અમે બરફના પંખી… ગુજરાતી નાટક

હાસ્યાસ્પદ નામ ધરાવતા અને હાસ્યને નામે પ્રચલિત જોક્સનો જથ્થો પીરસતા નિતનવા ગુજરાતી નાટકોની વચ્ચે એક સુંદર અને સંવેદનશીલ નાટકની સીડી દેખાઈ, ખરીદવામાં આવી અને જોવામાં આવી… કહેવું જોઈએ કે નાટક જોઈને મજા આવી, સંવેદનશીલ અભિનય, સુંદર માવજત અને નાટક જેવા અનેક મર્યાદાઓ ધરાવતા માધ્યમમાં પણ અમર્યાદ અભિવ્યક્તિ… એટલે ‘અમે બરફનાં પંખી’

Ame Barafna Pankhiડૉક્ટર માતા અને વકીલ પિતાનું સંતાન એવી નાનકડા સુખી મધ્યમવર્ગીય પરિવારની એક દીકરી કે જેણે કદી દુ:ખનો પડછાયો પણ જોયો નથી, પોતાની મસ્તીમાં ગુલતાન યુવાન અને અલ્લડ એવી આ યુવતિ જીવનને ભરપૂર જીવી રહી છે. અને એવામાં જ ખબર પડે છે કે તેને એક જીવલેણ બીમારી છે, અને એ થોડાક જ સમયમાં મૃત્યુ પામવાની છે. જો કે આ ખબર ફક્ત તેની માતાને જ છે. ઈલાજ અશક્ય છે. પોતાની પુત્રીને નહીં બચાવી શકવાની અસમર્થતા, ડર, દુ:ખ અને છતાંય તેને સાચવવાની જવાબદારી નિભાવતી માતાના પાત્રમાં મનીષા કનોજીયાનો સુંદર અભિનય છે તો પુત્રીના પાત્રમાં દિશા વાકાણી (‘તારક મહેતા…’ ફેમ દયાભાભી) નો અનુભવ જાનદાર છે..

શ્રી વસંત કાનેટકર લિખિત અને મિત્ર શ્રી મનોજભાઈ શાહ દિગ્દર્શિત પ્રસ્તુત નાટકમાં ઉપરોક્ત બે અભિનેત્રીઓ ઉપરાંત ધર્મેન્દ્ર ગોહિલ, દર્શન પંડ્યા, સૌમિલ દરૂ, કુકુલ તારમાસ્તર, જિમિત ત્રિવેદી, પરેશ ભટ્ટ વગેરેનો અભિનય પણ નોંધપાત્ર છે. પુત્રીની જીવલેણ બીમારી વિશે ડૉક્ટર પાસેથી જાણ્યા બાદ માતા તેને પોતાના મનમાં જ ભંડારી રાખવાનો ભરપૂર પ્રયત્ન કરે છે, પરંતુ પોતાની પુત્રીની બગડી રહેલી હાલત અને મૃત્યુ તરફ સતત આગળ વધતા તેના જીવનની વિષમતાઓ અને મુશ્કેલીઓ સામે તે ભાંગી પડે છે, ઘરના અન્ય લોકોને એ વિશે ખબર પડે એ પહેલા પુત્રીને પોતાને જ આ વિશે જાણ થઈ જાય છે…. અને જેટલું નાટક સુંદર છે એટલો જ નોખો છે તેનો અંત…

પૃથ્વીમાં ગુજરાતીઓને નાટક ભજવવાનો અવસર જૂજ મળે છે, અને અહીં પ્રયોગો કરવામાં મનોજભાઈ અગ્રગણ્ય અને મહદંશે એકમાત્ર છે.

ગુજરાતી નાટ્યક્ષેત્રમાં મનોજભાઈના પ્રયોગો સદાય વખણાયા અને ઉત્સાહથી જોવાયા છે, હાલમાં જ રજૂ થયેલ ‘હું ચંદ્રકંત બક્ષી’ ના દિગ્દર્શક પણ તેઓ જ છે. મુંબઈમાં મિત્ર વિપુલ ભાર્ગવ અને મનોજભાઈ સાથે ગત વર્ષે ડિનર પર થયેલ લાંબી ચર્ચાઓમાં પણ ખૂબ મજા આવી હતી એ વાત અને મનોજભાઈનો ઉત્સાહ યાદ આવી ગયો… સર્જનાત્મક માનસને લીધે હંમેશા અદ્રુત અવનવી કૃતિઓ આપવા ટેવાયેલા મનોજભાઈની કલ્પનામાં રહેલ ફિલ્મ વિશે પણ તેમણે ત્યારે મન ભરીને વાતો કરી હતી, એ યાદ આવી ગઈ. અને એટલે જ કદાચ ‘અમે બરફના પંખી’ હ્રદયને વધુ સ્પર્શી ગયાં.

One thought on “અમે બરફના પંખી… ગુજરાતી નાટક

  1. ‘અમે બરફનાં પંખી’ ને ઓનલાઈન જોવાની શરૂઆત કર્રી અને થોડુંક જોયા પછી કામ આવી પડતાં તેને પડતું મૂકવું પડ્યું હતું. હવે એ નાટકનો આ પરિચયલેખ વાંચ્યા પછી મન થનગની રહ્યું છે કે સમય ફાળવીને તેને એકી બેઠકે માણવું જ પડશે !

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s