનો પાંચમો અંક છે, એટલે ડિસેમ્બર ૨૦૧૩માં શરૂ થયું હોવું જોઈએ. શ્રી ધીરુભાઈ પારેખ મેનેજીંગ તંત્રી છે. સુંદર છાપકામ, જાણીતા લેખકો, ઓછી જાહેરાતો, વૈવિધ્યપૂર્ણ વિષયો અને મુખપૃષ્ઠ કહે છે તેમ, ‘સેક્સ, ક્રાઈમ અને પોલિટિક્સથી મુક્ત માસિક’ વાંચવાની મજા આવી. વર્ષોથી ચાલતા સામયિકોની પોતાની એક સીમારેખા જાણ્યે અજાણ્યે બંધાઈ જ ગઈ હોય છે, એમાં તેના સંપાદક કે તંત્રીની દ્રષ્ટિ અને સમજ કામ કરે છે, એટલે નવા શરૂ થતા સામયિક પાસેથી અપેક્ષાઓ વધી જાય છે. મારા મતે બે સ્પષ્ટ વિભાગો છે – ગુણવત્તાસભર પરંતુ એક જ ઘરેડનું વાંચન આપતા, ઓછું સર્ક્યુલેશન ધરાવતા અને એક જ પદ્ધતિને અનુસરીને વાચકવર્ગને પોતે જ સીમીત કરી દેતા અને અંતે નિષ્પ્રાણ થઈ જતા સામયિકો – ગુણવત્તાની પરવા કર્યા વગર, જાહેરાતો અને લલચામણા લખાણોથી વાચકવર્ગ અને સર્ક્યુલેશન વધારતા સામયિકો. આ બંને સરહદોની વચ્ચે રહીને – નહીં મહત્તમ કે નહીં લઘુત્તમ – એવા સામયિકો પણ છે.

આશા છે કે ‘આનંદ ઉપવન’ વધુ સુંદર, વધુ ગુણવત્તાસભર, વધુ ઉપયોગી વાંચન આપણને આપશે… શ્રી ધીરુભાઈ પારેખ તથા ટીમને શુભકામનાઓ…

આ સામયિક અંગેની માહિતી અક્ષરનાદના ‘આપણા સામયિકો‘ વિભાગમાં પણ ઉમેરી દીધી છે…

3 thoughts on “‘આનંદ ઉપવન’ ગુજરાતી સામયિક

  • Thanks for taking interest in reading Anand Upvan

   You can transfer money directly to our bank
   Details given below :
   (Pl. send copy of payment by email)

   ANAND PUBLICATION
   SBI A/c No. 33379062610 (Branch : Empire House, Fort)
   IFSC No. SBIN0030002

   You can also send cheque for Rs. 300/- yearly subscription
   Cheque should be in favour of Anand Publication at
   14, Gokul Kalyan Building, 1st Floor, 11/13, M. K. Amin Marg,
   Behind Central Camera, Fort, Mumbai 400 001
   Tel 2270 3530
   E-mail : anandupvan@gmail.com

   Regards

   – Samir Parekh

   Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s