મુંબઈની (અને શશિકપૂરજી સાથે) રસભરી મુલાકાત.. (ફેબ્રુઆરી ’13)

આ વખતની મુંબઈની મુલાકાત રસસભર અને મજેદાર રહી. મુલાકાતનો હેતુ તો હતો “હેવી મશીન ફાઉન્ડેશન – સીઝમિક, વાઈબ્રેશન એન્ડ ડાઇનૅમિક અનૅલિસિસ ઑફ સ્ટ્રક્ચર એન્ડ ઇક્વિપમેન્ટ્સ” વિશેનો સેમિનાર, પણ

પૃથ્વી પર નાટક જોવા વહેલા પહોંચવાનો અમારો અવસર ત્યારે આનંદમાં બદલાઈ ગયો જ્યારે ત્યાં શશિકપૂરજી અને અનેક સિરીયલોના અભિનેતા-અભિનેત્રીઓને જોયા. શશિકપૂરજી ખૂબ જ નબળા અને અશક્ત જણાતા હતા. મેં અને વિનયભાઈએ તેમની સાથે પરિચય કર્યો, થોડીક વાત કરી અને મેં તેમને પૂછીને તેમની સાથે ફોટો પડાવ્યો. એ પહેલા તેઓ ત્યાં વાંસળી વાદન સાંભળી રહ્યા હતા. પૃથ્વી પર બધા પોતપોતાની ધૂનમાં મસ્ત હોય છે એટલે અહીંનો માહોલ કાયમ અનોખો જ હોય છે.

પહેલા હોટલની વાત, હોટલ સુબા ઈન્ટરનેશનલ (અંધેરી ઈસ્ટ, સિગરેટ ફેક્ટરી પાસે) કે જેમાં અમારો ઉતારો હતો તે નવી અને હાઈટેક હોટલ છે, મને ચેક-ઈન પછી એક આઈફોન અપાયો, એક જ આઈફોન જેમાં દરવાજો લોક-અનલોક માટેની સગવડ, લાઈટ્સ અને એ.સી. માટેની સ્કીન પરથી જ ઉપયોગ કરી શકાય તેવી સ્વિચ, ટીવીને પણ કંટ્રોલ કરી શકાય, નેટ સર્ફિંગ કરી શકાય અને હોટલના વિશાળ – ફિલ્મ, ગીતો, વિડીયો ક્લિપ્સ – ના સંગ્રહમાંથી ગમે તે જોઈ શકાય એવી અનેક વ્યવસ્થાઓ સાથે દરવાજે કોણ છે તે કી-હોમમાંથી પથારી પર સૂતા સૂતા ફોનમાંથી જોઈ શકાય તથા દરવાજો ત્યાંથી જ ખોલી શકાય જેવી અનેક સરસ સુવિધાઓ હતી. હોટલ ખૂબ મોંઘી છે (ચા 70 રૂ, રોટલી 40 રૂ. રૂમના 5000-15000 રૂ.)

પૃથ્વી થિયેટરમાં અંગ્રેજી બ્લેક કોમેડી નાટક ‘સ્પંક’ જોયું, ફિલ્મ ‘કાઈપો છે’ જોઈ, નાટક ‘અંબાણીને ધંધો ન શીખવો’ ના રિહર્સલમાં પણ પહોંચ્યો હતો અને આ બધુંય ઓછું હોય તેમ પૃથ્વી પર શશીકપૂરજીને મળવાનો અલભ્ય અવસર મળ્યો.

With Shashi Kapoorji at Prithvi Theatre

મને સૌપ્રથમ વખત પૃથ્વી થિયેટર લઈ જનાર મિત્ર વિપુલભાઈ ઉપાધ્યાય, જે નાટ્યવર્તુળમાં વિપુલ ભાર્ગવના નામે પ્રખ્યાત છે અને તેમના ખાતે “ગાંધી વર્સિસ ગોડસે” જેવા નાટકનું દિગ્દર્શન અને ચાણક્ય નાટકનો મુખ્ય રોલ બોલે છે. જો કે હવે તેઓ એ ક્ષેત્રને છોડીને માર્કેટીંગમાં ઉચ્ચ હોદ્દા પર કામ કરે છે પણ નસમાં વહેતા નાટ્યરક્તને તેઓ રોકી શક્તા નથી. તેમના જ મિત્ર અને પૃથ્વી થિયેટરમાં જ થોડાક વર્ષો પહેલા નાટકમાં અભિનય આપી ચૂકેલા વિનયભાઈ ઓઝા પણ ત્યારે અમારી સાથે હતા. હવે તેઓ પણ ફાર્મા કંપનીમાં છે અને છતાંય પૃથ્વી તરફ તેમને એક અજબનું ખેંચાણ છે. એ બધાયના સંગાથે મને પણ ખૂબ મજા આવવા લાગી છે.

શશીકપૂરજી અને પૃથ્વી થિયેટર વિશે, નાટક અને ફિલ્મના રિવ્યુની વાત અલગથી લખીશ. અહીં જોયેલ ફિલ્મો જેવી કે ટ્રોય અને બિગ વિશે પણ વિગતે ફરી ક્યારેક.

Advertisements

3 thoughts on “મુંબઈની (અને શશિકપૂરજી સાથે) રસભરી મુલાકાત.. (ફેબ્રુઆરી ’13)

  1. તમે જોઈ તેવી હોટલો તો હવે ઘણા મોટા શહેરોમાં થઇ ગઇ છે. એક વખત એવો હતો કે ઈંગ્લીશ કે ઓસ્ટ્રેલિયન ક્રિકેટ ખેલાડીઓ ભારત સારી હોટલો નહી હોવાથી રમવા નહી આવતા. ઇન્ડિયાના ખેલાડીઓનું ઉપનામ “ડલડોગ” હતું. આજે તો આ વસ્તુએ એનાથી ઉંધી થઇ ગઇ! “હર કુત્તે કે દીન બદલતે હૈ”
    વિપુલ એમ દેસાઈ
    http://suratiundhiyu.wordpress.com/

    Like

  2. just building modern posh hotelsl is fine but unless the social evil of disparity between the dirt poor masses and the growing and gloating upper middleclass and the very previlaged ultra rich class – is addressed, and unless the unhygenic unsanitary streets are cleaned up, it all does not mean much in itself.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s