ઈન્ક્રીમેન્ટ, પ્રમોશન અને મૃગતૃષ્ણા…

અમારે ત્યાં ફરીથી ઈન્ક્રીમેન્ટ અને પ્રમોશનની સીઝન આવી અને તરત જતી રહી છે. કંપનીમાંના કુલ પાંચ વર્ષમાં પહેલા ત્રણ વર્ષમાં મળેલ ઈન્ક્રીમેન્ટ અને પ્રમોશનમાં અમારા ડિપાર્ટમેન્ટનો દબદબો (અને મારો પણ ખરો!) રહ્યો હતો કારણ કે એ સમયની જરૂરત હતી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલોપમેન્ટ, અને અમે તેમાં સમય, પરિવાર, તહેવારો કે અંગત ગમા અણગમા ભૂલીને સતત ઝંપલાવ્યે રાખેલું. પીપાવાવની જેટ્ટી પર રક્ષાબંધન, બે દિવાળીઓ અને નવા વર્ષ ઉજવ્યા છે – એટલે ઈન્ક્રીમેન્ટ / પ્રમોશન સહેજ ઓછા લાગે કે તરત અમે કંપનીના મેનેજમેન્ટ સુધી અમારા કામના બળે અમારી વાત પહોંચાડી શક્તા. ઉપરીઓ પણ એટલા મદદગાર કે દર વખતે એ વિઘ્નોને પાર કરી અમે સપ્રમાણ અને કાયદેસર થવું જોઈએ એટલું ઈન્ક્રીમેન્ટ / પ્રમોશન મેળવી શક્યા હતા.

પણ હવે પરિસ્થિતિ અલગ છે, અહીં સિવિલની ગત વર્ષમાં જરૂરત નહીવત રહી હતી, અથવા અન્ય શાખાના લોકો આડકામ તરીકે સિવિલના કામ કરી લેતા હતા. નવા વર્ષે જ્યારે વિશ્વનો એક વિશાળકાય ગણાય, ભારતનો તો અવ્વલ દરજ્જાનો – એવો પ્રોજેક્ટ આવી રહ્યો છે ત્યારે હવે ફરીથી અમારી આશાના મિનારા બેઠા થયેલા, પરંતુ એ બધી આશાઓ અને ઈચ્છાઓ મૃગતૃષ્ણા પૂરવાર થઈ અને એ સાથે બધી જ ચિંતાઓ બેઠી થઈ ગઈ જેમાં હોમલોન ભરવાની અને અત્યારે જે મકાનમાં રહીએ છીએ એનું ભાડું, છોકરાઓના અને ઘરના વધતા ખર્ચ, ડીઝલ અને ગેસના ભાવોની અસરો વગેરે સમાવિષ્ટ છે.

આશા છે નવો પ્રોજેક્ટ શરૂ થતા પહેલા જવાબદારીઓ અને કામના ભારણ આપવાની સાથે સાથે આ બાબતે પણ મેનેજમેન્ટ વિચારશે. કામ કરવામાં કદી પાછું વાળીને ન જોયું હોય, સમયનો કે પરિવારનો વિચાર કર્યા વગર કામ કર્યું હોય તો આશાથી ઓછો વધારો મનને સ્વીકૃત ન થાય એ સ્વભાવિક છે. હાલની મારી કંપનીએ પગારવધારા અને વળતરની બાબતોમાં મેં જ્યારે જ્યારે સાચી રીતે અસંતોષ દર્શાવીને અવાજ ઉઠાવ્યો ત્યારે કામ અને જવાબદારીને જોઈને એ સુધારવામાં કદી નિરાશ કર્યો નથી, અને મારા ઘરની આર્થિક પરિસ્થિતિ આજે જે પણ સ્તરે પહોંચી શકી છે – એ આ કંપનીને જ આભારી છે. હાલ તો ઓન પેપર અસ્વીકાર કર્યો હોવા છતાં પગારમાં આવતો વધારો અકાઉંટમાં મોકલી દેવાયો જ છે. એકાદ બે મિત્રોએ અસહકારની લડત પણ શરૂ કરી છે, પણ પગારવધારો ન મળ્યો એટલે કામ બગાડવાની કે ભાગવાની વૃત્તિ એ જ બતાવે છે કે કંપની તમને ઓળખીને જ એ વધારે નથી આપતી. મને લાગે છે કે સાચી રીતે એ કંપની સમક્ષ પ્રસ્તુત કરવું પણ એના લીધે કામમાં કે તમારી વફાદારીમાં કોઈ ફરક ન પડવો જોઈએ.

ઈન્ક્રીમેન્ટ ધારણા અનુસારનું નથી, પણ ઈન્ક્રીમેન્ટ્સ ધારણા અનુસારના ક્યારેય હોતા નથી. (સિવાયકે ‘આશા ન હોય કે કાંઈ મળશે અને થોડું મળી જાય’ એવું પણ એક મિત્રનું છે.) પણ ગીતાના પ્રોફેશનલ વર્ઝન મુજબ “નોકરી કર, ઈન્ક્રીમેન્ટ, પ્રમોશનની ચિંતા ન કર.” ને અનુસરીને હાલ નોકરી ચાલુ છે… મૃગતૃષ્ણાઓ ક્યારેય સંતોષાતી નથી એવું વિચારીને એક ઉંડો શ્વાસ લઈને…. આગળ વધીએ.

Advertisements

5 thoughts on “ઈન્ક્રીમેન્ટ, પ્રમોશન અને મૃગતૃષ્ણા…

 1. નોકરી અને તેય સરકારી,માં વફાદારી એટલે ઘાસની ગંજીમાં સૉય ! નિષ્ઠા એ નોકરીનો પાયાનો ગુણ છે પણ હવે યુનિયનો એ કરવા દેતાં નથી. ગાંધીજી અને અનસૂયાબહેને સ્થાપેલા દેશના સૌથી જૂના યુનિયન ‘મજૂર મહાજન સંઘ’માં મેં ઇન્ચાર્જ વર્કર્સ એજ્યુકેશન તરીકે ચાર વરસ કામ કરેલું. ત્યાંના આદર્શોય હવે જૂના થઈ ગયા !

  તમે નોકરી શબ્દનું મૂલ્ય વધાર્યું ગણાય. ધન્યવાદ.

  Like

  • વફાદારીની વ્યાખ્યા બદલાઈ રહી છે અથવા તો બદલાઈ ગઈ છે.

   આજના કોર્પોરેટ વિશ્વમાં ‘તમારો ફાયદો, કંપનીને ફાયદો’ એ ગદ્દારી નથી, પણ ‘તમારો ફાયદો, કંપનીને નુકસાન’ એ ખરાબ ગણાય છે. બાકી મૂલ્યો, નિષ્ઠા અને સંસ્થા પ્રત્યે લાગણી તો સેલ્ફ ડેવલપમેન્ટના પુસ્તકો સિવાય ક્યાં જોવા મળે છે?

   આજની પેઢીને, ‘જેને જોઈને આવા ગુણો પ્રેક્ટીકલી પણ શક્ય છે એ શીખી શકાય’ એવા લોકો પણ જોવા મળતા નથી…

   Like

 2. Zahir desai – USA CHICAGO

  નોકરી કર, ઈન્ક્રીમેન્ટ, પ્રમોશનની ચિંતા ન કર.” ને અનુસરીને હાલ નોકરી ચાલુ છે… મૃગતૃષ્ણાઓ ક્યારેય સંતોષાતી નથી એવું વિચારીને એક ઉંડો શ્વાસ લઈને…. આગળ વધીએ.

  Like

 3. “મારા ઘરની આર્થિક પરિસ્થિતિ આજે જે પણ સ્તરે પહોંચી શકી છે – એ આ કંપનીને જ આભારી છે.” — આ વાક્ય મારા માટે પણ સાચું. પગાર વધે એટલે ખર્ચા વધે, ખર્ચા વધે એટલે પગાર પણ વધે એમ કરવું પડે, આ ચક્ર ચાલ્યા કરે.

  બાકી કંઇ એમને એમ હું અહીં બેંગ્લોરમાં બેઠાં-બેઠાં દિવાળી મનાવીશ? 😀

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s