“મરીન સિવિલ એન્જીનીયરીંગ” વિશે જી.ઈ.સી ભાવનગર ખાતે વક્તવ્ય

ગત તા. 26 સપ્ટેમ્બરે ગવર્મેન્ટ એન્જીનીયરીંગ કોલેજ, ભાવનગર ખાતે મને “મરીન સિવિલ એન્જીનીયરીંગ” વિષય પર છેલ્લા (ચોથા) વર્ષના અને ત્રીજા વર્ષના બી.ઈ. સિવિલના વિદ્યાર્થીઓને માર્ગદર્શન, વિષયની જરૂરીયાત, ઉપયોગીતા અને ભવિષ્ય વિશે એક્સપર્ટ લેક્ચર આપવા માટે કોલેજ તરફથી મને આમંત્રિત કરાયો હતો. સિવિલ એન્જીનીયરીંગની ત્યાંની શાખા માટે આ પ્રથમ એક્સપર્ટ લેક્ચર હતું એટલે ઉત્સાહ પણ સરસ હતો અને હાજરી પણ લગભગ પૂરેપૂરી.

માસ્ટર્સ દરમ્યાન ભણવાનો ખર્ચ નીકળી રહે એ માટે એક ખાનગી એન્જીનીયરીંગ ક્લાસિસમાં મેં એક વર્ષ ચાર વિષય, (સર્વે, જીઓટેકનીકલ એન્જીનીયરીંગ, સ્ટ્રક્ચર ડિઝાઈન અને હાયડ્રોલિક્સ) ભણાવ્યા હતા. પણ આ વાત અલગ હતી, જ્યાં મારે લગભગ 180 વિદ્યાર્થીઓ, શિક્ષકો, પ્રોફેસર્સ અને લેક્ચરર્સ સમક્ષ આ તદ્દન નવો વિષય મૂકવાનો હતો. મરીન સિવિલ એન્જીનીયરીંગ એ સિવિલ એન્જીનીયરીંગની કોઈ વિશેષ શાખા નથી, પરંતુ સિવિલની જ વિવિધ શાખાઓના સમૂહનો દરિયામાં, નદીમાં અથવા દરિયાકિનારે થતા બાંધકામ માટે વિકાસ અને વપરાશ પર તે આધારીત છે.

આવનારા સમયમાં પ્રોજેક્ટ કરાયેલ સાહસોને જોતાં મરીન એન્જીનીયરીંગ એ સિવિલ એન્જીનીયરીંગની એક વિશેષ શાખા બની રહેવાની છે. કલ્પસર યોજના, ધોલેરા સ્પેશીયલ ઈન્વેસ્ટમેન્ટ રીજીઅન અને સરદાર પટેલ ની મહાકાય પ્રતિમા ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’ એ ત્રણ પ્રોજેક્ટ જ ગુજરાતના મરીન કન્સ્ટ્રક્શનના ભવિષ્યને દર્શાવવા પૂરતા છે, આ ઉપરાંત અનેક પોર્ટ અને શિપયાર્ડની યોજનાઓ એમાં ઉમેરાય તો કોઈ એક વિકસિત રાષ્ટ્રમાં હોય એથી વધુ પ્રોજેક્ટ ગુજરાતમાં જોવાઈ રહ્યા છે. આ જરૂરતને જોતાં મરીન સિવિલ એન્જીનીયરીંગ વિષય આવનારા દિવસોમાં વધુ વિસ્તૃતપણે અને ઉંડાણમાં અભ્યાસ માંગી લેશે. જાપાનના કોબ પોર્ટની મુખ્યપ્રધાન શ્રી મોદીની મુલાકાત પણ એ જ ઉપલક્ષ્યમાં જોવાઈ રહી છે, એ પગલે જોતાં મરીન સિવિલ એન્જીનીયરીંગ વિષયમાં વિશેષ અભ્યાસક્રમ શરૂ થાય એ જરૂરી થઈ રહેશે. છેલ્લા સાત વર્ષના આ જ શાખાના અનુભવને લીધે મને આ લેક્ચર માટે આમંત્રણ અપાયું હતું.

અનુભવ સરસ રહ્યો, પ્રેઝન્ટેશન બનાવતા ત્રણેક દિવસ લાગ્યા. બુધવારે બપોરે 12.15 થી 1.25 સુધી મેં એ પ્રેઝન્ટેશન રજૂ કર્યું. એ પ્રેઝન્ટેશન અહીં મૂક્યું છે.

કંઈક અલગ કરવાની ઈચ્છા દરેક ક્ષેત્રમાં અવનવા અનુભવ અપાવે છે, આ પણ એવો જ એક અનુભવ બની રહ્યો, આવતા સેમીસ્ટરમાં ફરીથી એક પ્રેઝન્ટેશન આપવા ત્યાં જવાના આમંત્રણ સાથે ગવર્મેન્ટ એન્જીનીયરીંગ કોલેજના પ્રિન્સિપલ અને અન્ય સ્ટાફ મિત્રોએ પીપાવાવ ખાતે તેમની કોલેજના વિદ્યાર્થીઓની એક ટેકનીકલ મુલાકાત માટે પણ મને વિનંતિ કરી જે માટે ઘટતું કરવાની મેં તેમને ખાત્રી આપી છે.

ગણેશ ચોથના દિવસે જ ગણપતીની એક સરસ મૂર્તી મોમેન્ટો તરીકે તેમણે મને ભેટ કરી, ભાવનગરમાં ‘રસોઈ’ ખાતે અમે ગુજરાતી થાળીનો સ્વાદ માણ્યો અને છૂટા પડ્યા. આ આખીય પ્રક્રિયાના આયોજન બદલ ગવર્મેન્ટ એન્જીનીયરીંગ કોલેજ, ભાવનગરના લેક્ચરર / પ્રોફેસર મિત્રો યશોધર પાઠક અને ગિરીશ જગડનો ખૂબ ખૂબ આભાર.

Advertisements

4 thoughts on ““મરીન સિવિલ એન્જીનીયરીંગ” વિશે જી.ઈ.સી ભાવનગર ખાતે વક્તવ્ય

  1. Shri Adhyaru…. I’m really glad to see your manifold deep interest in various subjects and way of presentation as a visitor on this site especially when I have worked as a man of Finance and Audit in GMB and have visited almost all ports of Saurastra and south Guj. Including chemical port some jetties like Sikka. So, you make me revind me that stint though being a man of some principles and audit had a problems –conflict with the M.D. of GMB as govt. officer. GMB work regarding marine/mangroves being technical I had to refer its spl dictionary. I recollect one long pending issue of buying of big govt, tug rather valuing around Rs. 40 crores or so and non-payment in time and audit queries with one of the industrialist in this field which echoed in assembly also. One Mr late Vyas of Bhavnagar was Director in our GMB then. You revive my scrutinizing dredging proposals and Our Govt ship building Co. etc. It is a god-gift that you have very good command on your mother tongue and also doing your best for our community in general spread of technical knowledge and literature and such other activities.
    Thanks a lot for doing a very noble job like this that too in a decent way
    Yours,
    Mr. P.P.Shah

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s