પીપાવાવમાં રામકથા…

પીપાવાવ પોર્ટ અને પીપાવાવ શિપયાર્ડનું નામ જેના પરથી પડ્યું છે તે પીપા ભગત – તેમણે સ્થાપેલ કૃષ્ણ મંદિર અને બનાવેલ વાવ જે તેમના નામે પીપા વાવ તરીકે ઓળખાય છે – ત્યાં તા. 16 થી 24 માર્ચ મોરારીબાપુની રામકથાનું આયોજન થયું છે. (માહિતિ – મોરારીબાપુની વેબસાઈટ – Moraribapu.org)

પીપાભગતની અનેક વાતો – વાયકાઓ અને લોકકથાઓ વચ્ચે આ પુણ્ય પવિત્ર એકાંત સ્થળે નાનકડા મંદિર અને નાના પટાંગણને લીધે આ આયોજન વિશે જાણીને કથાનો મંડપ અને આયોજન ક્યાં થશે તે પ્રશ્ન અમને સૌને થયો. એ માટે નજીકના કોઈક ખેતરમાં વ્યવસ્થા થશે એમ લાગે છે. શનિ-રવિ આવતા હોવાથી કથામાં એક બે દિવસ જઈ શકાશે એમ લાગે છે.

મોટા શહેરો અને ભવ્ય મેદાનોમાં અનેકગણી સગવડો વચ્ચે થતી કથાઓની સરખામણીએ અહીંની પ્રાથમિક સુવિધાઓ અને તદ્દન ગ્રામ્ય શ્રોતાજનોની ઉપસ્થિતિ આ આયોજનમાં તેમની શ્રદ્ધા અને સહયોગ જોવાલાયક હશે તે ચોક્કસ.

આસપાસના વિસ્તારોમાં થતા ભાગવત કથાના આયોજનોમાં પોથીયાત્રામાં હેલિકોપ્ટરથી ફૂલવર્ષા સામાન્ય છે એટલે આ કથામાં પણ ખર્ચની રીતે કોઈ કરકસર નહીં હોય, ખેડુતો અને માલધારીઓ દિલદાર હોય છે તો પીપાવાવ મંદિરના મહંત કનૈયાબાપુ પણ ઉત્સાહી અને પ્રેમી સાધુ છે, આ બધા આકર્ષણોને લીધે અન્ય કથાઓ કરતા અહીં ભિન્નતા ઉડીને આંખે વળગશે એ ચોક્કસ.

અહીંની જગ્યામાં સત છે એવી અહીંના લોકોની વાત સાંભળીને આ વિશે વિચારતા મને એક અનોખું સમીકરણ સૂઝ્યું છે –

સત = શ્રદ્ધા + મેનેજમેન્ટ

Advertisements

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s