યે જવાની હૈ દીવાની, આશિકી ૨, બોમ્બે ટૉકીઝ અને ફ્યુરીયસ ૬

ચાર ફિલ્મો જોવાઈ – યે જવાની હૈ દીવાની, આશિકી ૨, બોમ્બે ટૉકીઝ અને ફ્યુરીયસ ૬ – એમના વિશે થોડુંક, કાર્તિકભાઈની કોપીરાઈટ સ્ટાઈલમાં…

યે જવાની હૈ દીવાની

ત્રણ પૅપી ગીત, બે ચાર આડા અવળા ડાયલોગ્સ, આઊટડોર લોકેશન્સ અને બે ઈમોશનલ સીન કરોડો રૂપિયા કમાઈ આપે એમાં વિશ્વાસ ન  હોય તો યે જવાની હૈ દીવાની ના કલેક્શન્સ જાણવા… તરન આદર્શને ટ્વિટર પર ફોલો કરતા હશો તો ખ્યાલ હશે કે આ પીટક્લાસથી પણ પીટ ફિલ્મે પાંચથી છ દિવસમાં સો કરોડથી વધુનો ધંધો કર્યો. લોકો કહે છે કે એમાં રણબીરની એક્ટિંગ સારી છે…. પણ આ ફિલ્મમાં એણે ક્યારે એક્ટિંગ કરી છે ? માર્કેટીંગનો કમાલ એટલે આવી ફિલ્મોની કમાણી…

આશિકી ૨

આશિકી જેવી તો નહીં, પરંતુ સાવ અવગણવી પણ ન જોઈએ એવી પ્રેમકથા નિરુપવાનો પ્રયત્ન થોડોક સફળ થોડોક અસફળ લાગ્યો. નશાના રવાડે ચડેલ એક ગાયક, એણે પારખેલી એક મખમલી અવાજ ધરાવતી ગાયિકા, એને અપાતી પ્રથમ તક, એની કારકીર્દીનો ચડતો ગ્રાફ અને સાથે પેલા સફળ ગાયકની કારકિર્દીનો ઉતરતો ગ્રાફ – બંને વચ્ચે પાંગરતો પ્રેમ અને એ દ્વારા થતી અનેક ઘટનાઓ… એકાદ બે સારા ગીતો સાથે માણવી ગમે તેવી આ ફિલ્મ મુંબઈ (ભાયંદર)ના મેક્સિસ મૉલમાં જોવામાં આવી. જોવાની મજા પણ આવી કારણ કે ત્યાં સુધી મોબાઈલ ચોરી થયો નહોતો…

બોમ્બે ટૉકીઝ

ઑફબીટ અને નહીં ચાલેલી આ ફિલ્મ નાની નાની ચાર વાર્તાઓ- ફિલ્મોનું સંકલન છે. યે જવાની હૈ દીવાની ને બદલે બે વખત જોઈ શકાય એવી આ ફિલ્મમાં મને દિબાંકર બેનર્જી અને અનુરાગ કશ્પયની ફિલ્મો ખૂબ ગમી. આમ તો કુલ ત્રણ ફિલ્મની વાર્તાઓ અસામાન્ય છે, દરેકનું તત્વ હ્રદયસ્પર્શી છે. ફક્ત અહીં કરણ જોહર દ્વારા બનાવાયેલ ફિલ્મની વાર્તા ગે સંબંધ આધારીત અને એ જ ચીલાચાલુ લફરાં વાળી હોઈને જરાય ન ગમી, પરંતુ એમાં નાનકડી છોકરીના અવાજમાં ‘અજીબ દાસ્તાં હૈ યે…’ અને ‘લગ જા ગલે કે ફિર યે…’ સાંભળવાનો આનંદ અનેરો છે. સદાશિવ અમરાપુરકરની એક્ટિંગનો નાનકડો ભાગ પણ છાપ છોડી જાય છે. એક વખત જોવા જેવી ફિલ્મ…

ફાસ્ટ એન્ડ ફ્યુરીયસ ૬

વીન ડીઝલ, રોક અને પોલ વોલ્કર અભિનીત આ એક્શન ભરપૂર ફિલ્મ જોવાની મજા પડી, ફરીથી ભેગી થતી આખીય ટોળકી રોક સાથે જોડાઈને નવા મિશનને અંજામ આપે છે.  એક ચિપને ખોટા હાથમાં જતી બચાવવા એ બધાંય મેદાને પડે છે. ઝડપી ગાડીઓ, સ્ટંટ દ્રશ્યો અને ઝડપી વાર્તાપ્રવાહને લીધે ફિલ્મ જોવાની મજા પડી. ઘણા વખતે વડોદરામાં આવેલ રાજશ્રી થિયેટરમાં શાળામિત્ર હીરેન સાથે આ ફિલ્મ જોવામાં આવી અને ઈન્ટરવલમાં સમોસા પણ ખાવા મળ્યા. જો કે રાજશ્રીની ગંદકી અને ગરમી હજુ પણ – પંદર વર્ષ પહેલા હતાં એવા ને અવા જ છે.

ગત મુલાકાતમાં મુંબઈથી ગુજરાતી નાટકોની ડીવીડી ખરીદવામાં આવી છે એટલે આ અઠવાડીયે આઠ નાટકોમાંથી સમય મળ્યે કદાચ બે નાટક જોવા મળશે.

4 thoughts on “યે જવાની હૈ દીવાની, આશિકી ૨, બોમ્બે ટૉકીઝ અને ફ્યુરીયસ ૬

 1. ગુડ રિવ્યુઝ ! યે જવાની હૈ દીવાની પિટ ક્લાસ થી પણ પિટ – સહમત ! આશિકી ટૂ તો આશિકી કરતા ખુબ જ સારી છે , પણ હા , જૂની આશીકીના ગીતો જરૂર આ આશિકી કરતા ચડિયાતા હતા . અને બોમ્બે ટોકીઝ ન ગમ્યું . થોડી ઘણી ગમી એ માત્ર એક વાર્તા , જે તમને બિલકુલ નથી ગમી – કારણ જોહરની 🙂 અને નાટકો કયા કયા લીધા ?

  Like

  • આશિકી ૧ અને ૨ વચ્ચે સરખામણી શક્ય જ નથી. આશિકી ૧ વખતના ગીતોના ગાંડપણ અને લલકારવાની મજા અનોખી જ હતી… મારો અનુભવ છે કે લોકોને ન ગમતી ઑફબીટ ફિલ્મો મને મહદંશે ગમે છે… એટલે બોમ્બે ટૉકીઝ વિશે એવું હોઈ શકે…

   નાટકોમાં લગે રહો ગુજ્જુભાઈ, પપ્પુ પાસ થઈ ગયો, બાબો આવ્યો કુરિયરમાં, બુઢ્ઢાએ મારી સિક્સર, તો કરો શ્રીગણેશ, સંગત રાખો રાણી, તમે આવ્યા ને અમે ફાવ્યા તથા પ્રેમ કરતા પંક્ચર પડ્યું…. જેમાંથી આજે લગે રહો ગુજ્જુભાઈ જોવામાં આવી રહ્યું છે…

   Like

 2. It was 90 degree Fahrenheit in Boston and due to absence of air conditioner, we were forced to go for this movie ‘yeh jawani diwani’ to get rid of heat and spend some time in air conditioned environment. However, due to complete lack of acting and noisy background music -couldn’t even take a nap :(( total waste of time and money!

  Like

 3. “યે જવાની હૈ દીવાની” ગમે તેવું મૂવી હોય પણ, એક વાત છે, હંમણાં ટીવીમાં ચાલતી સીરીયલ “જોધા અકબર”માં જે “અકબર” બને છે તેની હરકતો અસલ રણબીર કપુર જેવીજ છે, ફ્લર્ટી, જે ગમે તે છોકરીને પામવાની, તેને ભોગવવાનો વિચાર, તેને સતાવવાનો વગેરે. લાગે છે કે આ “અકબરે” રણબીર પાસેથી પ્રેરણા લીધી હશે……..અને આજકાલના તો ઠીક, પહેલાની ફીલમોમાં પણ છોકરો ગમે તેવો લબાડ-લફંગો-બદમાશ હોય, અભણ હોય, બળાત્કારી હોય, બીજવર-ત્રીજવર હોય, ફીલમની હીરોઈનને એની એબની ખબર હોય છતાં એનેજ દિલ દઈ બેઠે. “યે જવાની હૈ દીવાની”માં પણ “દીપીકા”નું એવુંજ છેને…….પહેલાં ૬૦-૭૦ પ્રીન્ટો બનતી, હવે તો ૨૦૦૦-૩૦૦૦ ડીજીટલ બને અને એક સાથે ઘણા સીનેમા ઘરોમાં બતાવે અને એકાદ-બે અઠવાડિયાં ચાલે એટલે પૈસા મળી જાય…..

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s