સર્વકાર્યેષુ સર્વદા સેમસંગ ગેલેક્સી એસ 4 ની ખરીદી…

તો આખરે 29 એપ્રિલે ઘણા વખતથી જેની રાહ જોવાઈ રહી હતી એવો નવો એન્ડ્રોઈડ સ્માર્ટફોન સેમસંગ ગેલેક્સી એસ 4 ખરીદવામાં આવ્યો. વડોદરામાં ક્રોમામાંથી મોબાઈલ લેવા ગયો ત્યારે તેમણે જણાવ્યું કે એસ 4 એના આગલા જ દિવસે રીલીઝ થયો હતો અને હું પહેલો જ ગ્રાહક હતો.

એ પહેલા સોની એક્સપીરીયા ઝેડ, એચટીસી વન અને આઈબોલ એન્ડી જોવામાં આવ્યા પણ એ બધામાં સેમસંગનો ગેલેક્સી એસ 4 જ સૌથી વધુ સરસ અને ઉપયોગી લાગ્યો. જો કે એમ કરવા જતા 41500/- જેવી માતબર રકમ મોબાઈલ માટે અને 1700/- સેમસંગના ઓરીજનલ ફ્લિપ કવર માટે ખર્ચવા પડ્યા.

samsung galaxy S4પાશેરામાં પહેલી પૂણી જ તકલીફવાળી થઈ, એમાં ફક્ત માઈક્રો સિમકાર્ડ જ ચાલે છે, અને મારી પાસે એરટેલનું જે સિમકાર્ડ હતું એ લગભગ સાતેક વર્ષ જૂનું છે જેને કાપીને પણ માઈક્રોસિમકાર્ડ બનાવી શકાય એમ નહોતું, એને બદલવાનો પ્રયત્ન એરટેલ સેન્ટરમાં કર્યો પણ એમના કહેવા મુજબ એ સિમકાર્ડ મારા દાદાના નામે રજીસ્ટર થયેલ છે. બે કલાકની રાહ જોયા પછી મળેલા આ જવાબને લીધે ખૂબ ગુસ્સો આવ્યો, તેમને મેં કહ્યું કે મારા દાદાએ લેન્ડલાઈન ફોન માંડ કરીને જોયો હતો ત્યાં સિમકાર્ડ તેમના નામે કઈ રીતે ઈસ્યુ થઈ શકે? એ મારા નામ પર જ છે… પણ અમારી સિસ્ટમ આમ જ બતાવે છે એવું સ્ટાન્ડર્ડ બહાનું બતાવી તેમણે હાથ ઉંચા કરી લીધા. કંપનીના સિમકાર્ડ પર ઈન્ટરનેટ ચાલુ કરવામાં પોસ્ટપેઈડના મહાકાય બિલ આવે એવી શક્યતાથી ગભરાઈ, વગર સિમકાર્ડે મેં એ જ રાત્રે વડોદરાથી મહુવા પ્રયાણ કર્યું.

અને પછી મહુવા આવી નવું સિમકાર્ડ લીધું, ચાર દિવસે એક્ટિવેટ થયું અને એને કાપીને મોબાઈલમાં લગાડ્યું તો ફોન સિમકાર્ડ ન બતાવવાની જીદ પર અડ્યો રહ્યો. આખરે ચારેય બાજુઓ બે ત્રણ અલગ અલગ રીતે કાપ્યા બાદ ગઈકાલે મોબાઈલ માન્યો અને આખરે તેમાં નેટ શરૂ થયું.

આ સર્વકાર્યેષુ સર્વદા એવા સુવિધાજનક ફોન વિશેની વધુ વાતો વપરાશની સાથે ક્રમશ: હાલ તો તેનો ફક્ત એક સ્નેપશોટ…

Advertisements

8 thoughts on “સર્વકાર્યેષુ સર્વદા સેમસંગ ગેલેક્સી એસ 4 ની ખરીદી…

  1. Frankly speaking Samsung is getting worse day by day. એક સમયે જેના નામ ના ડંકા વાગતા એ સેમસંગ ના એન્ડ્રોઇડ ફોન આજકાલ ક્વોલીટી માં બગડી રહ્યા છે, એકાદ બે વરસ બહુ સરસ ચાલશે અને પછી લોચા અને લાપસી શરુ ….

    ઓન ધ બેટર સાઈડ એના UI ને બાદ કરતા આખા ફોન માં હીરા જડેલા છે . એ ય એક નહિ બે બે , એક ગૂગલ તરફથી અને બીજા સેમસંગ તરફથી . એટલે ઓવરઓલ મજા આવશે ….

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s