નવનીત સમર્પણ હવે ડીજીટલ સ્વરૂપમાં…

ડીજીટલ વાંચનના રસીયાઓ માટે એક સરસ સમાચાર..
ગુજરાતી વાંચનને ઓનલાઈન ઉપલબ્ધ કરાવનાર સર્વે બ્લોગર / વેબસાઈટ ચલાવનાર મિત્રોને જાણીને આનંદ થાય એવી વાત.

નવનીત સમર્પણ સામયિક તરફથી મળેલ ઈ-મેલ મુજબ 24 ઓક્ટોબરે આ સામયિકનું ડીજીટલ સ્વરૂપ ઉપલબ્ધ થશે..
અત્યારે તેની વેબસાઈટ http://www.navneetsamarpan.com પર માર્ચ અને ઓક્ટોબર 2012ના અંક નિ:શુલ્ક ઉપલબ્ધ છે.

 • ડીજીટલ સ્વરૂપે સામયિકના અંકો મેળવવા માટે એક વર્ષની સબસ્કિપ્શન ફી 120 રૂ. રાખવામાં આવી છે.
 • ડીજીટલ સ્વરૂપમાં ઉપલબ્ધ થઈ રહેલ આ મેગેઝીનને લેપટોપ, કોમ્પ્યુટર અને આઈપેડ પર વાંચી શકાશે.
 • આ ઉપરાંત તેનું પીડીએફ વર્ઝન પણ ઉપલબ્ધ થશે
 • દર મહીનાની પહેલી તારીખે સામયિકનો નવો ડીજીટલ અંક પ્રસ્તુત થશે.
 • ગત અમુક મહીનાઓની આ સામયિકની પ્રત ઓનલાઈન નિ:શુલ્ક ઉપલબ્ધ થશે, જેમાંથી લગભગ બે અત્યારે ઉપલબ્ધ છે.

જો કે કોઈ પણ સાધન પર તેને વાંચવા અડૉબે ફ્લેશ ઈન્સ્ટોલ કરેલુ હોવું જોઈશે. કારણ કે નવનીત સમર્પણ જે સોફ્ટવેર પર ઓનલાઈન વાંચન માટે ઉપલબ્ધ થઈ રહ્યું છે તે axmag ફ્લેશ આધારીત છે, આ કારણે તેને એન્ડ્રોઈડ આધારીત સાધનો અને મોબાઈલ પર વાંચી શકાશે નહીં. વળી સેમ્પલ તરીકે મૂકાયેલી તેની પીડીએફ પ્રત અધધધ 41 મેગાબાઈટ્સની હતી… ડાઉનલોડ માટે આ સાઈઝ વધુ પડતી કહેવાય જેને ઓપ્ટિમાઈઝ કરી ઓછી કરી શકાય છે. કોઈ પણ પાનાંને ખૂબ ઉંચા રેઝોલ્યૂશન પર સ્કેન કરી મૂકવાની જરૂર નથી, લગભગ 100 ડીપીની આસપાસનું સ્કેન પર્યાપ્ત થઈ રહે છે, આશા છે સાઈઝ વિશેની આ તકલીફનો ઉકેલ તેઓ વિચારી શક્શે.

ઓનલાઈન સબસ્કિપ્શન માટે તૈયાર છીએ, સબસ્કિપ્શન વિગતોની રાહ જોઈશું…

નવનીત સમર્પણ સામયિક અને દીપકભાઈ દોશી આમ પણ નવીનતા માટે જાણીતા છે જ, એટલે આ નવા અને જરૂરી પ્રયાસ બદલ તેમને ખૂબ ખૂબ અભિનંદન તો ખરા જ, સાથે સાથે આ સુવિધાને વધુ ને વધુ ઓપ્ટિમાઈઝ કરી લોકભોગ્ય બનાવી શકાય એ માટે ‘બેસ્ટ ઑફ લક’

અપડેટ : આજે તા. 24 ઓક્ટોબરે ‘નવનીત સમર્પણ’ ની વેબસાઈટ અપડેટ કરાઈ છે, સબસ્કિપ્શન વિગતો  તથા તાજા અંકના કેટલાક પાનાં અહીં ઉપલબ્ધ છે.

Advertisements

5 thoughts on “નવનીત સમર્પણ હવે ડીજીટલ સ્વરૂપમાં…

 1. બે હૃદય એક થાય તે ગમે પરંતુ નવનીતનું જયારે સમર્પણ થયું ત્યારે એ ભાવ ન જાણે કેમ અનુભવાયો નહોતો પરંતુ નવનીત સમર્પણે આજે સમયની સાથે ચાલવાનો, વહેવાનો અને વહેતા રહેવાનો જે ક્રમ અપનાવ્યો છે તે જાણી આનંદ અંકે થયો હોય તેવી લાગણી અનુભવાય છે. -હદ.

  Like

 2. ‘નવનીત સમર્પણ’ની તેમનાં પથદર્શક સામયિકને ડીજીટલ સ્વરૂપે પ્રકાશિત કરવાની પહેલ જે લોકો માટે મુદ્રિત આવૃતિ મેળવવી સરળ નથી તેમને માટે ખુબ જ લાભદાયક પરવડશે.

  આશા કરીએ કે નવનીત સમર્પણનાં પગલે પગલે ગુજરાતીમાં પ્રસિધ્ધ થતાં આવાં શિષ્ટ સામયિકો પણ આ ટેક્નોલોજીકલ અને નાવિન્યસભર પગલાંને અનુસરશે.

  Like

 3. મને પ્લીસ ચેતન ભગત ની કોઇ ઇ બુક વાંચવા મલશે? પ્લીસ મારે એમની બુક વાંચવાની ખુબ જ ઇચ્છા છે.

  Like

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s