દોડવાની પૂર્વતૈયારીઓ..

આવતીકાલે એટલે કે પંદરમી ઓગસ્ટ 2012થી દોડવાની પ્રવૃત્તિ શરૂ કરાઈ રહી છે.

આ પહેલા પણ એક વખત દોડવાનો વિચાર કર્યો હતો, પરંતુ બે દિવસ પ્રયત્ન છતાં આળસના લીધે અલાર્મ બંધ કરીને ફરી સૂઈ ગયો.

આ વખતે એવું ન થાય એ માટે પૂર્વતૈયારીઓ અને ઓળખીતાઓને આ વાત કહી રાખવા વિચાર્યું હતું. એ મુજબ બ્લોગ પર પણ એ નિર્ણયનો જાહેર સ્વીકાર કરેલો જેથી દોડવા માટે વહેલા ઉઠવાનું થાય તો મન પાછું ન પડે.

પૂર્વતૈયારીઓ રૂપે વડોદરામાં જન્માષ્ટમીની બે દિવસની મુલાકાત દરમ્યાન ખરીદી કરવામાં આવી. મુખ્યત્વે કોલંબસ(કંપની)ના શૂઝ ખરીદવામાં આવ્યા.

હાફપેન્ટ અને નાઈકનું એક સરસ ટી-શર્ટ મિત્ર સુબાસ દ્વારા ભેટમાં આપવામાં આવેલા અને વપરાયા વગરના પડી રહ્યા હતા તેનો ઉપયોગ કરવાનું સરસ બહાનું પણ મળ્યું છે.

અને હા, એક મોટી તૈયારી છે ગીતોની જે એક અલગ પોસ્ટ દ્વારા પ્રસ્તુત કરીશ.

ચલો આઝાદીના દિવસથી એક નવી પ્રવૃત્તિ…

Advertisements

13 thoughts on “દોડવાની પૂર્વતૈયારીઓ..

   • તમારા મેઈલ પરથી શીઘ્ર રચના :

    જાગીને જોઉં તો જગત દોડ્યા કરે, ઉંઘમાં જે હતું સુપ્ત કેવું !
    ઉંઘથી જાગવું એ જ કપરું હતું, જાગી જાતાં બધું સાવ સ્હેલું;

    ઉંઘવું, જાગવું; જાગીને દોડવું, દોડીને તન–મને ચુસ્ત રહેવું.
    જે હતું સુસ્ત તે ચુસ્ત થૈ સાંપડ્યું ! પરમ આશ્ચર્ય આ કેને ક્હેવું ?!

    ‘જુગલ’ કર જોડીને એમ સંજ્ઞા કરે, અનુભવીનું કહ્યું અમલ લેવું.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s