રક્તદાન…. અચ્છા લગતા હૈ…

રાષ્ટ્રીય સુરક્ષા સપ્તાહની અમારી કંપનીમાં ઉજવણી થઈ રહી છે, 4થી માર્ચથી વિવિધ આયોજનો કરાયા છે એ અંતર્ગત નિબંધ સ્પર્ધા, સૂત્ર સ્પર્ધા, પોસ્ટર સ્પર્ધા વગેરે યોજાયા, એકાંકી પ્રસ્તુત થઈ, અમારા ડિપાર્ટમેન્ટ હેડના કહેવાથી મેં યથાશક્તિ જજની ભૂમિકા અદા કરી.

આ જ અંતર્ગત તા. 6 માર્ચના રોજ રક્તદાન શિબિર યોજાયો. છ મહીના પહેલા આવો જ એક કેમ્પ અહીં થયેલો, એ વખતે પણ મેં રક્તદાન કરેલું. આ વખતે ફરી ભાવનગર બ્લડબેંક તરફથી જ આ શિબિર થયો. રક્તદાન કરવાનો પોતાનો એક આનંદ છે.

આપણું રક્ત કોઈકને જીવવા માટે મદદરૂપ થઈ શકે એ વાત જ કેટલી સુખદાયક છે? રક્તદાન વિશેની કેટલીક ભ્રમણાઓ અને હકીકતો અહીં પ્રસ્તુત કરી છે. હેતુ ફક્ત એટલો કે કોઈકને આ બાબતે ખ્યાલ ન હોય તો જાણ થાય અને પૂરતી સ્પષ્ટતા ન હોય તો એ ચોખ્ખું થાય.

ભ્રમણાઓ અને હકીકતો :

સ્ત્રીઓ રક્તદાન કરી શક્તી નથી.

સ્વેચ્છાએ લોહી આપવું એ એક પવિત્ર કાર્ય છે. આપણા શરીરમાં લગભગ 5000 મિલિ લોહી હોય છે અને રક્તદાન દ્વારા 350 મિલિ લોહી લેવામાં આવે છે. 18 થી 60 વર્ષની ઉંમરના અને 45 કિગ્રાથી વધુ વજનના કોઈ પણ પુખ્ત વ્યક્તિ રક્તદાન કરી શકે છે.

ઘણા રક્તદાતાઓ છે, મારે શું કામ રક્તદાન કરવું જોઈએ?

કુલ જનસંખ્યાના માંડ 5% રક્તદાન કરે છે. રક્ત લેબોરેટરીમાં બનાવી શકાતું નથી, એ ફક્ત સ્વૈચ્છિક રક્તદાતાઓ દ્વારા જ મળી શકે, તેની સામે રોજ અકસ્માતોમાં અથવા અન્ય રીતે જેમને લોહી જોઈએ છે એવા લોકોની સંખ્યા કેટલી હશે?

Donating Blood

રક્તદાનમાં સમયનો બહુ વ્યય થાય છે, મારે ઘણાં કામ છે.

રક્તદાનમાં ફક્ત દસ મિનિટ લાગે છે. ફોર્મ ભરવા અને અન્ય બાબતોમાં બીજી વીસેક મિનિટ ગણીએ તો અડધો કલાક, પણ એ અડધો કલાક કોઈકની જિંદગી બચાવી શકે છે.

આપેલુ લોહી કાયમ માટે ઉપયોગમાં લઈ શકાય છે.

રેફ્રિજરેશન હેઠળ રાખેલ લોહીમાં રહેલા લાલ રક્તકણો 42 દિવસ સુધી જ જીવે છે, પ્લેટલેટ્સ ફક્ત પાંચ દિવસ રહે છે.

રક્તદાન કર્યા પછી નબળાઈ લાગે છે. રક્તદાન પછી રોજીંદી ક્રિયાઓ નહીં કરી શકાય.

ના, જરાય નબળાઈ નથી આવતી, છતાંય રક્તદાન પછી ગ્લૂકોઝનું પાણી, કેળા અથવા ચા-બિસ્કીટ એવી કોઈ પણ નબળાઈને ટાળવા આપવામાં આવે છે.

મહદંશે બ્લડબેંક અકસ્માતના સમયમાં જરૂરતમંદોને અતિ-ઉપયોગી એવું રક્ત પહોંચાડે છે.

રક્તદાન વિશે એક ખૂબ ઉપયોગી અને માહિતિપ્રદ લેખ અહીં ક્લિક કરીને વાંચી શકાય છે.

રક્તદાન કરો – એ કોઈકનું જીવન બચાવી શકે છે.

Advertisements

8 thoughts on “રક્તદાન…. અચ્છા લગતા હૈ…

 1. મારે પણ ક્યારયનું રક્તદાન કરવાનું રહી જાય છે. આ વર્ષથી નિયમિત શરુ કરવાનું વિશલિસ્ટમાં છે. તમને આરામથી રક્ત આપતા જોઈ અમને પણ આરામ કરવાનું મન થયું છે 😉

  Like

 2. મેં હજુ સુધી એકપણ વર રક્તદાન કર્યું નથી. એક વખત ગઈ હતી તો મરું વજન જોઈને ના પાડી હતી. પણ આ એક કરવા જેવું કામ છે. હવે તક મળે ત્યારે ચોક્ક્સ કરીશ.

  Like

 3. જય ગુરુદેવ,

  “રક્તદાન એ આજના યુગનું મહાદાન“

  મેં જ્યારે પહેલીવાર રકતદાન કર્યું ત્યારે શરીરમા સુક્ષ્મ શક્તિ અવતરી થઈ રહી હોય અને મારું શરીર એકદમ હળવું ફૂલ જેવું થઈ ગયું અને એક નવો ઉત્સાહ -સ્ફૂરણા જોશ ગતિશીલતા વધતી હોય તેવી અનુભુતી થઈ હતી,

  મારા શરીરમાં સૂક્ષ્મ રૂપે કણકણમાં રહેલ શક્તિનો સંચાર યાને રકતસંચાર થઈ રહ્યાની અનુભૂતિ તથા એ ‘રકત‘ની જ આહૂતિ આ જીવનયજ્ઞમાં અપાઈ રહી હોવાનું ગૌરવ હું અનુભવુ છું.

  સ્વૈચ્છિક રક્તદાન, આ યુગનું મહાદાન છે. ‘રકતદાન યજ્ઞ‘માં મારી ભાગીદારી અવશ્ય હોય છે. હું યજમાન છુ, અને દર વર્ષે બે – ત્રણ આ રકતરૂપી આહૂતિથી કોઈ માનવ જીવનને જીવનદાન મળે છે.

  રક્તદાન યજ્ઞમાં (કેમ્પ) રકતરૂપી આહુતિ આપીને માનવ જીવનને એક જીવત દાન મળે છે. “રક્તદાન એ આજના યુગનું મહાદાન“ રક્તદાન કરવા/કરાવવામાં આપનું યોગદાન આપશો.

  Like

 4. DONATE BLOOD WHILE YOUNG AND WILL TO DONATE EYES AND BODY AFTER DEATH. WILL HELP MANY LIFE IN AND AFTER LIFE..A GREAT JOB OF LIFE…
  WE AT PETLAD BRANCH OF INDIAN RED CROSS SOCIETY ENCOURAGED AND SECURED SHEILD FOR BLOOD DONATION FOR THREE TIMES, IT WAS NICE TO WORK AS TEAM OF DEDICATED PERSONS.SWAMI SADCHIDANANDJI HAS ENCOURAGED US OPENING EYE DONATION ACTIVITY BY LIGHTING LAMP AND MANGAL PRAVCHAN, MANY BENEFITED WITH EYE DONATIONS AND BODY DONATIONS YOU CAN SPARE YOUR WEALTH FOR YOUR HEIRS, BUT DONATE GOD GIVEN GIFT TO NEEDY.GOD BLESS YOU AND YOURS

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s