નેટજગતમાં અખતરાઓ અને અવલોકનો…

બિગરોક.કોમ પર એક નવું ડોમેઈન નોંધાવવાની ઈચ્છા હતી, પણ એક મિત્રનો ગતવર્ષે ખૂબ ખરાબ અનુભવ સાંભળ્યો હતો. વધુ તપાસ કરવા તેમની સાથે ઑનલાઈન ચેટ કરી અને  આખુંય ભોપાળુ ખબર પડી. 2995 રુપિયામાં એક વર્ષ માટે અનલિમિટેડ સ્પેસ (- વિડીયો / ઑડીયો), અનલિમિટેડ બેન્ડવિડ્થ (-પ્રતિ કલાક બંધારણ) અને વધારામાં ઓનલાઈન રિવ્યુ કહે છે તેમ સપોર્ટ બહુ જ ખરાબ છે. નેમસર્વર બદલાતા દિવસ/સો લાગે છે… હોસ્ટીંગ ખરીદો તો વેબસાઈટ બનાવવા તેમનું વેબસાઈટ બિલ્ડર જ વાપરવું પડે…. લાગે છે કે સદીઓ પહેલા શકુની મામાની વેબસાઈટ ત્યાં જ બની હશે.

સંદર્ભ શકુનીની ડાયરી – aksharnaad.com/2011/06/09/shakuni-ni-diary

એટલે ટૂંકમાં ભારતમાંથી કોઈપણ વેબહોસ્ટ કંપનીઓ સારી સર્વિસ આપતી હોય તેવુ જાણમાં નથી. ગયા વર્ષે માનસ હોસ્ટિંગ વિશે પણ આવું જ સાંભળેલું અને વિગતે તપાસ કરી હતી. હાલ તો બ્લ્યૂહોસ્ટ ખૂબ વહાલુ લાગે છે.

ઑટોમેટિકની ઓનલાઈન વર્ડપ્રેસ બ્લોગ બેક અપ સેવા વોલ્ટપ્રેસ માં રજીસ્ટર કરાવવાની ઈચ્છા હતી, પરંતુ તેનું રજીસ્ટ્રેશન $15 પ્રતિમાસ (અત્યારની સ્થિતિમાં $15 x 50 = 750/- રુપિયા) છે, માર્ચ મહીનો આવી રહ્યો છે એટલે હમણાં એ મોકૂફ રાખ્યું છે. આવતા નાણાંકીય વર્ષમાં એ વિશે આગળ વધવાનું નક્કી છે અને તેને ઈચ્છાયાદીમાં ઉમેરી દેવાઈ છે.

ઑનલાઈન સામયિકો માટેનું – ડિજિટલ પબ્લિકેશન માટેનું સૌથી મોટું ન્યૂઝ સ્ટેન્ડ જેને કહેવાય છે તે “ઝિનિયો.કોમ” પર ગેલેક્સી ટેબમાંથી રજિસ્ટર કરાવ્યું અને તેમના તરફથી $25 ની 2011 એન્ડ્રોઈડ એપ્લિકેશન ગાઈડ કોમ્પ્લિમેન્ટરી ભેટ મળી, જેને ડાઉનલોડ કરવા મૂકી દીધી છે. શરૂઆતની સેવા, જેટલી મેં ડાઉનલોડ થઈ રહેલા પાનાઓમાં અનુભવી છે અને સામયિકની ગુણવત્તા આજ પહેલા કદી ન અનુભવી હોય એવી સરસ છે. ક્યારેય ગુજરાતી સામયિકો .pdf ફોર્મેટ સિવાય આમ વાંચવા મળી શક્શે? (જો કે pdf પણ ક્યાં મળે છે…?)

અનુભવાયુ છે કે ગત વર્ષે કે એ પહેલા પણ ચર્ચામાં રહેલા ઘણા ગુજરાતી બ્લોગ્સ / વેબસાઈટ્સ નામશેષ થઈ રહ્યા છે / થઈ ગયા છે અને તેની સામે ઘણા સરસ ગતિથી ઉભરી પણ રહ્યા છે. પણ એ આવનજાવનની સરેરાશ કુલ વિદ્યાર્થીઓ સામે શાળાઓમાં પ્રાથમિક સ્તરથી ભણવાનું છોડતા બાળકો જેટલી છે.

Advertisements

2 thoughts on “નેટજગતમાં અખતરાઓ અને અવલોકનો…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s