કેમેરાની ખરીદી… –

મારો સૌપ્રથમ ખરીદેલ કેમેરો હતો Sony Cybershot DSC S730 જે સાઈટ પર ફોટોગ્રાફી માટે વાપરેલા  Sony Cybershot DSC S600 ના એક વર્ષથી વધુ ઉપયોગ બાદ ખરીદ્યો હતો. સાઈટ પર સોનીના કેમેરાએ દરેક સંજોગોમાં સરસ ફોટોગ્રાફ્સ આપ્યા, કોંક્રીટ, પાણી, સિમેંટ વચ્ચે, દિવસે હોય કે રાત્રે – દરેક સંજોગોમાં તેની ફોટોગ્રાફી સચોટ હતી. અને તેને જોઈને ખરીદવામાં આવેલા મારા પર્સનલ કેમેરાએ પણ સરસ રીઝલ્ટ્સ આપ્યા. લગભગ ત્રણથી વધુ વર્ષ સુધી સતત સેવા આપ્યા બાદ હવે તેના પર્ફોર્મન્સમાં વાંધો આવવા લાગ્યો છે અને એટલે નવો કેમેરો જોવાનું શરૂ કર્યું છે. ૨૦ ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી અમારી ફેમિલી આઉટીંગ પહેલા કેમેરો ખરીદવાનું મન છે…

આ માટે મારો સૌપ્રથમ અને વિશ્વાસપાત્ર રીસોર્સ છે

http://www.dpreview.com/

કેમેરા અને ફોટોગ્રાફી માટે આ એક અદ્ભુત ખજાનો છે, અનેક અધધધ કેમેરા વિશે વિગતવાર અને ઉંડાણપૂર્વકનો અભ્યાસ તથા માહિતી અહીં ઉપલબ્ધ છે. કેમેરાઓની સરખામણી અહીં કરી શકાય છે. જો કે આ વખતે કયો કેમેરો ખરીદવો એ વિશે હજુ પણ હું મૂંઝવણમાં છું… સૂચનોનું સ્વાગત છે…

હવે બે ચાર દિવસોમાં નિર્ણય લઈ ફ્લિપકાર્ટ અથવા જંગલી પરથી આ ખરીદી કરવામાં આવશે કારણકે મહુવા કે આસપાસના શહેરોમાં પણ આ ખરીદી માટેની કોઈપણ વ્યવસ્થા ઉપલબ્ધ નથી…

Advertisements

3 thoughts on “કેમેરાની ખરીદી… –

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s