ફિલ્મ રીવ્યુ – Django Unchained

કાર્તિકભાઈએ સૂચવેલ આ ફિલ્મ વિશે ઘણાં સરસ પ્રતિભાવો સાંભળ્યા હતા એટલે જોવાની ઉત્સુકતા ખૂબ હતી. એક સહકર્મચારી મિત્ર પાસેથી તેની સરસ કૉપી મળી આવી એટલે ટૅબમાં લોડ કરી લેવામાં આવી અને મહુવાથી પીપાવાવની આવન જાવનમાં ‘જૅન્ગો’ની જીવનકથા મન ભરીને માણવામાં આવી.

મૂળે જૅન્ગો ૧૯૬૬ની ઈટાલીયન વેસ્ટર્ન ફિલ્મ હતી, જેને એ સમયે અતિશય હિંસા દર્શાવવાને લીધે બ્રિટનમાં પ્રદર્શનની મંજૂરી નહોતી મળી, તે પછી ૧૯૯૩માં તેને ૧૮ વર્ષથી ઉપરના દર્શકો માટે પ્રદર્શનની મંજૂરી મળી હતી. એ ફિલ્મમાં ફ્રૅન્કો નીરોએ જૅન્ગોની યાદગાર ભૂમિકા ભજવી હતી (અને જૅન્ગો અનચેઈન્ડમાં પણ તેનો નાનકડો રોલ છે.)

Courtsy Wikimedia

Django Unchained, Courtsy Wikimedia

જૅન્ગો તરીકે જેમી ફોક્સ, તેના મદદગાર તરીકે ક્રિસ્ટોફ વોલ્ટ્ઝ, નેગેટીવ પાત્રમાં લિયોનાર્ડો દ કેપ્રિઓ અને અન્ય પાત્રોમાં કેરી વોશિંગ્ટન અને સેમ્યુઅલ એલ. જેક્સન, જેટલા દમદાર અને સિદ્ધહસ્ત કલાકારો ફિલ્મમાં છે એટલી જ તેની વાર્તા પણ મજબૂત છે. દર્શકોને સતત બાંધી રાખતી ફિલ્મની પટકથા સ્થિત છે અમેરીકન સિવિલ વોરના બે વર્ષ પહેલાનાં, ૧૮૫૮ના સમયમાં અને વાત શરૂ થાય છે જૅન્ગો ફ્રીમેનને ગુલામ તરીકેની જિંદગીમાંથી છોડાવતા ડૉ. કિંગ શુલ્ટ્ઝના હુમલાથી. સરકારે જેમને જીવતા અથવા મરેલા પકડવા પર ઈનામ જાહેર કર્યું છે એવા રાજ્યના ગુનેગારોને શોધી, તેમને ખતમ કરી ઈનામ મેળવનાર ડૉ. કિંગ શુલ્ટ્ઝ અમુક ગુનેગારોને શોધે છે જેમને જૅન્ગો ઓળખે છે. અને એ મદદ કરવાના બદલે તેની પત્ની બ્રુમિલ્ડાને છોડાવવાની વાત એ કહે છે. ગુનેગારોને શોધી તેઓ ખતમ કરે છે જેમના માથા સાટેનું ઈનામ ડૉ. કિંગ શુલ્ટ્ઝ મેળવે છે. હવે શરૂ થાય છે બ્રુમિલ્ડાની શોધ, અને ખરેખર ફિલ્મ અહીંથી જ શરૂ થાય છે.

બ્રુમિલ્ડા લિયોનાર્ડો દ કેપ્રિઓએ ભજવેલ પાત્ર કેલ્વિન કેન્ડી નામના ક્રૂર જમીનદારને ત્યાં ગુલામ તરીકે વેચાયેલી છે એવી માહિતીને આધારે ડૉ. કિંગ શુલ્ટ્ઝ અને જૅન્ગો ત્યાં જાય છે અને ગુલામ ખરીદવા માંગે છે એવી પ્રાથમિક વાત કરી કેલ્વિનનો વિશ્વાસ જીતવા પ્રયત્ન કરે છે. પરંતુ બ્રુમિલ્ડા જૅન્ગોને પહેલેથી ઓળખે છે એવી શંકાને લઈને કેલ્વિનનો ચાકર સ્ટીફન (સેમ્યુઅલ એલ. જેક્સન) શંકા વ્યક્ત કરે છે અને એ લોકોનો હેતુ બ્રુમિલ્ડાને જ ખરીદવાનો છે એવી પોતાની શંકા વિશે કેલ્વિનને કહે છે.

કેલ્વિન ગુસ્સે ભરાય છે, બંધુકની અણીએ મોટી રકમ વસૂલ કરી બ્રુમિલ્ડાને વેચવાના દસ્તાવેજ કરી જતા ડૉ. કિંગ શુલ્ટ્ઝને તે હસ્તધુનન કરવા કહે છે અથવા સોદો ફોક કરી તેમને ખતમ કરવાની ધમકી આપે છે, અપમાનીત ડૉ. કિંગ શુલ્ટ્ઝ તેને ગોળી મારી દે છે, બદલામાં કેલ્વિનના માણસો તેને ગોળી મારી દે છે. ….

ભરપૂર હિંસા અને મારધાડનો ત્યાર પછીનો ઘટનાક્રમ પ્રેક્ષકને અવાચક અને સ્તબ્ધ કરી દેવા પૂરતો છે, ફિલ્મનો અંત તેની કહાની જેટલો જ રોચક અને રોમાંચક છે.

આમ પણ લિયોનાર્ડો દ કેપ્રિઓ મારો મનપસંદ અદાકાર છે, તેની શટર આયલેન્ડ પણ ખૂબ રસપ્રદ ફિલ્મ હતી, અને જૅન્ગો અનચેઈન્ડ પણ એટલી જ જોવાલાયક (જો અધધધધધ હિંસા, મારધાડ, નૃશંશ ખૂનામરકી અને જુગુપ્સાપ્રેરક દ્રશ્યો જોઈ શક્તા હોવ તો)

ફિલ્મના સાઊન્ડટ્રેક તેની સિનેમેટોગ્રાફી અને ફિલ્માંકન જેટલા જ સબળ અને મજેદાર છે, તેનું ટાઈટલ ટ્રેક મારા લેપટોપમાં બે દિવસથી સતત વાગે છે. અન્ય સાઉન્ડટ્રેક પણ એટલા જ કર્ણપ્રિય અને રેટ્રો મિજાજના છે. જૅન્ગોનું પાત્ર ભજવતા જેમી ફોક્સની અદાકારી કાબિલે દાદ છે તો ડૉ. કિંગ શુલ્ટ્ઝ તરીકે ક્રિસ્ટોફ વોલ્ટ્સ પણ એટલા જ શોભે છે.

આપણી ગેંગ્સ ઑફ વાસ્સેપુર જેવી ફિલ્મ આવી જ કોઈક અંગ્રેજી ફિલ્મ પરથી બની હશે એવી લાગણી આ ફિલ્મ જોયા પછી અવશ્ય થાય. એક અવશ્ય જોવા જેવી અદ્રુત ફિલ્મ.

Advertisements

6 thoughts on “ફિલ્મ રીવ્યુ – Django Unchained

 1. “એક સહકર્મચારી મિત્ર પાસેથી તેની સરસ કૉપી મળી આવી એટલે ટૅબમાં લોડ કરી લેવામાં આવી”

  શું તમે પણ પાયરસી ને પ્રોત્સાહન આપો છો ?

  Like

 2. After reading your blog, I thought to add some information as you found this movie interesting. In my opinion this movie is more than what is generally percieved – an action packed western film. This film has nothing in common with previous Django movies except name. In this movie black slavery on white plantations in americas is picturized beautifully.

  This film is on slavery. I read a book names “Black Ivory: A History of British Slavery by James Walvin” and later on I read some articles about black slavery in America by europeans, indentured labors in Americas as well as in South Africa. Very valuable information on slavery was obtained through many pages long diary of Sir Thomas Thistlewood – Google it to get further information.

  Slaves were being captured from Africa (initially west Africa but as trade grew Africans themselves were bringing slaves from all over Africa for sale from west African shores) to work in sugar plantations of whites in Americas, largely South America. When slavery was ended by British parliament, there was still a large demand of laborars in those plantations hence indentured labors were collected from India – largely UP, Bihar and Tamilnadu, China and other asian countries not forgetting Africa and making use of existing free slave as indentured labor. Many Indians were taken to South Africa during British rule. Most time spent by Gandhiji fighting for rights of such laborers in south Africa. Today descendents of those labors/slaves can be seen in Guyana, West Indies, South Africa, many completely converted to christianity but preseving their Indian names.

  In this movie many incidentes shown are actual slave era practices. Such as punishing run away slave with dogs, jailing in an iron cage right under blazing sun for many days without any food and water, slave fights, abuse of slave women and so on. Including those practices are shwon in movie such as favored slaves become care taker of Master’s properties and women as admitted in their house for kitchen work and so on.

  I recommend you get this book and read it. If you liked this movie, you will certainly like reading further on slave history.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s