સોનલ ફાઉન્ડેશન લિમ્કા બુક ઑફ વર્લ્ડ રિકૉર્ડમાં

સાવરકુંડલાના સોનલ ફાઊન્ડેશન દ્વારા ગુજરાતના કુલ સાત જીલ્લાઓ ની ૭૦૧૫ પ્રાથમિક શાળાઓને ૨૦૦૬ થી ૨૦૦૯ના ત્રણ વર્ષોમાં પુસ્તકાલય શરૂ કરવા અને બાળકોને વાંચન તરફ અભિમુખ કરવાના હેતુથી કુલ ૨૦ લાખથી વધુ પુસ્તકો વહેંચવામાં આવ્યા. સોનલ ફાઉન્ડેશન ડૉ. પ્રફુલ્લ શાહ અને તેમના પત્ની ઇન્દિરાબેન શાહનું સહીયારું સ્વપ્ન છે. તેમનાં સદગત પુત્રી સોનલબેન, કે જે પોતે પણ એક સામાજીક કાર્યકર હતાં, તેમના એક અકસ્માતમાં મૃત્યુ થવાથી એ સમાજસેવાની પ્રવૃત્તિ આગળ વધારવાનો હેતુ સોનલ ફાઉન્ડેશનના પાયામાં છે.

શરૂઆતમાં ૫૦૦ બાળકોથી ડૉ. શાહના ઘરે જ શરૂ થયેલ પુસ્તકાલયનો વ્યાપ આજે અનેક જીલ્લાઓની હજારો પ્રાથમિક શાળાઓ સુધી પહોંચ્યો છે. ૨૦૦૬માં તેમના મિત્રો રસિકલાલ અને પન્નાબેન હેમાણી તેમની સાથે જોડાયા અને આ કાર્યક્રમ નાની સરકારી શાળાઓમાં પુસ્તકાલય બનાવવા સુધી વિસ્તર્યો. જે શાળાઓમાં ફક્ત ૧૦ થી ૨૦ વિદ્યાર્થીઓ જ હતાં, ત્યાં પણ પુસ્તકાલય શરૂ કરવા પુસ્તકો આપવામાં આવ્યા.

દરેક પુસ્તકાલયને ગુજરાતી ભાષાના ૪૦૦ અનેકવિધ પુસ્તકો અપાય છે જેની કિંમત ૮૦૦૦ રૂપિયા થાય છે. પુસ્તકોના વિષયો સરળ હોય છે અને તેમાં લોકકથાઓ, બાળવાર્તાઓ, ધાર્મિક કથાઓ, ઈતિહાસ અને પ્રેરણાદાયક સાહિત્યનો સમાવેશ થાય છે. શરૂઆતમાં આ પુસ્તકો શોધવા તેમણે ખૂબ મહેનત કરી, જેથી બાળકોને રસ પડે એવા પુસ્તકો એકઠા કરી શકાય. આ પ્રયાસને બાળકોનો અનેરો ઉત્સાહ સાંપડ્યો, ડૉ. શાહને ૩૫૪૦૦થી વધુ પોસ્ટકાર્ડ્સ આ બાળકો તરફથી મળ્યા. ડૉ. શાહ એક શાળાના બધાં જ વિદ્યાર્થિઓને એક પત્ર મારફત જવાબ આપતાં જે શાળાના નોટીસબોર્ડ પર મૂકાતો અને એથી વધુ બાળકો ડૉ. શાહ સાથે સંકળાતા રહ્યાં. ડૉ. શાહ આજે ૮૦ વર્ષની વયે તેમના મૂળ દાક્તરી વ્યવસાયની સાથે બાળકોના વાંચનની અને તેમના જ્ઞાનની અભિવૃદ્ધિનો પણ ખ્યાલ રાખે છે. એ બાળકોના જ પત્રોના સંકલનરૂપ ૩૭૪ પત્રોનું એક પુસ્તક પણ તેમણે બહાર પાડ્યું છે.

તાજેતરમાં ડૉ. શાહ અને સોનલ ફાઉન્ડેશનને વિકાસના આ અનોખા પ્રયાસ બદલ લિમ્કા બુક ઑફ વર્લ્ડ રિકૉર્ડમાં સ્થાન આપવામાં આવ્યું છે જે http://www.limcabookofrecords.in/development/22.aspx પર ક્લિક કરીને જોઈ શકાય છે.

ડૉ. શાહની મુલાકાતનું સદભાગ્ય મને થોડાક સમય પહેલા મળ્યું હતું, તેમની સાથેની એ વાત અક્ષરનાદ પર પ્રસ્તુત કરી હતી અને સોનલ ફાઉન્ડેશન વિશે ત્યાં વિગતે ચર્ચા થઈ હતી, એ કડી પણ અહીં આપવી ઉચિત સમજું છું… http://aksharnaad.com/2009/09/16/the-human-service-by-drpraful-shah/

ડૉ. પ્રફુલ્લભાઈ અને શ્રીમતિ ઈન્દિરાબેન શાહને આ કાર્ય તથા લિમ્કા બુક દ્વારા લેવાયેલ નોંધ બદલ અભિનંદન..

2 thoughts on “સોનલ ફાઉન્ડેશન લિમ્કા બુક ઑફ વર્લ્ડ રિકૉર્ડમાં

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s