મારે રહેવું ભાડાના મકાનમાં…

વિશ્વમાં મારા માટે સૌથી વધુ કંટાળાજનક પ્રક્રિયા જો હોય તો એ છે ભાડાના એક મકાનમાંથી બીજા મકાનમાં સામાન ફેરવવો.. મહુવામાં અમે ભાડે રહીએ છીએ, છેલ્લા સાડા ચાર વર્ષમાં બે મકાનોમાં રહ્યા છીએ, 14મી માર્ચથી ત્રીજા મકાનમાં પ્રવેશ કર્યો, સામાન (ભેગો કરવો, બાંધવો, ફેરવવો, છોડવો અને ગોઠવવો), દૂધવાળાને, કેબલવાળાને, હાર્દીની શાળાની વેનના ડ્રાઈવરને વગેરે વગેરેને નવા સરનામે આવવા કહેવું, પંખા – ટ્યૂબલાઈટ કાઢવા – લગાવવા જેવી અનેક બાબતો ભયાનક કંટાળો અને થાક આપે છે.

‘સૌરાષ્ટ્રની રસધાર’ ના ઑડીયોને લીધે અક્ષરનાદ પર પોસ્ટ કરવામાં (એક દિવસ પાડવા સિવાય) ખાસ વાંધો આવ્યો નહીં. પણ હું, પત્ની, મમ્મી અને છોકરાઓ ખૂબ થાકી ગયા – અને છતાંય નવા મકાનમાલિકે ઢોકળા અને ગરમાગરમ ખીચડી સાથે અમારું સ્વાગત કર્યું એ ખૂબ ગમ્યું.

હવે પ્રતિભાએ મારી પાસેથી વાયદો લીધો છે કે ફરીથી મકાન બદલીશું ત્યારે આપણા પોતાના મકાનમાં જઈશું….. જોઈએ આ સ્વપ્ન ક્યારે સાચું થાય છે કારણકે મહુવામાં (કોઈ ઈન્ડસ્ટ્રી નથી છતાંય એક અથવા બીજા કારણસર) મકાનના – પ્લોટના ભાવ શહેરની સરખામણીએ ચાલે છે અને રાજુલામાં એથી પણ વધારે છે. મહુવામાં પ્લોટના 1200 રૂપિયા પ્રતિ ચોરસ ફૂટ ભાવ છે… એથી પણ વધારે શક્ય છે.

એટલે ‘આમીન’ કરીને એ સ્વપ્નને હમણાં સ્ટોર કરી દીધું છે, અને ભાડાના નવા મકાનમાં સામાન ગોઠવાઈ રહ્યો છે, લેપટોપ અને મારા પુસ્તકો ગોઠવાઈ ગયા એટલે મારુ કામ પૂર્ણ થઈ ગયેલું ગણ્યું છે.

અને જો મકાન બદલવાના એવોર્ડ હોય તો એ સ્વીકારતી વખતે આવી સ્પીચ આપું – સામાન ફેરવવામાં મદદ કરવાવાળા બાબુ અને ગાડીની વ્યવસ્થા કરનાર શાંતિ – સુભાષનો ખૂબ આભાર. તો પંખા કાઢી અને રિપેર કરવા સુધી પહોંચડવા બદલ નયનનો પણ ખૂબ આભાર. મકાન પાછું લેનાર મકાનમાલિક અને નવું મકાન આપનાર મકાનમાલિક – બંનેનો પણ ખૂબ ખૂબ આભાર… 🙂

Advertisements

9 thoughts on “મારે રહેવું ભાડાના મકાનમાં…

  1. મારે રહેવું ભાડાના મકાનમાં…

    આટલુ સમજાય જાય તો આપણે મકાન માલિકનો આભાર માન્યા વગર ન રહી શકીએ.

    ઘણાં લોકોને તો તે ય ખબર નથી કે તેઓ ભાડાના મકાનમાં રહે છે અને તેનો મકાન માલિકે ય હોય છે 🙂

    Like

  2. BHAI SHRI, I WAS USEING OUR PARENTIAL HOME, BUT GOT ONE NEW AND BUILD NEW ONE AT AGE AFTER 38 YEARS BY GRACE OF GOD, AND ENJOYED FURTHER 38, AND NOW FORTUNATE TO ENJOY NEW HOME FOR BOTH OF US TO LIVE WITH DAUGHTER, IN USA FOR 12 YEARS,,NEXT I DONT KNOW HOW MANY I HAVE TO CHANGE BEFORE LEAVING THIS PLANET AND WHERE I HAVE TO LOCATE, BUT I DONT WORRY AS I DONT DRIVE AND I WILL GET RIDE AND WILL GO WITHOUT ANY LOAD FROM THIS PLANTE, IS GRACE BY GOD. ENJOYING GOOD HEALTH AND HAPPINESS AND ONE E.MAIL DAILY FROM YOU AND MORE FROM FRIENDS AND SHARE WITH FRIENDS. SO ENJOY LIFE, I LOVE YOU, HOW HARD YOU WORK FOR US. GOD BLESS YOU AS PER WISH OF YOUR BELOVED AND FAMILY AND ,INCLUDING YOUR DEAR MOTHER.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s