વધુ એક ‘હેપ્પી બર્થડે’…

આમ તો સામાન્ય દિવસો જેવો જ એક દિવસ, પણ આજે જીવનના જીવાઈ ગયેલા વર્ષોની ગણતરી વધુ એક પૂર્ણાંકે પહોંચી છે, એ દ્રષ્ટિએ જન્મદિવસ પાછળના જીવન પર નજર નાખવાનો એક અવસર આપે છે.

જીવનના ઘણાં વર્ષો વીતી ગયા – કેટલા બાકી છે કોને ખબર… હવે ક્યારેક ‘કાકા’ના સંબોધનો મળવા લાગ્યા છે, થોડાક વાળ અત્યારથી સફેદ થવા ઉતાવળા થઈ ગયા અને જવાબદારીઓની સંખ્યા AAPની સભ્યસંખ્યાની જેમ સતત વધતી રહી, મિત્ર અને સહકાર્યકર હસમુખભાઈના મૃત્યુનો શોક સ્મશાન વૈરાગ્યની સીમાઓથી થોડો વધુ વિકસ્યો અને વ્યાવસાયિક જીવનમાં કાયદાકીય મુશ્કેલીઓ અને તેથી ભરચક તણાવની સ્થિતિ છેલ્લા થોડાક દિવસોમાં રહી હોઈ ઉજવણી કરવાનું કોઈ વિશેષ મન નહોતું, પણ મહુવામાં ઘરનાં બધા સભ્યો ભેગા થયાં અને સાથે પૂજાનું આયોજન કર્યું, ખીર ખાવામાં આવી, ડીવીડીની મદદથી ગુજરાતી નાટક જોવામાં આવ્યું અને એમ કમસેકમ આજનો દિવસ તો કોઈ માનસીક તાણ વગર પસાર થયો એ નસીબ. આજે રાત્રે ફરીથી રાજકોટ ત્યાંથી વહેલી સવારની ફ્લાઈટમાં મુંબઈ… એમ વ્યવસાયિક ભાગદોડ શરૂ…. આ પ્લેન / ટ્રેન / મોબાઈલ જેણે શોધ્યા છે એ મને મળી જાય તો….

IMG_20140119_180308

ગત અઠવાડીયે આ જન્મદિવસના જ બહાના હેઠળ મેં મારી જાતને એક ગિટાર ભેટ આપ્યું, થયું કે પ્રેશરને તાર પર રણઝણવીએ – છે એથી વધુ બેસુરું તો શું વાગશે? ગિટાર અને સાથે પ્રાથમિક જાણકારી આપતું એક પુસ્તક પણ વડોદરાના ફતેહગંજ (સેફ્રોન કોમ્પ્લેક્સ)માં આવેલા મ્યૂઝિક પેલેસમાંથી ખરીદવામાં આવ્યું (ફોટો મૂક્યો છે) અને મહુવા પહોંચાડવામાં આવ્યું. ૧ ફેબ્રુઆરીથી ગિટાર શીખવા મહુવાની મેડ અકેડમી જોઈન કરવામાં આવશે.

 તો લગ્નના આટલા વર્ષો પછી પત્નીએ ગઈકાલે સોલ્જરીને અંતે મને ‘રીંગ’ આપી. સોનું પહેરવાથી મને નફરત રહી છે, પણ આજે એ પહેરી છે.

ટ્વિટર – ફેસબુક પર શુભેચ્છાઓનો ધોધ વહે છે, ફોન અને એસએમએસ પણ એથી જ છલકાય છે અને છતાંય બાળપણમાં શાળામાં રંગીન કપડા પહેરીને જવાની અને ક્લાસમાં ચોકલેટ વહેંચવાની મજા આવતી તેના ૧૦% ઉત્સાહ પણ હવે આવતો નથી… નાનપણનાં ‘હેપ્પી બર્થડે’ માંથી કાળક્રમે ‘હેપ્પી’ અને પછી ‘બર્થ’ નીકળી જાય છે અને અંતે ‘ડે’ જ બચે છે…

શુભકામનાઓ અને આશિર્વાદ બદલ શુભેચ્છકો અને વડીલોનો ખૂબ ખૂબ આભાર. આપની લાગણી તથા પ્રેમને નતમસ્તક..

Advertisements

6 thoughts on “વધુ એક ‘હેપ્પી બર્થડે’…

  1. હા, તમારી વાત સાચી છે આજની આ દોડધામ વાળી જીંદગીમાં જન્મ દિવસ ની શુભેચ્છાઓ તો આ૫ણને સ્નેહીજનો તરફથી મળતી હોય છે ૫ણ સમયની સાથોસાથ જીંદગીમાં આવતા બદલાવથી તેની ખુશાલી માણવા માટે કેટલા લોકો નસીબદાર હોય છે. ?

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s