લાડલી મીડીયા અવૉર્ડ્સ.. અનુભવ

IMG_20131220_193930અક્ષરનાદને ૨૦ ડિસેમ્બરના રોજ દિલ્હીના ચિન્મય મિશન ઑડીટોરીયમ ખાતે લાડલી મીડીયા એન્ડ ઍડવર્ટાઈઝીંગ અવૉર્ડ ફોર જેન્ડર સેન્સિટીવિટી ૨૦૧૨-૧૩ જાહેર કરવામાં આવ્યા. દિલ્હીના લોધી રોડ પર આવેલ ચિન્મય મિશનના ઑડીટોરીયમમાં યોજાયેલા એક ઝાકઝમાળભર્યા સમારંભમાં અનેકવિધ વિભાગમાં પશ્ચિમ અને ઉત્તર વિભાગના લગભગ ૧૭૦૦થી વધુ નોમિનેશન્સમાંથી અને અનેકવિધ કેટેગરીના ૮૦ વિજેતાઓ સાથે અક્ષરનાદને આ પુરસ્કાર મળ્યો. આ માટે દિલ્હી ગયો હતો ત્યારે ગુજરાતના અનેક મિત્રોને મળવાનો અવસર મળ્યો, ગુજરાત સમાચારના લોકપ્રિય કૉલમિસ્ટ અને જેમના લખાણો માણવા મને ખૂબ ગમે છે તેવા શ્રી લલિતભાઈ ખંભાયતાને મળવાનો અવસર લાડલી અવૉર્ડના આયોજન દરમ્યાન મળ્યો. ખૂબ સરળ વ્યક્તિત્વ અને એવો જ સ્વભાવ ધરાવતા લલિતભાઈને મળીને ખૂબ જ આનંદ થયો, કચ્છમિત્રના ન્યૂઝ એડીટર નવીનભાઈ જોશી (જેઓ હોટલમાં મારા રૂમ પાર્ટનર હતા) ને મળીને અને અનેક વાતો કરીને ખૂબ આનંદ થયો., લાડલી અવૉર્ડ ગુજરાતના કોઓર્ડિનેટર હરિતાબેન તલાટી, દિલ્હીના કો ઓર્ડિનેટર માધવી શ્રી ને મળીને અને તેમનો ઉત્સાહ જોઈને પણ આનંદ થયો.

IMG_20131220_194047

With Lalitbhai Khambhayta at Laadli media awards 2012-13

અવૉર્ડ સમારંભ પહેલાની અને એ દરમ્યાનની સુવિધાઓ સરસ હતી, જો કે સમયના પાલનમાં થોડીક ઢીલાશ હતી પરંતુ આવા વિશાળ આયોજનમાં એ કદાચ ક્ષમ્ય ગણી શકાય. રહેવા માટે અમને અપાયેલ હોટલ સરસ હતી, લંચ દરમ્યાન બધા મિત્રોને મળવાની પણ મજા આવી. પત્રકાર મિત્રોના અનુભવો અને તેમના પોતાના મીડીયા પ્રત્યેના વિચારો અને દ્રષ્ટિકોણને જાણવાની મજા પડી. લંચ પણ સરસ હતું અને ત્યાર બાદ થોડાક મોડા ચિન્મય મિશનના ઑડીટોરીયમમાં પહોંચ્યા. સાહિત્યસેતુ ઈ-સામયિકના મિત્રો અવૉર્ડના નિયત સમયે સૌથી પહેલા ત્યાં પહોંચ્યા ત્યારે ત્યાં કોઈકની શોકસભા ચાલતી હતી અને તેઓ ભૂલથી તેમાં પહોંચી ગયેલા.

અવૉર્ડ સમારંભ પહેલાની પ્રેસ કોન્ફરન્સ સરસ રહી, મુખ્ય મહેમાન એવા ભારતમાં અમેરિકાના રાજદૂત નૅન્સી જો પોવેલને, અમેરિકામાં ભારતીય રાજદ્વારી દેવયાની ખોબ્રાગડેની ધરપકડ તથા ત્યારબાદના ઘટનાક્રમને પગલે ન આવવા જણાવાયું હતું. સમારંભમાં લોકસભા ટી.વીના સી.ઈ.ઓ રાજીવ મિશ્રા, પોપ્યુલેશન ફર્સ્ટના ડાયરેક્ટર ડૉ. એ. એલ. શારદા, યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડના પ્રતિનિધિ ફ્રેડરિકા મેઈઝર, પ્લાનિંગ કમિશનના સેક્રેટરી સિંધુશ્રી ખુલ્લર જેવા મહાનુભાવો પણ હાજર હતાં. શ્રી કસ્તુરી પટ્ટનાયક અને તેમ વિદ્યાર્થીનીઓ દ્વારા નૃત્યનો કાર્યક્રમ પણ અદ્રુત હતો.

અક્ષરનાદ ઉપરાંત ગુજરાતમાંથી જીતાયેલ નોંધપાત્ર પુરસ્કારોમાં

આ પુરસ્કાર આપવામાં આવ્યા.

અહીં અપાયેલ અનેક પુરસ્કારોમાં મને સ્પર્શી ગયેલ કેટલાક કાર્યોમાં

જમ્મુ કાશ્મિરથી સાના અલ્તાફના સ્ત્રીહિંસા વિશેના લેખ સ્પર્શી ગયા.

સીએનએન આઈબીએનના આકાંક્ષા પ્રદીપના બળાત્કાર પામેલ સ્ત્રીઓની તપાસની બે આંગળીઓની ક્રૂર તપાસ રીત વિશેનું કથાનક કંપાવી ગયું જેમાં ૨૬ વર્ષની એક બળાત્કાર થયો છે એવી છોકરીની વાત પ્રસ્તુત કરી છે.

આઈબીએન ૭ના નીતુ રાણાની સરોગેટ માતા વિશેની વિગતે વાત હ્રદયસ્પર્શી રહી.

આવતા વર્ષે પણ અક્ષરનાદ આ પુરસ્કાર મેળવે એ બહાને જેન્ડર સેન્સીટીવિટી વિષયક લેખોને પ્રાધન્ય આપવાનો નિર્ધાર કર્યો છે. પ્રસ્તુત છે બધા જ વિજેતાઓનો સંયુક્ત ફોટો…

IMG_20131220_192404

અવૉર્ડ અપાયા બાદ પોપ્યુલેશન ફર્સ્ટના  દિલ્હીના કો ઓર્ડિનેટર માધવી શ્રીએ વિજેતાઓના પ્રતિભાવો જાણ્યા હતા.

LAADLI MEDIA AWARD NEW DELHI (20-12-2013) (47)

મારો લલિતભાઈ ખંભાયતા તથા નવીનભાઈ જોશી સાથે યાદગાર ફોટો..

LAADLI MEDIA AWARD NEW DELHI (20-12-2013) (37)

Advertisements

5 thoughts on “લાડલી મીડીયા અવૉર્ડ્સ.. અનુભવ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s