લોકગાયક ગુજરાતી… માણવાલાયક શૃંખલા

આમ તો દૂરદર્શનની ગુજરાતી ચેનલ ડીડી-11 જોવાનો સમય ત્યારે જ આવે છે જ્યારે કોઈ મિત્ર અથવા ઓળખીતાનો કાર્યક્રમ હોય અને એની જાણકારી અગાઉથી મળી હોય. આ સિવાય સરકાર દ્વારા ફરજીયાત એકથી દસમાં રહેલી એ ચેનલનો નંબર ભાગ્યે જ આવે છે.

આવામાં ઈ-ટીવી ગુજરાતી પર હાલમાં શરૂ થયેલી કાર્યક્રમ ‘લોકગાયક ગુજરાતી’ની દ્વિતિય શૃંખલા જોવાની ખૂબ મજા આવે છે. આમ પણ ‘આપણી રસોઈ’ અને હવે ‘ફ્લેવર્સ ઓફ ગુજરાત’ દ્વારા અમારા પરિવારમાં આ ચેનલ મહિલાઓ દ્વારા જોવાય જ છે, એટલે લોકગાયક ગુજરાતીની આ દ્વિતિય શૃંખલા શરૂ થવાની માહિતિ મળી.

દર શનિવાર અને રવિવારે સાડા સાત વાગ્યે સાંજે પ્રસ્તુત થતો આ અનોખો કાર્યક્રમ ઝી ટીવીના હિન્દી ગીતો માટેના ‘સા..રે..ગ..મ’ અથવા એ પ્રકારના કોઈ પણ હિન્દી ગીતોના કાર્યક્રમની સરખામણીએ ઉભો રહી શકે તેવો અને તેનાથી વધુ ‘સામાજીક’ મૂલ્ય ધરાવતો સરસ કાર્યક્રમ છે, કારણ કે એ ગુજરાતનો પોતાનો કાર્યક્રમ છે.

વત્સલાબેન પાટીલ અને બિહારીભાઈ ગઢવી જેવા જાણકાર નિર્ણાયકો, શ્રી કીર્તિદાનભાઈ ગઢવી દ્વારા કરાતું સુંદર સંચાલન અને સાથે સાથે ગવાયેલ ગીતો વિશે અપાતી સમજણ આ કાર્યક્રમની વિશેષતા વધારી દે છે. મોટેભાગે ડાયરાઓમાં અને લોકગીતોના જાહેર કાર્યક્રમમાં એવું અનુભવાયુ છે કે ખૂબ વધારે પડતુ ઘોંઘાટની લગોલગ પહોંચી જતુ સંગીત એ લોકગીતના શબ્દોને અને તે દ્વારા તેના મર્મ સુધી પહોંચવામાં અડચણ આપે છે ત્યારે આવી સુંદર પ્રસ્તુતિ લોકગીતો વિશેની સમજણ પણ વધારશે એવી આશા અસ્થાને નહીં ગણાય.

આ શોની પ્રથમ શૃંખલા પૂર્ણ થયા પછી તેના પ્રથમ ક્રમાંકિત ગાયકોને લોકગીતોના ક્ષેત્રમાં નામના મળી છે, કાર્યક્રમોમાં તેમને બોલાવાય છે અને એ રીતે એમને વ્યવસાયિક રીતે પણ ફાયદો થાય છે. આ પ્રકારના શો ગુજરાતી ચેનલ પર શરૂ થાય, પ્રચલિત થાય અને સાથે સાથે આટલો વ્યવસ્થિત રીતે ચાલી શકે, લોકોનો પ્રેમ પામી શકે અને ખૂબ સફળ પણ નીવડે એ આનંદની વાત છે.

Advertisements

2 thoughts on “લોકગાયક ગુજરાતી… માણવાલાયક શૃંખલા

 1. Yes. “Lok Gayak gujarat-2” is really a nice program. We can enjoy the feeling of “Dayro” from home and learn how to sing lokgeets and bhajans.
  I like to hear Niranjan Pandya the most and then Narayan Swami,Lakshman Barot etc. I am fan of Dayra’s. 🙂 .
  Even i like to hear Loksahitya ni vato’s from “BHIKHUDANBHAI GADHVI”. I think He is the only “Bhandar of gujrati loksahitya”. We should have somebody to continue this “VARASO” otherwise we will loose this “ATI MULYAVAN VARSO”…. 😦
  “MAYABHAI AHIR could be one of the options for this”

  Thanks

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s