અક્ષરનાદની રીડીઝાઈનનો પ્રયત્ન… – એક નવી શરૂઆત…

aksharnaad engravedઅક્ષરનાદ ગત એક મહીનામાં અધધધ ડાઊનટાઈમનો ભોગ બન્યું, થોડુંક અમારા હોસ્ટ બ્લ્યૂહોસ્ટને લીધે અને થોડુંક (તેમના કહેવા મુજબ) વેબસાઈટ ટ્રોલ થવાને લીધે જેના મૂળમાં હું હજુ સુધી પહોંચી શક્યો નથી…

લગભગ બે વર્ષથી અક્ષરનાદ એક જ થીમ, ડીઝાઈન અને ફોર્મેટ સાથે ચાલે છે, થીમ અપડેટ થઈ શકી નથી અને તેના લીધે પણ ઘણી મુશ્કેલીઓ છે. આથી સમયની સાથે સતત અપડેટેડ રહેવા અક્ષરનાદ રીડીઝાઈન થવા જઈ રહી છે, દેશની અગ્રગણ્ય ડિઝાઈન સંસ્થાઓથી લઈને ફ્રિલાન્સર્સ પાસેથી આ માટે ક્વોટ્સ મંગાવાયા છે, આ ક્ષેત્રના જાણકાર મિત્રોનો સંપર્ક કરાઈ રહ્યો છે અને એના માટે યોગ્ય બજેટ પણ ફાળવી દેવામાં આવ્યું છે.

મૂળભૂત પગલાં જે અક્ષરનાદની સંપૂર્ણ રીડીઝાઈન અને સુવિધાઓમાં વધારા માટે લઈ રહ્યો છું એમાં –

૧. અક્ષરનાદની સંપૂર્ણ રીડીઝાઈન

 • અત્યારની થીમ બદલવી
 • બિનજરૂરી વસ્તુઓ (કોડ / પ્લગિન / સબડૉમેઈન વગેરે) દૂર કરવી
 • સુવિધાઓ વધારવી
 • વધુ વાંચનક્ષમ અને સુવિધાજનક લેઆઊટ
 • સુવિધાભર્યું ઈન્ટરલિંકીંગ
 • વધુ અસરકારક સોશીયલ મીડીયા ઈન્ટીગરેશન
 • લોગો રીડીઝાઈન અથવા જરૂરી સુધારા
 • ફીડબર્નરની બદલે કોઈ અલગ અને વધુ સુવિધાજનક મેલ ક્લાયન્ટ

૨. મોબાઈલ એપ્લિકેશન્સ
આ ભાગ અસરકારક રીતે બે માધ્યમમાં કરાઈ રહ્યો છે જેમાં,

 • અત્યારની અત્યંત પ્રચલિત એવી એક એન્ડ્રોઈડ એપ્લિકેશન સાથે અક્ષરનાદના ઈ-પુસ્તકોનું ઈન્ટીગરેશન જે લગભગ અંતિમ તબક્કામાં છે અને આ અઠવાડીયે લૉંચ થઈ જશે, ડૅવલપર્સ દ્વારા અક્ષરનાદને આ માટે પસંદ કરવામાં આવી અને ખૂબ સુવિધાજનક કોન્ટ્રેક્ટ ઑફર કરાયો છે જે પ્રતિભા સોમવારે અક્ષરનાદના સહસંપાદક તરીકે સાઈન કરશે.
 • અક્ષરનાદની પોતાની એન્ડ્રોઈડ અને આઈફોન એપ્લિકેશન, જો કે નવી થીમ રિસ્પોન્સીવ હોય એવી પસંદ કરવાને લીધે મહદંશે અલગ એપ્લિકેશનની ડીઝાઈન વધુ જહેમત નહીં માંગે પરંતુ છતાંય એ આખો અલગ જ પ્રોજેક્ટ જરૂર બની રહેશે. આ એપ્લિકેશનમાં ઈ-પુસ્તકો ડાઊનલોડ કરવાની પણ સુવિધા હશે.

આ સિવાયની ઇચ્છાઓ…

 • શક્ય એટલો ઓછો પ્લગિન વપરાશ અને તેને બદલે કોડ કરવા, જો કે અમુક પ્લગિન માટે તે મુશ્કેલ થશે જેમ કે સીફોર્મ્સ, ડાઊનલોડ મેનેજર
 • વધારાના પર્સનલ ડોમેઈનનું રજીસ્ટ્રેશન અને પોર્ટફોલીઓ (જો કે હોસ્ટ અંગે હજુ અવઢવ છે, બીજી વેબસાઈટ માટે બ્લુહોસ્ટ સાથે રહેવું કે નહીં..)

આ જ પ્રક્રિયાના ભાગ રૂપે શરૂઆત લોગો રીડીઝાઈનથી કરવામાં આવી છે. તો હવે પછીની પોસ્ટ લોગો ડીઝાઈન સાથેના બ્રેઈનસ્ટૉર્મિંગ વિશે…

Advertisements

5 thoughts on “અક્ષરનાદની રીડીઝાઈનનો પ્રયત્ન… – એક નવી શરૂઆત…

 1. You have been taking some steps to redesign and mobile application. So your proposed actions are really welcome in the interest of wide class of people loin in this portal. I would like to point out that it would be in the fitness of things if you use more simplified and simple language in Guajarati by demystifying technical jargon of IT world so as to make it digestible by all others who are technically unsound dudes. It is a humble suggestion only.

  Further, more a different irrelevant but may be of use for expanding knowledge of people interested in details about smart phone tech aspects if someone like you explains the following words are used in regard to specifications of mobile phones etc and its utilities like H.D display/3D display, micro osd card, Dual sim,Endroid,Jelly bin O.S.,TFT LCD and other LCD, megapixels & better imaging due to increase in it, GPS-AGPS with A-GPS support,3G Wi-Fi, GPRS, GB Int storage &SD Card-slot ,Bluetooth-A2 DP,EUR,HSPA+GPRS/EDGE,GPU, Dual core processor-Quad-core processor, video codes, s-cloud service, battery & it’s capacity, audio codes like MP3,MIPI,WAN etc.

  Like

 2. નવી રૂપરેખા અને રી ડીઝાઈન માટે ખૂબ ખૂબ અભિનન્દન જિગ્નેશભાઈ. લેખકોની કૃતિઓમાં તેની કોમેંટની સંખ્યા. આ બધું જે બદલ્યુ તે ઘણું ગમ્યું. નવોદિત લેખકોની દુનિયાને જાણ થાય એ બદલ તમે કરેલા આ પ્રયત્ન માટે તમે ધન્યવાદને પણ પાત્ર છો .. આગળ ઘણી ઘણી પ્રગતિ આપની સાઈટ કરે એ માટે આપને અગણિત શુભેચ્છાઓ…

  Like

 3. સાહેબ, ફેસબુક પર તો કનેક્ટેડ છીએ જ….. ઘણા સમય પછી આપના બ્લોગ ની મુલાકાત લેવાનો અવસર મળ્યો ….બહુ જ સરસ બ્લોગ છે, ખાસ કરીને નવી ડીઝાઈન ગમી. ગુજરાતી ભાષા માં પ્રસિદ્ધ થતો આપનો બ્લોગ વાંચવામાં ઘણો આનંદ થયો.

  ગુજરાતી ભાષા ના પ્રચાર અને પ્રસાર માટે અમે પણ ગુજરાતી પુસ્તકો દુનિયા ના કોઈ પણ ખૂણે ઘેર બેઠા મળી રહે એ માટે વેબસાઈટ ચાલુ કરેલ છે. જેમાં મહતમ પુસ્તકો ઉપલબ્ધ થશે (હજારો અપલોડ થઇ ચુકેલ છે અને હજારો થઇ રહ્યા છે) અને સૌથી મહતમ ડિસ્કાઉન્ટ કસ્ટમર ને મળી રહેશે એવી કોશિશ કરીએ છીએ. આપ એક વખત મુલાકાત લેશો તો આભારી થઈશ.

  ધર્મેશ વ્યાસ

  Like

 4. શ્રી અધ્યારૂ,
  ૧. નવી ડીઝાઈન ગમશે. પણ તેના નવા પ્રયત્નો માં એક હેલ્પ (ફોન્ટની સાઈઝ મોટી કરવાની) જરૂર મુકશો. જેથી મારી જેવા નબળી દૄષ્ટિવાળા સરળતાથી વાંચી શકે.

  ૨. આપે વર્લ્ડ્પ્રેસની માહિતિ આપી તે બદલ આપનો આભાર. હું છેલ્લા આઠ વર્ષથી “Shutterf.ly.Com” સાઈટ મારા ફોટા અને ગ્રુપ ફોરમ માટે વાપરૂં છું હાલ તેમાં મેં મારાં સાહિત્ય સર્જન ને મુકી રહ્યો છું. એક બે મુશ્કેલી બાદ તે તૈયાર થઈ જાશે. આપ પણ તે જોશો.

  ચન્દ્રકાન્ત લોઢવિયા.- ૧૪.૦૪.૨૦૧૪

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s