નિર્ણાયક તરીકેનો અનુભવ – અમૂલ વોલ્કેનો ૨૦૧૨ સ્કિટ સ્પર્ધા

આણંદ શહેરમાં તા. 31 જાન્યુઆરીથી 4 ફેબ્રુઆરી સુધી રોટરી ક્લબ આણંદ અને આણંદ નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે આંતરકોલેજ યૂથ ફેસ્ટીવલ ‘વૉલ્કેનો 2012’ નું આયોજન થયેલું. કાર્યક્રમના સ્પોંસર હતા એલિકોન, અનુપમ ઇન્ડસ્ટ્રીઝ અને ફાઉડલર. આ જ યૂથ ફેસ્ટીવલ અંતર્ગત બીજી ફેબ્રુઆરીએ સ્કિટ (પ્રહસન) સ્પર્ધા યોજાઈ ગઈ.

આ સ્પર્ધામાં મને નિર્ણાયકોની પેનલમાં પ્રહસનોને ગુણાંક આપવા માટે આમંત્રણ મળ્યું હતું. મિત્ર શ્રી હાર્દિકભાઈ યાજ્ઞિક તથા મહેશભાઈ સાથે આ સ્પર્ધામાં મેં પરીક્ષક તરીકે ફરજ અદા કરી. સ્કિટ સ્પર્ધા પહેલા યૂથ ફેસ્ટીવલનું સુંદર થીમ ગીત રજૂ થયું અને એ પછી વિવિધ કોલેજોના વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા વિષયોને સ્પર્શતા દસ મિનિટની મહત્તમ સમયમર્યદા ધરાવતા સ્કિટ રજૂ થયાં.

પાણીના વિવિધ રૂપો અને પ્રસ્તુત સમાજમાં તેના પ્રતિભાવો ઉપસાવતા સુંદર પ્રહસનને લોકોએ તાળીઓથી વધાવી લીધું, તો બે આતંકવાદીઓ કઈ રીતે હજુ પણ સજા પામવા છતાં ભારતની જેલમાં એશ કરી રહ્યા છે એવા વિષય અને કટાક્ષ સાથેનું એક સ્કિટ રજૂ થયું. સ્વર્ગમાંથી વિષ્ણુ અને નારદ તેમના ટીવી પર પૃથ્વી પરના વિવિધ દ્રશ્યોને નિહાળે છે અને પ્રતિભાવ આપે છે – અંતે ‘પરિત્રાણાય સાધુનામ’ ના મૂળભૂત અર્થને હ્રદરસ્પર્શી રીતે પ્રસ્તુત કરીને તે સમાપ્ત થયું. પ્રચલિત શ્રેણી ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’નું બિહારી સ્વરૂપ ભ્રષ્ટાચારની મૂળભૂત જડ એવી આપણી રોજીંદી જીવનવ્યવસ્થા પર વાત કરવામાં આવી, તો પાણીમાં કુહાડી ગુમાવતો કઠિયારો પછી ત્રણ કુહાડી મેળવે છે એ પાર્શ્વભૂમિકા સાથે ક્રિકેટર, નેતા અને કોઈ ચેનલના પ્રતિનિધિ સાથે એ જ ઘટનાનું પુનરાવર્તન કેવા સંજોગો સર્જે તેની હાસ્યસભર રજૂઆત થઈ જે અંતે સામાન્ય માનવી પરની વાત સાથે પૂર્ણ થઈ. અહીં ટેલિવિઝન પર ચાલતી કોઈ સંગીત સ્પર્ધાની કટાક્ષ ઠેકડી પણ કરવામાં આવી તો ગૂંચવાઈ જવાય એવી પાર્શ્વભૂમિ સાથે કટાક્ષિકાઓ પણ રજૂ થઈ.

અમારા નિર્ણય મુજબ GCET અને ADIT ને દ્વિતિય અને પ્રથમ વિજેતાઓ તરીકે પસંદ કરાયા. ટ્રોફી વિતરણ પહેલા નિર્ણાયકોને પણ યાદગીરી રૂપે મોમેંટો આપવામાં આવ્યા, તે પછી ટ્રોફી વિતરણ થયું.

મારા મતે સ્કિટ એ ખૂબ ગંભીર પ્રકાર છે – અભિનય ઉપરાંત મૂળ તો વાતની અથવા સ્ક્રિપ્ટની પોતાની અસરકારકતા, પાત્રોની પસંદગી, અભિનય, પાર્શ્વભૂમિકા તથા થોડામાં ઘણું કહેવાની ક્ષમતા તેના મૂળ તત્વો છે. આ સ્પર્ધામાં ભજવાયેલ સ્કિટ્સમાં ઘણાં ખૂબ સરસ – વિચાર માંગી લે તેવા હતા, તો ઘણા ખૂબ જ અવિચારી – વાર્તા કે અભિનય વગરના, સાવ ઢંગધડા વગરના હતા. આટલું મોટું સ્ટેજ, આટલી મોટી સ્પર્ધા અને એક સરસ તકનો ઉપયોગ કરવો એ પણ એક પરીક્ષા છે. દસ મિનિટની આ તકમાં પોતાનું શ્રેષ્ઠ કરી શકેલા લોકો તેને જીવનભર યાદ કરી શકે તેવું સરસ સંભારણું બની રહેશે. અને આ તકને ગુમાવનાર અફસોસ સિવાય કશુંય નહીં પામે. ઘણાં ક્ષમતા ધરાવતા લોકોને આવી એક તક પણ મળતી નથી એ વિચાર મેં સ્ટેજ પરથી કાર્યક્રમ સમાપ્ત થયે વ્યક્ત કર્યો.

Advertisements

3 thoughts on “નિર્ણાયક તરીકેનો અનુભવ – અમૂલ વોલ્કેનો ૨૦૧૨ સ્કિટ સ્પર્ધા

  1. પિંગબેક: નિર્ણાયક @ અમૂલ વૉલ્કેનો 2013 | અધ્યારૂનું જગત

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s