સફળતા, પ્રતિષ્ઠા, પુરસ્કાર…. મારા વ્યાવસાયિક જીવનનો સીમાસ્તંભ…

Received Motivated Employee award and praise from Group Chairman Shri. Nikhilbhai Gandhi.

પીપાવાવ ડિફેન્સ એન્ડ ઑફશોર એન્જીનીયરીંગ કંપની લિ. ના ગૄપ ચેરમેન શ્રી નિખિલભાઈ ગાંધીના હસ્તે ગત ૧૪મી ઓગસ્ટે “મોટીવેટેડ એમ્પ્લોઈ” માટેનો એવોર્ડ મને આપવામાં આવ્યો. મારા વ્યાવસાયિક જીવનની આ એક મોટી ઉપલબ્ધિ કહી શકાય કારણ કે જે કામ માટે મને આ પુરસ્કાર અપાયો તે મારા મૂળ ડોમેઈન ઉપરાંત મને વધારામાં અપાયું હતું. સિવિલ એન્જીનીયરીંગને લગતા, જીઓટેકનીકલ એન્જીનીયરીંગને લગતા કામ ઉપરાંત ડ્રેજીંગની સમગ્ર વ્યવસ્થા સંભાળવાનું કામ મને ગત વર્ષે અપાયું હતું.

કંપનીના એક્ઝેક્યુટીવ વાઈસ ચેરમેન શ્રી ભાવેશભાઈ ગાંધી અને ચીફ ઓપરેટીંગ ઓફીસર – પ્રોડક્શન શ્રી દેબાશીશ બીર સાહેબના મારા કામ પરના વિશ્વાસને લીધે આ પ્રોજેક્ટ મને અપાયો ત્યારે તે અવ્યવસ્થા અને નુકસાનનું ઘર હતું, એમાંથી તેને એક ફાયદાકારક અને સફળ પ્રોજેક્ટ બનાવવામાં ઘણી મહેનત લાગી. અને આખરે કંપની દ્વારા આ કાર્યને લીધે મને જાહેરમાં, આખી કંપનીના સમગ્ર ૨૫૦૦-૨૮૦૦ના સ્ટાફ તથા ડાયરેક્ટર્સ વગેરેની હાજરીમાં સર્ટિફિકેટ આપવામાં આવ્યું. અમારા વાઈસપ્રેસિડન્ટ શ્રી નારણ વાજા સાહેબે આ પુરસ્કાર મને મળવા બાબત તે દિવસે સવારે જ જણાવ્યું, મારું નામ સૂચવવા બદલ અને આવું કામ સંભાળવા માટે જરૂરી આઝાદી આપવા બદલ તેમનો પણ ખૂબ ખૂબ આભાર.

For completing more then five years as a Loyal employee

For completing more then five years as a Loyal employee

આ જ કાર્યક્રમમાં લોયલ એમ્પ્લોઈ તરીકેનો લોંગ સર્વિસ એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. પીપાવાવ શિપયાર્ડ સાથે તેના શરૂઆતના દિવસોથી, ઓગસ્ટ ૨૦૦૭થી હું સંકળાયેલો છું અને કંપનીએ તેના ઘણાં મહત્વના કાર્યોમાં મને જવાબદારી આપી છે એ બાબતનો મને ગર્વ છે. આ પ્રસંગે કંપનીમાં પાંચ વર્ષ પૂર્ણ કરનાર સૌને પુરસ્કાર અપાયા હતાં.

Gujarati Play "Das Crore no vimo"

આ પ્રસંગે અમે ભજવેલ નાટક “દસ કરોડનો વીમો” માંનું એક દ્રશ્ય. નાટકની સ્ક્રિપ્ટ અહિં ક્લિક કરીને વાંચી શકાય છે તથા નાટક ભજવણી વિશેની મારી વાત અહીં ક્લિક કરીને વાંચી શકાશે. અન્ય ફોટોગ્રાફ્સ નીચે મૂક્યા છે.

Gujarati Play "Das Crore no vimo"

Gujarati Play "Das Crore no vimo"

Gujarati Play "Das Crore no vimo"

me as Jasoos Vikram Rathod

Gujarati Play "Das Crore no vimo"

નાટક લખવા, ભજવવા અને આયોજન બદલ શ્રી દેબાશીશ બીર સાહેબ દ્વારા ભેટ અપાઈ હતી તેની તસવીર…

Receiving memento From COOP Shri. Debashis Bir Sir.

Receiving memento From COOP Shri. Debashis Bir Sir.

દરેક વ્યાવસાયિનું એક સ્વપ્ન હોય છે કે તેના કામને યોગ્ય સન્માન મળે, નામ મળે…. આ પ્રસંગે અને તેની આસપાસના દિવસોએ શાળાના એ દિવસોની યાદ અપાવી દીધી જ્યારે આખા વર્ષનો થાક એક રિઝલ્ટ ઉતારી દેતું, પહેલો, બીજો કે ત્રીજો નંબર મેળવીને જે આનંદ થતો એ જ આનંદ વર્ષો પછી ફરી માણવા મળ્યો. આ માટે ઘણાંનો આભાર માનવો જોઈએ, વ્યાવસાયિક જીવન અનેક મુશ્કેલીઓ, રાજરમત અને ટાંટીયાખેંચથી ભરેલું હોય છે, પણ તેમાંથી બચીને કામ કરી શકવાની ક્ષમતા આપી, સહાયતા કરી અને સાથ આપ્યો એ સર્વેનો આભાર.

ફોટોગ્રાફ્સ બદલ કંપની મેનેજમેન્ટ, વિપુલભાઈ લહેરી તથા મુકેશભાઈ પ્રજાપતિનો આભાર.

Advertisements

8 thoughts on “સફળતા, પ્રતિષ્ઠા, પુરસ્કાર…. મારા વ્યાવસાયિક જીવનનો સીમાસ્તંભ…

  1. Dear Jigneshbhai,

    Congrats. You are lucky that you have joined a Corporate Company and you have been rewarded with great honor. In Government services, efficiency always suffers. We are more pleased with your contribution in Drama activity also. If you were a cricketer, you would have been an all rounder player.

    Like

  2. how do you handle so many things along with family life…?..keep it up man. Definately would like to meet you when I come to india. Other way around who knows ..may be we will meet each other in USA.

    Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s