રિવ્યુ – જેક: ધ જાયન્ટ સ્લેઈઅર તથા ઓઝ: ઘ ગ્રેટ એન્ડ પાવરફુલ

ગત અઠવાડીયે જોયેલ બે 3ડી ફિલ્મો ખૂબ સરસ અનુભવ હતો. જેક ધ જાયન્ટ સ્લેઈઅર અને ઓઝ ધ ગ્રેટ એન્ડ પાવરફુલ – એ બંને મજેદાર અનુભવ બની રહી. આજે પ્રસ્તુત છે એ બંને વિશે મારો રિવ્યુ તથા સાથે સાથે IMDB પર શરૂ કરેલ ખાતામાં આ બંને ફિલ્મોના ગુણાંક મૂક્યા છે.

જેક ધ જાયન્ટ સ્લેઈઅર

જાયન્ટ એટલે અતિમાનુષ શક્તિ કે કેદવાળો માનવદેહધારી, ખૂબ ઊંચો કદાવર માણસ, પ્રાણી કે રાક્ષસ.

ક્લોઈસ્ટર નામના રાજ્યમાં જેક નામે એક ખેડુ યુવાન રહે છે, જેણે બાળપણમાં વીર રાજા એરિકના પરાક્રમની વાતો સાંભળી હોય છે. એરિકે પુરાતનકાળમાં અતિમાનુષોના આકાશમાંથી એક વિશેષ વૃક્ષના માર્ગે ઉતરી આવેલા દળને મારી ભગાવ્યું હોય છે, તે યુદ્ધને અંતે રાક્ષસોને હરાવવામાં મદદરૂપ એક જાદુઈ મુગટ અને એ વિશ્વ સુધી પહોંચવાનો રસ્તો બનાવતા કેટલાક કઠોળના દાણાં બચે છે જેને કેટલાક પાદરીઓ સાચવીને સંતાડી દે છે. તો એ રાજ્યની રાજકુમારી ઈઝાબેલ પણ રાજા એરિકના પરાક્રમોની વાત સાંભળીને જ મોટી થઈ હોય છે. એક પ્રસંગે જેક તેની રક્ષા કેટલાક ઠગથી કરે છે, તે ઈઝાબેલના પ્રેમમાં પડી જાય છે પણ રાજકુમારી હોવાને લીધે તેનાથી દૂર જ રહે છે.

સંજોગવશાત રાજકુમારી વરસાદમાં જેકના રહેઠાણે આવે છે અને એ જ દરમ્યાન પાદરી દ્વારા હાથમાં આવેલા પેલા કઠોળના દાણા જેકના હાથમાંથી પાણીમાં પડી જાય છે, જેનાથી એક વિશાળ વટવૃક્ષ વિકસે છે જે રાતોરાત અતિમાનુષ રાક્ષસોના દેશ સુધી ઉંચે ને ઉંચે વધ્યા કરે છે – આમ ત્યાં સુધી જવાનો – ત્યાંથી આવવાનો રસ્તો એ ખોલી આપે છે. જેક તો પોતાના મકાનમાંથી પડી જાય છે પરંતુ તેમાં રહેલી રાજકુમારી એ વૃક્ષની સાથે સાથે જ આખા ઘર સાથે ઉંચે ને ઉંચે પહોંચી અંતે અતિમાનવોના હાથમાં જઈ પડે છે, તેને એ અતિમાનવોના દેશમાં જઈ બચાવવા, અતિમાનવો નીચે ઉતરી આવે અને ક્લોઈસ્ટરનો નાશ કરવા માંડે ત્યારે તેમને હરાવવા અને ગદ્દાર સેનાપતિ રોડ્રીકથી તેને બચાવવાની જેકની સાહસયાત્રા ફિલ્મની મુખ્ય ધરી છે જેના પર એ ફરે છે.

3ડીમાં આ ફિલ્મ જોવી એક ઉજાણી છે, વિશેષ ઈફેક્ટ્સ, અતિમાનવોની સામે સામાન્ય માનવોનું અદ્રુત સ્કેલીંગ તથા સરસ યુદ્ધદ્રશ્યો આ ફિલ્મની આકર્ષક બાજુ છે. IMDB પર મેં તેને 7 / 10 અંક આપ્યા છે.

ઓઝ ઘ ગ્રેટ એન્ડ પાવરફુલ

અત્યાર સુધીમાં મેં જોયેલ સૌથી શ્રેષ્ઠ 3ડી વર્ક, અદ્રુત દ્રશ્યો, બાળકોને માટે ફેન્ટસી કહી શકાય તેવી સરસ ‘બાળવાર્તા’, લોજીક વર્સિસ ચમત્કારની સરસ અને સરળ સમજણ – વાહ કહી ઉઠીએ એવુ સુંદર એનિમેશન અને સર્વાંગસુંદર ફિલ્મ. ફિલ્મનું નામ આવે ત્યાંશી શરૂ કરીને ફિલ્મ પૂર્ણ થાય ત્યાં સુધી – 3ડીનો ભરપૂર અને પૈસાવસૂલ ઉપયોગ એટલે આ ‘ઓઝ’ નામના નગરની વાર્તા.

સર્કસમાંથી કોઈક કારણે બચીને ભાગેલા જાદુગર ઓસ્કારનો ‘બલૂન’ એક ટોર્નેડોમાં ફસાઈ જાય છે અને તે અંતે ઓઝની જમીન પર પહોંચી જાય છે. આ ત્રણ જાદુગરણીઓનો પ્રદેશ છે, અહીં તેને સૌપ્રથમ થીઓડોરા મળે છે. ઓઝના નાગરીકો માને છે કે પાપી અને દુષ્ટ એવી જાદુગરણી કે જેણે ઓઝના રાજાને માર્યો છે તેના પ્રભાવ અને દુષ્ટ શાસનમાંથી તેમને એક જાદુગર બચાવવા આવશે. થીઓડોરા તેને જાદુગર માને છે અને તેના પ્રેમમાં પડી જાય છે, તેને પોતાની બહેન ઈવાનોરા સાથે ઓસ્કારની મુલાકાત કરાવે છે, પણ તેને ઓસ્કારના જાદુગર હોવા વિશે શંકા છે.

તે ઓસ્કારને કહે છે કે એ દુષ્ટ જાદુગરણી ગ્લિન્ડા દૂર એક જંગલમાં રહે છે, તેની જાદુની લાકડી તોડવાથી તેનો નાશ કરી શકાય છે. ત્યાં સુધી પહોંચવા નીકળેલા ઓસ્કારને સાથે એક વાનર અને એક ચાઈના ઢીંગલી પણ મળે છે. અંતે સ્થળે પહોંચીને તેમને ખબર પડે છે કે ગ્લિન્ડા ખરેખર એક સારી અને મદદરૂપ જાદુગરણી છે અને ઈવાનોરા દુષ્ટ છે. આ બધુ એક જાદુના ગોળામાં જોઈ રહેલ ઈવાનોરા અને થીઓડોરા ગુસ્સે થાય છે. જેનો હ્રદયભંગ થયો છે તેવી થીઓડોરાને ઈવાનોરા એક સફરજન ખવડાવે છે જેનાથી રૂપાંતર પામીને ઈવાનોરા એક અતિદુષ્ટ જાદુગરણી બની જાય છે.

આ તરફ ગ્લિન્ડા ઓસ્કારને કહે છે, કે તેને ખબર છે ઓસ્કાર કોઈ જાદુગર નથી, પરંતુ જો તે ઈચ્છે તો ઓઝના નાગરીકોને એ દુષ્ટ જાદુગરણીથી બચાવવામાં મદદ કરી શકે છે. ઓઝના નાગરીકો, ગ્લિન્ડા, વાનર અને ઢીંગલીની મદદથી એ જાદુગરણીઓને હરાવવા મેદાને પડે છે જેમની સાથે એમરાલ્ડ નગરની આખી સેના છે.

અહીંથી એક સુંદર અનુભવ શરૂ થાય છે – બાળકોને એમ સમજાવવા કે જાદુ જેવી કોઈ વસ્તુ નથી પણ સંગઠન દ્વારા અને બુદ્ધિના ઉપયોગથી ગમે તેવી મુસીબતનો ઉકેલ શોધી શકાય છે – આ ફિલ્મની સામગ્રી ખૂબ સુંદર છે. ઓઝના નાગરીકોને કહેવાય છે કે ઓસ્કાર જ એ જાદુગર છે જે તેમને દુષ્ટ જાદુગરણીના પ્રભાવમાંથી બચાવશે. સરસ અને મનોરંજક તથા આશ્ચર્યોથી ભરપૂર યુદ્ધ પછી અંતે ઈવાનોરા અને થીઓડોરાને ભાગવું પડે છે. ઓસ્કાર ઓઝનો રાજા અને ગ્લિન્ડા રાણી બને છે.

ફિલ્મ 1905માં સેટ થયેલ કથાવસ્તુ છે, સરસ પરિદ્રશ્યો અને અદ્રુત કેમેરાવર્ક, પપેટરી અને એનિમેશન સાથે સુંદર 3ડી ફિલ્મ – બાળકો સાથે અવશ્ય જોવા જેવી ફિલ્મ. માર્ચ 2013 સુધીમાં આ વર્ષે સૌથી વધુ કમાણી કરનાર હોલીવુડ ફિલ્મ તરીકે વોલ્ટ ડિઝનીની આ ફિલ્મ હજુય અડગ ઉભી છે.

ફિલ્મની વધુ માહીતી માટે વોલ્ટ ડીઝની ની આ વેબસાઈટ પણ જોવા જેવી છે. IMDB પર મેં તેને 9 / 10 અંક આપ્યા છે.

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s