એક નાટક જે ભજવાયું નહીં…

ખૂબ ઉત્સાહ અને ધગશથી તૈયાર કરેલ હાસ્યપ્રધાન નાટક “દસ કરોડનો વીમો..” અમારી કંપનીમાં સ્વતંત્રતા દિવસની પૂર્વસંધ્યાએ યોજાનાર સાંસ્કૄતિક કાર્યક્રમમાં ભજવવાનું હતું. એ માટેની બધી જ તૈયારીઓ કરી હતી. મિત્ર હાર્દિકભાઈ યાજ્ઞિકે મોકલેલી ત્રણ સ્ક્રિપ્ટમાંથી એક પસંદ કરીને તેમાં જરૂરી ફેરફાર કર્યા, મારી સાથે પીપાવાવની મારી કંપનીમાંથી સહકર્મચારીઓ

રીપલ મકવાણા
ભાવેશ જોબનપુત્રા
મેહુલ પંડ્યા
પિનાકીન ભટ્ટ
ભાગ્યશ્રી જોશી તથા
જયેન્દ્રસિંહ જાડેજા

આ નાટકમાં વિવિધ પાત્રો ભજવવાનાં હતાં જેના માટે અમે સાત દિવસ, નોકરીના સમય દરમ્યાન રિહર્સલના મળેલા સમય ઉપરાત નોકરીના સમય સિવાય (હા, શનિવાર અને રવિવારે પણ નોકરીએ આવીને) રિહર્સલ કર્યા, એકબીજાની ખામીઓ શોધીને તેને દૂર કરવાનો પ્રયત્ન કર્યો… સ્ક્રિપ્ટને પણ મઠારી.

આખરે એ દિવસ આવ્યો જ્યારે આ નાટક ભજવવાનું હતું, અમારા પ્રયત્નને જોઈને – તેની સફળતા વિશે નિશ્ચિંત સીનીયર્સને લીધે એ નાટક અમારા ગૃપ ચેરમેન શ્રી નિખિલભાઈ ગાંધી અને એક્ઝેક્યુટીવ વાઈસ ચેરમેન શ્રી ભાવેશભાઈ ગાંધી સહિતના અન્ય બોર્ડ ડિરેક્ટર્સની સમક્ષ ભજવાય એવી રીતે શેડ્યુલ કરાયું, પણ…

અમે સ્ટેજ ગોઠવીને મંચન શરૂ કર્યું, ને તરત જ મારી સાથે અનેક મિત્રોને ખ્યાલ આવ્યો કે માઈક અને ઑડીયો સિસ્ટમ તથા તેની ક્વોલિટી અને રિસેપ્શન તદ્દન ભંગાર હતી, એટલી ખરાબ કે એક પાત્રના શ્વાસોનો અવાજ પણ સંભળાય અને એકનો બૂમો પાડે તો પણ જરાય અવાજ ન આવે, મારી વાત કરું તો મારું માઈક મન ફાવે એ જ શબ્દો પ્રસારીત કરતું. અમારા ગૄપ ચેરમેન સાહેબ અને એક્ઝેક્યુટીવ વાઈસ ચેરમેન સાહેબ તથા કંપનીના અન્ય ડાયરેક્ટર્સ આ નાટક ખૂબ ધ્યાનથી જોઈ રહેલા… પરંતુ આવી ટેકનીકલ ખામીઓને લીધે મેં પ્રથમ દ્રશ્ય પછી ભારે હૈયે તેને ન ભજવવાનો નિર્ણય કર્યો.

આખી ઘટના પરથી હું શું શીખ્યો? –

 • અઢી-ત્રણ હજારનું (કે તેથી ઓછુ પણ) ઓડીયન્સ હોય ત્યારે અવાજની ક્વોલિટી અને થ્રો ખૂબ ચોક્કસ જોઈએ.
 • માઈક સિસ્ટમ અને તેની ક્ષમતા નાટક પહેલા ચકાસી લેવી જોઈએ (જો કે અમને એક માઈક ચેક કરવા અપાયું, એ પણ દોઢ વાગ્યે જ્યારે કાર્યક્ર્મ બે વાગ્યાનો હતો.)
 • સિસ્ટમ ઓપરેટ કરનાર ઓછામા ઓછુ તેનું પ્રાથમિક જ્ઞાન તો ધરાવતો હોવો જ જોઈએ (ડાયરામા કે મ્યુઝીકલ નાઈટમા જે સિસ્ટમ ચાલે તે નાટકમા ચલાવવાવાળાઓને દંડવત..)
 • આપણી કૃતિ અને મહેનત એળે જાય એના કરતા સુવિધાઓને અભાવે એ ન ભજવાય એમાં જ એનું ગૌરવ છે (એટલે જ મેં નાટક પડતું મૂકવાનો નિર્ણય કર્યો.)

અમે ભજવવાના હતા તે નાટકની આખી સ્ક્રિપ્ટ અક્ષરનાદ પર મૂકી છે…

હવે એક સ્પષ્ટતા – આ પોસ્ટ દ્વારા કોઈને પણ ખરાબ લગાડવાનો કે નીચાજોણું કરાવવાનો હેતુ નથી, આ નોંધવાયોગ્ય ઘટનાઓને બ્લોગ પર સ્થાન આપવાના શિરસ્તારૂપ પોસ્ટ માત્ર જ છે અને મારા ઉપરોક્ત તારણો મારા અંગત છે. શક્ય છે કે કોઈ તેની સાથે સમત ન પણ હોય…

Advertisements

8 thoughts on “એક નાટક જે ભજવાયું નહીં…

 1. bhaaee jignesh ,
  hu kanti madia saathe 13 varas maate emani dhandhaadhaari naaty- sansthaa ‘ naatyasampadaamaa kaaryarat hato . etale kahi shaku em chhu , ke koi pan nisthaavaan naatyakaar je tame karyu te j karate , kaaranake rangabhumini garimaa jaalavavaano aapano pratham dharma chhe . tamaari e baabatni pratibhadhdhataa biradaavavaa yogya chhe . with best wishes , – ashvin desai , australia

  Like

 2. I understand your pain, once I wrote a small script for local function, and my twin boys did lot of practice for it and we ran in to same problem of lousy P.A system.it was more heart breaking for my kids who were very enthusiastic for the project.
  Anyway, your script was really good.may be you will get chance to play this in future.by the way which character you were playing…?, Google or face book…?

  Like

 3. માઈક અને સાઉન્ડ સર્વિસ જો બરાબર ન હોય તો ૨॥ -૩૦૦૦નું ઓડીયન્સ તો શું, નાની ગલીમાં નવરાત્રીના ગરબાનો કાર્યક્રમ પણ ન કરાય……..તેમાં પણ જો હોલમાં કે મંદિરમાં પણ જો કથા હોય તો, જો, સાઉન્ડ સીસ્ટમ બરાબર ન હોય તો ગમે તેવો જાણીતો કે મોટો કથાકાર પણ શ્રોતાઓને ન સંતોષી શકે…….પણ થાય છે શું કે ઘણીવાર યોજકો પૈસા બચાવવા કે મોટેભાગે અણજાણમાં ભરોસો મુકીને સસ્તી સાઉન્ડ સર્વિસને ઓર્ડર અપાઈ જાય છે…. અને પછી મહાન કલાકારનો પણ હુરિયો બોલાઈ જાય……!!!!!!!

  Like

 4. પિંગબેક: સફળતા, પ્રતિષ્ઠા, પુરસ્કાર…. મારા વ્યાવસાયિક જીવનનો સીમાસ્તંભ… | અધ્યારૂનું જગત

 5. પહેલા તો અભિનંદન , એટલા માટે કે પ્રતિકુળ સંજોગોમાં નાટક ભજવવાનો પ્રયત્ન કર્યો. બીજા અભિનંદન એટલા માટે કે ભજવવાનું માંડી વાળ્યું। ..અમે ભૂતકાળમાં ફાનસના અજવાળે પણ નાટક ભજવ્યું છે અને જોવાવાળા ઓ એ શાંતિથી જોયું। .પણ એ તો આજથી ત્રીસેક વર્ષ પહેલાનો જમાનો હતો.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s