એક સંવાદ મેનેજમેન્ટના એડવાઈઝર સાથે…

પોઝિટીવ થિંકીંગ અને લીડરશીપ – ટીમ બિલ્ડીંગ વિશે ઘણા બધા વક્તવ્યો સાંભળ્યા છે, ઘણા પુસ્તકો અને પ્રેઝન્ટેશન જોયા છે, પરંતુ ગઈ 29 ડિસેમ્બરે અમારી કંપનીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાંના એક અને એડવાઈઝરી બોર્ડમાં સભ્ય એવા શ્રી આર. કે. સોની સાહેબે આપેલ વક્તવ્ય ખૂબ અસરકારક અને મજેદાર રહ્યું.

અહીં આ પ્રકારના વક્તવ્યો ખૂબ ઓછા થાય છે, જે થાય એ મહદંશે ટેકનીકલ અથવા તો સેફ્ટીને લગતા અથવા મેનેજમેન્ટને લગતા જ હોય છે અને એટલે બોરીંગ થઈ પડે છે.

પણ ભારતીય મધ્યરેલ્વેમાં મહત્વપૂર્ણ સેવાઓ અને નવીન શરૂઆતો બદલ પ્રસંશા પામેલા એવા સોની સાહેબનું વક્તવ્ય શરૂ થયું એ અંગે આગલા દિવસે ઈ-મેલ મળ્યો હતો, ’50 વર્ષથી ઉપરની ઉંમરના કોઈ નહીં, મારે મિડલ મેનેજમેન્ટ લેવલના છોકરાઓ જ જોઈએ છે’ એ વાતે ઘણા સીનીયરોના મોઢા ચડી ગયેલા. અને અમને પહેલી વાર ‘ખાસ’ હોવાનો અહેસાસ થયો હતો, ત્યારથી જ બધા પૂછતા હતા, ‘લેક્ચર શેના વિશે છે ?’

અમને સૌને આ પ્રેઝન્ટેશન દરમ્યાન ખૂબ મજા આવી એના ઘણા કારણો છે.

1. કોઈ પણ બાબત શીખવવા ઉપર્યુક્ત ઉદાહરણનો ઉપયોગ – યુવાપેઢીને શીખવવા ફિલ્મોથી વધુ સારા ઉદાહરણ કયા હોઈ શકે? તેમના વક્તવ્યમાંના થોડાક ઉદાહરણોની ઝલક –

લીડર પોતે ધ્યેયને લઈને સ્પષ્ટ અને સજ્જડ હોવો જોઈએ, તેનો આત્મવિશ્વાસ અચળ હોવો જોઈએ – ‘ગબ્બર કે તાપ સે તુમ્હેં એક હી આદમી બચા સક્તા હૈ… એક હી આદમી, ખુદ ગબ્બર’

ગણતરીના જોખમ લેવાની અને એ જોખમ માટે બને તે કરી છૂટવાની ક્ષમતા એક સારા લીડરમાં હોવી જોઈએ… ‘મેં પાંચ લાખકા સૌદા કરને આયા હું, ઔર મેરી જેબમેં પાંચ ફૂટી કૌડી ભી નહીં હૈ.’ (ત્રિશૂલ ફિલ્મમાં અમિતાભ બચ્ચન)

2. ટીમ બનતી નથી, બનાવવી પડે છે. જુદા જુદા લોકોની વિશેષ આવડતોનો ઉપયોગ કરીને અને મર્યાદાઓને પારખીને તેમનો યોગ્ય સમયે યોગ્ય ઉપયોગ કરવો. ટીમનો અર્થ એ નથી કે જેમાં બધા એક સાથે એક સમયે એક જ કાર્ય માટે વળગી પડે, પણ જ્યારે એક નબળો પડે ત્યારે તેના સ્થાને બીજો તરત એ કામ હાથ પર લેવા તૈયાર હોવો જોઈએ.

ઉદાહરણ હતું ‘ચક દે ઈન્ડિયા’નું.. કુલ છ સ્લાઈડ્સ.. અને દરેકે દરેકના સંવાદોનું લીડરશિપના ગુણો સાથેનો સંબંધ તેમણે જે રીતે સ્થાપિત કર્યો છે… અદભુત

‘મુજે સ્ટેટ્સકે નામ ન સુનાઇ દેતે હૈ, ન દીખાઈ દેતે હૈ. સિર્ફ એક મુલ્ક કા નામ સુનાઈ દેતા હૈ.. ઈ-ન્ડિ-યા’

ટીમના દરેકનો ધ્યેય એક હોવો જોઈએ, કાર્ય શરૂ કરતા પહેલા જ જો ધ્યેય એક ન હોય તો એ કાર્ય કદી સાચી દિશામાં આગળ જ નહીં વધે, સફળતા તો દૂરની વસ્તુ છે.

‘જો નહીં હો સક્તા, વહી તો કરના હૈ…’

અસંભવ કશું નથી, એમ માનીને દરેક મુશ્કેલ કાર્યોને પૂરા કરતા જવાની શૃંખલા એટલે જ ધ્યેય પ્રાપ્તિનો અખંડ પ્રયાસ. દરેક મહાન ધ્યેય અનેક નાના મુકામ, નાની મંઝિલો પર થઈને જ જાય છે… એ મુશ્કેલીને પાર કરી બધાને સાથે લઈને આગળ ધપવાની ક્ષમતા એટલે જ લીડરશીપ.

‘હર ટીમમેં બસ એક હી ગુંડા હો સક્તા હૈ… ઔર ઈસ ટીમકા ગુંડા મેં હું..’ આંતરીક મતભેદો ભૂંસવા કડક પગલા ખચકાયા વગર લઈ શકવાની ગુણવત્તા.

આ ઉપરાંત તેમણે બોડી લેન્ગવેજ અને આત્મવિશ્વાસ પર ખૂબ ભાર મૂક્યો. જે વસ્તુ સામેવાળાને સમજાવવાની છે તેમાં 93% હિસ્સો તમારી બોડી લેન્ગવેજ અને આત્મવિશ્વાસનો છે, જે વિષય કહેવાનો છે એનું મહત્વ તો સફળતા માટે ફક્ત 7% જ છે.

દિલીપ કુમારની કોઈક ફિલ્મનો સંવાદ તેમણે કહ્યો જેમાં દિલીપજીના લગ્ન થઈ રહ્યા હોય છે, અને શક્ય તોફાનને જાણીને એ કહે છે, ‘હમારા નિકાહ ધન્નોકે સાથ હો કર રહેગા, ઔર જો કમ્બખ્ત ઈસમેં ટાંગ અડાએગા, હમ ઉસકી ટાંગે કાટ દેંગે..’ આ સાંભળી લગ્ન કરાવવા આરામથી બેઠેલ પંડિત પોતાના પગ સંકોરીને પલાંઠી વાળી દે છે. આ છે બોડી લેન્ગવેજ અને આત્મવિશ્વાસનો કમાલ.

3. મેનેજમેન્ટની અનેક વાર્તાઓ પ્રચલિત છે પણ ઈસપની એક વાર્તાના ચાર સ્વરૂપ તેમણે કહ્યા,

1. સસલા અને કાચબા વચ્ચે દોડની સ્પર્ધા થઈ, દોડ શરૂ થઈ એટલે સસલો તો ઝડપથી દોડ્યો અને આગળ પહોંચીને જોયું તો કાચબો તો હજી થોડુંક જ અંતર કાપી શક્યો હતો, એટલે સસલો નિરાંતે સૂઈ ગયો. કાચબો તેને પાર કરીને સીમારેખા પસાર કરી ગયો, સ્પર્ધા જીતી ગયો.

સાર – ધીમો પણ સતત પ્રયાસ સ્પર્ધા જીતવામાં મદદરૂપ થાય છે.

2. સસલાને આથી ખૂબ લાગી આવ્યું, એણે કાચબાને કહ્યું કે ચાલ ફરી રેસ કરીએ, કાચબાએ હા પાડી. રેસ શરૂ થઈ, આ વખતે સસલો સતત દોડતો રહ્યો અને રેસ જીતી ગયો, કાચબો હજી અડધે પણ પહોંચ્યો નહોતો.

સાર – ઝડપી અને મક્કમ મનથી થયેલ પ્રયાસ ધીમા અને સતત પ્રયાસ કરતા વધુ અસરકારક પૂરવાર થાય છે.

3. કાચબાએ મનોમંથન કર્યું અને તેણે ફરીથી સસલાને સ્પર્ધા માટે આમંત્ર્યો. સસલો હવે પૂરેપૂરા આત્મવિશ્વાસ સાથે તૈયાર હતો. કાચબાએ સ્પર્ધાનો માર્ગ બદલી નાંખ્યો. સ્પર્ધા શરૂ થઈ અને સસલો દોડ્યો પણ માર્ગમાં વિશાળ નદી આવી, સામે કાંઠે સ્પર્ધા પૂરી થતી હતી, પણ એ લાચાર હતો. ધીમી ચાલે કાચબો આવ્યો, તેને પસાર કરી ગયો, તરીને સ્પર્ધા જીતી ગયો. સસલો હારી ગયો.

સાર – ઝડપી અને મક્કમ પરંતુ પરિસ્થિતિનો યોગ્ય તાગ લીધા વગર અથવા આવનારી અડચણોનો વિચાર કર્યા વગરનો પ્રયાસ ઘાતક પૂરવાર થાય છે.

4. હવે બંનેએ મળીને મનોમંથન કર્યું, બંને એકબીજાને મદદરૂપ થવાની વાતે સંમત થયા અને ઓછામાં ઓછા સમયમાં કઈ રીતે સ્પર્ધા પૂર્ણ થાય એ માટે પ્રયત્નમાં લાગી પડ્યા. શરૂઆતમાં સસલાએ કાચબાને પીઠ પર લઈ લીધો, તે નદી સુધી દોડ્યો, નદીએ પહોંચ્યા કે કાચબાએ સસલાને પીઠ પર લઈ લીધો અને તરીને બંને એક સાથે ઝડપથી અને પૂરેપૂરા વિશ્વાસથી ધ્યેયને પામ્યા.

સાર – ટીમવર્ક કોઈ પણ એકલાની મહેનત કરતા ક્યાંય વધુ સફળ સમીકરણ છે. જ્યાં અંગત ધ્યેય ટીમના ધ્યેયમાં ભળી જાય છે ત્યાં સફળતા નિશ્ચિત છે. પોતાની આવડતને પારખી ટીમમાં જ્યાં પણ આપી શકાય ત્યાં મહત્તમ યોગદાન આપવાથી અને અન્યની નબળી બાજુઓને આપણી આવડતે પૂરી કરવાથી સદાય સફળતા મળે છે.

આ ઉપરાંત રોજબરોજ થતી અનેક સમસ્યાઓ અને કામને લગતી તકલીફો અંગે બધાએ ખુલ્લા મને તેમની સાથે વાત કરી. બે કલાકના સમય માટે આયોજીત આ સંવાદ સાડા ત્રણ કલાક જેવો લાંબો ચાલ્યો પણ એક પણ સદસ્યના ચહેરા પર કંટાળો નહોતો.

બધા એન્જીનીયરો માટે તેમણે નોન-ટેકનીકલ લાઈબ્રેરી અને રોજેરોજના વર્તમાનપત્રો બધાના કોમ્પ્યુટર પર ઉપલબ્ધ કરાવવાની સૂચના આપી જેથી અહીંની નિરસ જિંદગીમાં કાંઈક મનોરંજન મળી રહે. એક યૂથ ક્લબ બનાવવાની પણ તેમણે અમને સલાહ આપી અને કંપનીનું એક નોન-ટેકનીકલ સાહિત્યિક ત્રિભાષી (હિન્દી, ગુજરાતી, અંગ્રેજી) સામયિક શરૂ કરવા અને તેના માટે મને આગળ આવી મદદ કરવા તેમણે કહ્યું.

આવા અનુભવો ઓછા હોય છે, સોની સાહેબથી અમે બધા ડરતા, તેમનો કડક સ્વભાવ અને મેનેજમેન્ટની આટલી ઉંચી ખુરશી એક સ્વભાવગત અંતર તો આવી જ જાય, પણ આ સંવાદે એ ઓગળી ગયું. થયું આવી વાતો બધા સાથે વહેંચીએ એટલે આજે આ બ્લોગપોસ્ટ કરી.

Advertisements

11 thoughts on “એક સંવાદ મેનેજમેન્ટના એડવાઈઝર સાથે…

 1. ‘ગબ્બર કે તાપ સે તુમ્હેં એક હી આદમી બચા સક્તા હૈ… એક હી આદમી, ખુદ ગબ્બર’

  ‘મેં પાંચ લાખકા સૌદા કરને આયા હું, ઔર મેરી જેબમેં પાંચ ફૂટી કૌડી ભી નહીં હૈ.’

  ‘મુજે સ્ટેટ્સકે નામ ન સુનાઇ દેતે હૈ, ન દીખાઈ દેતે હૈ. સિર્ફ એક મુલ્ક કા નામ સુનાઈ દેતા હૈ.. ઈ-ન્ડિ-યા’

  ‘હર ટીમમેં બસ એક હી ગુંડા હો સક્તા હૈ… ઔર ઈસ ટીમકા ગુંડા મેં હું..’

  ‘જો નહીં હો સક્તા, વહી તો કરના હૈ…’

  All dailogs are very good selection from hindi film

  Like

 2. Respected Sir;
  I have carefully perused this whole LEKH and really impressed by your last paragraph. (which is reproduced herein below :-
  .
  આવા અનુભવો ઓછા હોય છે, સોની સાહેબથી અમે બધા ડરતા, તેમનો કડક સ્વભાવ અને મેનેજમેન્ટની આટલી ઉંચી ખુરશી એક સ્વભાવગત અંતર તો આવી જ જાય, પણ આ સંવાદે એ ઓગળી ગયું. થયું આવી વાતો બધા સાથે વહેંચીએ એટલે આજે આ બ્લોગપોસ્ટ કરી.

  one must shate such information amongst people. – THANKS FOR THIS

  With Warm Regards – Pushpakant Talati.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s