મુંબઈની મુલાકાત – અનેક ખાટીમીઠી ઘટનાઓ…

મુંબઈની ગત મહીનાની (મે ૨૦૧૩) મુલાકાત અનેક રીતે ખાટી મીઠી રહી… કેટલીક મહત્વની ઘટનાઓ..

પરિવાર સાથે થાણે પાસે આવેલા સૂરજ વોટરપાર્કમાં ખૂબ ધમાલ કરવામાં આવી, ક્વચિતને અને હાર્દીને તો મજા પડી જ પડી, અમને બંનેને અને સાથે આવેલા મિત્ર કનુભાઈ તથા તેમના પરિવારને પણ ખૂબ જ મજા આવી. સૂરજ વોટરપાર્ક સુઆયોજીત, વ્યવસ્થિત, સુઘડ અને સુવિધાજનક પાર્ક છે જ્યાંની લગભગ બધી જ રાઈડ્સનો લાભ લેવામાં આવ્યો (ફક્ત એક વર્ટીકલ ફૉલ વાળી રાઈડ સિવાય). અહીં વેવપુલ, અવનવી સ્લાઈડ્સ વગેરેની સાથે સાથે અંતે ચોખ્ખા પાણીથી સમૂહસ્નાનની સગવડ આપતી ‘ગંગાવતરણ’ નામની વ્યવસ્થા ખૂબ સુંદર છે. અંદર મળતું ભોજન પણ સરસ હતું અને ભાવ પણ આવી જગ્યાએ વ્યાજબી કહી શકાય એવા જ હતા.

પ્રતિભા અને બાળકો સાથે શ્રી સિદ્ધિવિનાયક ગણપતિના મંદિરે દર્શન કરવામાં આવ્યા, ત્યાંથી ગેટવે ઑફ ઈન્ડીયા અને જુહૂ બીચ, ઈસ્કોન મંદિર વગેરે સ્થળોની મુલાકાત લેવામાં આવી…

ભાયંદર સ્ટેશને લોકલ ટ્રેનની ટિકિટ લેતી વખતે કોઈક ‘કલાકાર’ મારા શર્ટના ઉપલા ખિસ્સામાંથી નવેનવો ‘સેમસંગ ગેલેક્સી એસ. ૪’ ઉપાડી ગયો. ફક્ત પાંચેક સેકન્ડના ગાળામાં બની ગયેલી આ ઘટનાએ અનેક કાર્યક્રમો ખોરવી નાંખ્યા અને સાથે સાથે અનેક લોકોને મળવાનો બનાવેલો કાર્યક્રમ ખરાબ મૂડને લીધે રદ્દ કર્યો. ભાયંદર પોલીસ કહે, તમે રેલ્વે પોલીસને કમ્પ્લેઈન કરો, જેના માટે વસઈ જવું પડ્યું. ત્યાં ગયો તો રેલ્વે પોલીસ કહે ટીકીટબારી સિટી પોલીસની હદમાં છે એટલે ત્યાં ફરીયાદ લખાવો… ફુટબોલ મેચને અંતે રેલ્વે પોલીસે ફરીયાદ લીધી અને રીસીવ કરીને કૉપી આપી. જો કે મારા જેવા બીજા છ લોકો ત્યાં એક કલાકના ગાળામાં આવા જ મોંઘા ભાવના મોબાઈલ ગુમાવીને આવેલા, એ પાછા મળવાની આશા…. રાખવી જોઈએ ખરી ?

સ્ટાર પ્લસની રાત્રે દસ વાગ્યે પ્રસારીત થતી પ્રચલિત સીરીયલ ‘પ્યાર કા દર્દ હૈ…’ માં મિત્ર મેહુલભાઈ બૂચ મામાજીના પાત્રમાં છે. તેમનો સંપર્ક કર્યો તો તેમણે ગોરેગાંવ ફિલ્મસીટીમાં આવેલા રાજશ્રી પ્રોડક્શન્સના સેટ પર બોલાવ્યો. સતત બે દિવસ શૂટીંગની સાથે સાથે મળતા બ્રેકમાં અમે મન ભરીને વાતો કરી. અક્ષરનાદ માટે કેટલીક વિશેષ યોજનાઓ વિશે વિચાર કરવામાં આવ્યા, ડૉક્યુમેન્ટરી માટે પણ મદદ કરવાની તેમણે ખાત્રી આપી અને સાથે સાથે જૂનીયર મહેમુદ સાહેબ અને મુકેશ ખન્નાને પણ મળવાનો અવસર મળ્યો. એ જ સેટની સામે સરસ્વતીચંદ્રનું પણ શૂટિંગ ચાલી રહ્યું હતું, એ સેટ પણ જોવામાં આવ્યો, ચાર કરોડથી વધારે ખર્ચે બનેલ સંજય લીલા ભણસાળીનો એ ભવ્ય સેટ સાચે જ મનોહર છે, જો કે સીરીયલ જોઈએ એવી ચાલી નહીં એ અલગ વાત છે…

હવે ફરીથી મહુવા અને અંતે પીપાવાવ પહોંચી ગયો છું, સાત દિવસનો એ રઝળપાટ મોબાઈલ ખોવાઈ જવાને લીધે ઘણો ખટક્યો…

Advertisements

18 thoughts on “મુંબઈની મુલાકાત – અનેક ખાટીમીઠી ઘટનાઓ…

  • નિરવભાઈ,

   જ્યારે ફોન ગયો ત્યારે ખૂબ ખરાબ લાગેલું, મોટી રકમનો ફોન અને સાથે સાથે છેલ્લા બે વર્ષથી જેમાં અધધધ ડેટા સંઘર્યો હતો એ મેમરીકાર્ડ… બધુંય ગયું… ક્વચિતના છેલ્લા બે વર્ષના ફોટોગ્રાફ્સ – વિડીયો ગયા… પણ મારી પાસે પંદર દિવસ રહીને એ ફોન ઘણું શીખવતો ગયો… રેગ્યુલર ફોનનું બેકઅપ, પૂરતી સિક્યોરીટી વ્યવસ્થા રાખવી, ચેતતા રહેવુ અને સૌથી મહત્વનું, આટલો મોંઘો ફોન ન લેવો…. આ વખતની શ્રેષ્ઠ યાદ છે વૉટરપાર્કની જ્યાં છોકરાઓને વેકેશન વસૂલ થતું લાગ્યું એટલે એ પહેલા લખ્યું, આપણા નફા નુકસાન તો પછી જ આવે ને ? 🙂

   Like

 1. બહુ ખરાબ અનુભવ થયો, બાકી

  તમે “કલાકાર” લખ્યું છે તે બરાબર છે…. તમે મુંબઈમાં ગીર્દીના સમયમાં અંધેરીથી બોરીવલી સુધીમાં ટ્રેનમાં, કે અમુક રૂટની બસમાં ગમે ત્યારે, ગમે તે ટાઈમે મુસાફરી કરો, કોઈને કોઈ “કલાકાર” કંડકટરની નજર સામે તમારું ખીસું હળવું કરી નાંખશે. આખા દિવસમાં, કોઈ પણ રસ્તે, ગમે તે સમયે ઓછી અવરજવરવાળા રસ્તામાં સ્ત્રીના ગળામાંથી ચેન પણ અચુક ચોરાઈ જાય……!!!! અને જો કોઈ મીનીસ્ટરનો એ લતાના પોલીસ ઉપર ફોન જાય તો કલાકમાં ગયેલું પાછું પણ મળી જાય…….!!!!(આ અરસપરસની ભાગીદારી તમે સમજી ગયા હશો).

  અને આજની તારીખમાં મુંબઈની સવા કરોડની વસ્તીમાં અર્ધા ઉપરાંતને,(મારા અને મારા કુટુંબ સહિત), ઈવન પોલીસો સહિત(જેઓ કદાચ રિપોર્ટ નહીં લખાવતાં હોય) કદી ને ક્દી એકથી વધારે વખત આવો અનુભવ થયોજ હશે.

  Like

  • સિસ્ટમ જ ખોટકાયેલી હોય ત્યાં કોને ફરીયાદ કરવી? મારા એક મિત્રના સ્ટોરમાં અમેરીકામાં વર્ષો પહેલા કેટલાક ગુંડાતત્વોએ બંધૂકની અણીએ લૂંટ કરી હતી, પોલીસે ચોવીસ કલાકમાં તેમને શોધીને સળીયા પાછળ ધકેલ્યા અને ઈન્સ્યુરન્સને લીધે દિવસોમાં જ બધું બરાબર થઈ ગયું… ચોરી થયાના થોડાક જ કલાકમા ચોરને શોધી કાઢ્યા.. આપણી પોલીસ માટે તો આ જરાય અશક્ય નથી જ, પણ એ નથી થતું એ પણ હકીકત છે.

   જો કે મજાકમાં એવું કહેવાય છે કે આપણી પોલીસને ચોરી થતા પહેલા જ એ વિશે ખબર હોય છે… એક જ ઉપાય છે, ચેતતા રહેવું…

   Like

 2. .. એટલે જ હું મુંબઇમાં ટ્રેનમાં મુસાફરી કરતો નથી. ઓકે. મજાક કરું છું 🙂 ચોરને ચાર આંખ હોય એટલે ગમે તેટલું ધ્યાન રાખો, જો કંઇ જવાનું હોય તો એ જવાનું જ છે (મારા ભાઇની છત્રીઓ સતત ચાર દિવસ સુધી ચોરાઇ ગઇ હતી, હા! સળંગ ચાર દિવસ સુધી ચાર છત્રીઓ ;)).

  Like

  • મારે લોકલ ટ્રેન સિવાય કોઈ ઉપાય નથી હોતો કારણ કે પ્રતિભાનું ઘર ભાયંદર છે અને મારી ઑફીસ ફોર્ટ પાસે, ટેક્સી ખિસ્સાને ખૂબ મોંઘી પડે અને સમય ટ્રેન કરતા ત્રણ ગણો, બસ તો વિકલ્પ તરીકે ગણતો જ નથી કારણ કે લગભગ ત્રણ બસ બદલવી પડે અને કલાકો વેડફાય તે અલગ…

   સાચી વાત છે, જવાનું છે એ તો જવાનું જ છે, બીજે દિવસે અંધેરી સ્ટેશનની બહાર ઠેલા લગાવીને બેઠેલા લોકોને આઈફોન અને ટેબ વેચતા જોયા ત્યારે થયેલું કે આમાં ક્યાંક મારો ફોન પણ હશે….. અફસોસ કરીને કોઈ ફાયદો નથી થતો…

   Like

 3. ઘણી વખત આવા પ્રસંગો ઘણી વાત શીખવી જાય છે, આપણે યોગ્ય પાઠ ભણાવો . બાકી મુંબઈ ભલભલાના મૂડ બગાડવામાં માહિર છે…! 🙂

  Like

 4. ફોન વિષે વાંચીને દુખ થયું
  મુકેશ ખન્ના ને હું મળેલો એ પ્રસંગ મારી જિંદગી માં ખુબ યાદગાર છે કારણ કે એની “શક્તિમાન ” ત્યારે આવતી … અને ત્યારે હું પણ બાળક હતો .. ભીડમાં.એમના કોટની બાય ને ખેંચી ખેંચી ને માંગેલો મેં ઓટોગ્રાફ ! મુકેશ ખન્ના એ મને ઓટોગ્રાફ ની સાથે એક મીઠું સ્મિત પણ આપેલું

  Like

 5. its happen wid anyone from us..
  this is harsh really to loose so costly mob..specially when u buy it not so far
  bt let me know the special feature of latest samsung s4
  it has inbuilt antitheft programe by samsung
  u have to enable this feature by fiiling all requirment there.
  then whenever sim changed or its lost u get notification by sms on mobile no.which u provided in system while activated.
  and yes ther’s lotof third party apps that also provide u same feature for free almost.

  bt its all when u havin ur phone with u.
  u alredy lost it so its nt worth to u bt still thers hope
  just inform ur mobile carrior along with ur f.i.r copy
  and do request it for mobile imei blocking.
  if ur phone is in working wid any mobile carrier within maharashtra state
  they can findout it and block the usage of mobile

  and if u not get support by them
  god bless you

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s