મારી પ્રથમ ડોક્યુમેન્ટરી… પ્રાથમિક વિચાર

ગઈકાલથી મારી પ્રથમ ડોક્યુમેન્ટરી માટેની સ્ક્રિપ્ટ લખવાનું શરૂ કર્યું છે.

મુખ્યત્વે

શિયાળબેટ, સવાઈબેટ અને ભેંસલાપીર –

એ ત્રણ ટાપુઓના ઈતિહાસ, ભૌગોલિક પરિસ્થિતિ, ધાર્મિક – ભૌગોલિક વિશેષતાઓ અને આજની અગવડતાઓ વિશે સવિસ્તર પરંતુ ફક્ત જરૂરી વિગતો સાથે લગભગ ૪૫ મિનિટની ડોક્યુમેન્ટરી બનાવવાનું ધ્યેય છે.

પણ આ ડોક્યુમેન્ટરીનું શૂટીંગ શરૂ કરતા પહેલા પુસ્તક “151 અનોખી અને ઉપયોગી વેબસાઈટ્સ” બધી રીતે પૂર્ણ કરી દેવું છે. એ પ્રિન્ટમાં જાય ત્યાર બાદ જ  ડોક્યુમેન્ટરીનું શૂટીંગ શરૂ કરાશે. આ રીતે શોખની અસર પ્રોફેશનલ જીવનના ધ્યેય અને જવાબદારીઓ પર ન પડે એ પણ જોવાશે અને નાહકના થાક – ભાગદોડથી બચી શકાશે. આ ફિલ્મમાં સ્ક્રિપ્ટ લેખન, ફોટોગ્રાફી, સાઉન્ડ ડીઝાઈન, બેકગ્રાઉન્ડ સંગીત તથા અન્ય ટેકનીકલ બાબતો તથા વિવિધ પાસાઓ માં ભાગ લેવા રસ ધરાવતા મિત્રો માટે દરવાજા સદાય ખુલ્લા છે.

સૌથી મોટો સવાલ છે કે શૂટીંગ માટે કોની કોની પરવાનગી લેવી પડશે?

દરિયામાં આવેલા ટાપુઓ હોવાને લીધે,
દીવાદાંડીઓના નેટવર્કમાંની પીપાવાવની દીવાદાંડી અહીં હોવાને લીધે,
ધાર્મિક સ્થળ હોવાને લીધે તથા
હેલિકોપ્ટરના અમુક શોટ્સ મૂકવાના હોવાને લીધે અનેક પરવાનગીઓ લેવી પડશે એ ચોક્કસ.

પ્રારંભિક રીતે અત્યારે જે ખર્ચ થાય તેનો સમગ્ર ભાર મેં ઉઠાવવાનું વિચાર્યું છે, સ્પોન્સર્સ (જો મળે તો) માટે પ્રયત્ન કરવામાં આવશે પરંતુ એના અભાવે આ કાર્યક્રમ અટકશે નહીં એ ચોક્કસ. ડોક્યુમેન્ટરી શૂટીંગ માટેનો કેમેરા અહીં સુધી લાવવા માટે પ્રયત્નો ચાલુ છે.

ફિલ્મની શરૂઆતથી લઈને એક પછી એક શોટ, દ્રશ્ય – સ્થળ, વિવરણ અને દેખાડવાની છે એ વિગતો સાથે લખવાનું શરૂ થયું છે. લખવામાં તકલીફ તો ચોક્કસ પડી રહી છે કારણ કે આ પ્રથમ અનુભવ છે, વિગતે સ્ક્રિપ્ટ બનશે તો પણ શૂટીંગ વખતે તેમાં ચોક્કસ અનેક ફેરફાર થશે જે ‘ગાંધી વર્સિસ મોહનીયો’ ના શૂટીંગ દરમ્યાનનો મારો અનુભવ છે.

ઉપરાંત ફિલ્મનું બેકગ્રાઊન્ડ સંગીત, ટાઈટલ સૂફી ગીત તથા ડબિંગ વગેરેની વ્યવસ્થા પણ કરવાની બાકી છે, એ વિશે વિચારવાનું શરૂ કરવામાં આવ્યું છે.

અને આ બધુંય થયા પછી મને એક મિત્રએ પૂછ્યું તેમ, ‘આ બધું કરવાનો ફાયદો શું?’

એ વિશે પણ વિચારવાનું હજી બાકી છે… 😉

Advertisements

29 thoughts on “મારી પ્રથમ ડોક્યુમેન્ટરી… પ્રાથમિક વિચાર

  1. hi…..i m suresh patel……kem chho ?
    mane tamara project ma ras padyo chhe…..atyare hu australia chhu….august ma india aavish……pachhi hu aa babat ma tamne thodo ghano sahkaar aapi shaku…..contect ma rahesho….maro india no phone no. 9825872537 chhe….je 3 rd august thi activate thashe…chalo aavjo.
    suresh patel

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s