નેટવિશ્વના કેટલાક નોંધપાત્ર સમાચારો…

આજે પ્રસ્તુત છે નેટજગતની કેટલીક નોંધપાત્ર ઘટનાઓ – બાબતો વિશે ટૂંકમાં.

૧. ભારતના પ્રસિદ્ધ ટેક બ્લોગર અમિત અગ્રવાલના ડિજીટલ ઈન્સ્પિરેશન દ્વારા ‘હંડ્રેડ ઝીરોસ’ (http://in.hundredzeros.com/) નામની એક વેબસાઈટ બનાવાઈ છે જેની મદદથી અમેઝોન.કોમ પરથી કિન્ડલ માટેની નિઃશુલ્ક ડાઊનલોડ કરી શકાય તેવી લગભગ સાડા ત્રણસો ઈ-પુસ્તકોની યાદી મળી રહે છે. તો ગૂગલ – ભારતના એન્ડ્રોઈડ પ્લે સ્ટોર પરથી પણ ચાલીસથી વધુ પ્રસિદ્ધ ઈ-પુસ્તકો નિઃશુલ્ક ડાઊનલોડ માટે ઉપલબ્ધ કરાવાયા છે.

૨. અમેઝોન દ્વારા વેબસાઈટધારકો માટેનો અફિલિયેટ કાર્યક્રમ ભારતમાં શરૂ કરવામાં આવ્યો છે. કોઈ વેબસાઈટ પરની જાહેરાત દ્વારા ગમી ગયેલ પુસ્તક માટે જે-તે વેબસાઈટમાં મૂકેલ કડી પર ક્લિક કરીને અમેઝોન સ્ટોર પરથી ખરીદી થાય તો વેબસાઈટધારકને ૧૦% મૂલ્ય મળી રહે એવી વ્યવસ્થા અહીં છે. અત્યારે ફક્ત પુસ્તકો પૂરતી સીમીત આ સુવિધા મોબાઈલ ફોન, કેમેરા અને અન્ય વસ્તુઓ માટે પણ વધારવામાં આવશે.

૩. પ્રસિદ્ધ ફોટો શૅરીંગ સાઈટ ઈન્સ્ટાગ્રામ દ્વારા ફોટોગ્રાફ્સની જેમ જ વિડીયો વહેચી શકવાની સુવિધા ઉમેરાઈ છે. પદર સેકંડ જેટલા સમય માટે રેકોર્ડ કરી શકાય તેવો વિડીયો રેકોર્ડીંગ પછી ૧૩ ફિલ્ટર દ્વારા વધુ સુંદર તથા રચનાત્મક બનાવી શકાય છે, વળી અહીં વિડીયો ફક્ત ઈન્સ્ટાગ્રામની ઍપ વડે જ લીધા હોય એ જરૂરી નથી, તમારા ફોનની મેમરીમાં રહેલા વિડીયો પણ તમે અહિં શૅર કરી શકો છો. ઈન્સ્ટાગ્રામની આ બધી સુવિધાઓ iOS માટે અને Android 4.0 કે ત્યાર પછીના કોઈ પણ વર્ઝન માટે ઉપલબ્ધ છે.

૪. અમેરીકાની એક કોર્ટે એવો નિર્ણય આપ્યો છે કે ૨૦૦૮થી અમલમાં મૂકાયેલ ઈન્ટરનેટનું મુદ્રા ચલણ બિટકોઈન પણ અમેરીકન ડોલર કે સોનાની જેમ નિયંત્રિત હોવું જોઈએ જે બિટકોઈનના મૂળભૂત સિદ્ધાંત પર જ ઘા માનવામાં આવી રહ્યો છે. કોર્ટનું કહેવું છે કે બિટકોઈન વિશ્વના અન્ય ચલણો જેમ કે ડોલર, પાઊન્ડ કે યેન દ્વારા બદલી શકાતું હોવાથી તે નિયંત્રણમાં જ હોવું જોઈએ જ્યારે બિટકોઈનનો વિચાર જ ઓપનસોર્સ ક્રિપ્ટોગ્રાફીક પ્રોટોકોલ દ્વારા નિયંત્રણ વગરના સ્વતંત્ર અને કોમ્પ્યુટર અથવા સ્માર્ટફોન દ્વારા વાપરી શકાય તેવા ચલણ તરીકે થઈ હતી. કોર્ટના ઉપરોક્ત નિર્ણય બાદ હવે જ્યાં તેને એક ચલણ તરીકે માન્યતા મળી છે ત્યાં બીજી તરફ તેના અસ્તિત્વ પર જ પ્રશ્નાર્થ સર્જાયો છે.

૫. વધી રહેલ પ્રતિસ્પર્ધીઓ જેવા કે વીચેટ અને લાઈન વગેરેને ખાળવા સ્માર્ટફોન માટેની પ્રચલિત સંદેશાવ્યવહાર પ્રણાલી વોટ્સએપ દ્વારા હવે તેમની સુવિધાઓમાં વોઈસ મેસેજ મોકલવાની સુવિધા ઉમેરવામાં આવી છે. આ સુવિધા વીચેટની વોઈસ મેસેજ મોકલવાની પ્રચલિત સુવિધા, જેના લીધે તેની પ્રસિદ્ધિ ખૂબ વધી છે, તેના જવાબ તરીકે જોવાઈ રહી છે.

૬. અમેરીકન પેટન્ટ અને ટ્રેડમાર્ક ઓફિસ દ્વારા પ્રસિદ્ધ એક એપ્લિકેશન વડે જાણવા મળ્યા મુજબ સેમસંગ હવે ઘડીયાળ સ્વરૂપે કાંડા પર પહેરી શકાય તેવી અને સ્માર્ટફોન ટેકનોલોજીને અનુસરતી સેમસંગ ગેલેક્સી ગિયર લાવવાની તૈયારીમાં છે. આ ગિયરના વર્ણનમાં લખાયું છે તે મુજબ કાંડા પર ઘડીયાળ, બેજ અથવા કડા ની જેમ પહેરી શકાય તેવી, ઈલેક્ટ્રોનીક ડિજીટલ એવી આ વસ્તુ દ્વારા ઈન્ટરનેટ એક્સેસ શક્ય બનશે ઉપરાંત તેના દ્વારા ફોન, ઈમેલ અને સંદેશાઓ પણ મેળવી-મોકલી શકાશે. ઉપરાંત કોમ્પ્યુટર, લેપટોપ અને ટેબલેટ સાથે કમ્પેટીબલ આ ગિયર ડેટા સંગ્રહ અને ટ્રાન્સફર પણ શક્યતઃ કરી શક્શે.

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s