મંગળબજારથી સ્ક્વિન્ટ આઈ હોસ્પિટલ…

લગભગ ચારેક મહીના પહેલા વડોદરાના મંગળ બજારમાં નાના બાળકોના કપડા અને અન્ય ઉપયોગી વસ્તુઓ વેચતી એક નાનકડી દુકાનમાંથી અમારા દીકરા માટે કપડા ખરીદતા હતા ત્યારે દુકાનદારે હાર્દીને ચશ્મા પહેરેલી જોઈ. હાર્દીને આંખે ચશ્મા છે, લગભગ બે વર્ષની હતી ત્યારે તેની આંખ પહેલી વખત ડોક્ટરને બતાવી હતી. ત્યારથી આજ સુધી સતત એ ચશ્મા પહેરી રાખે છે. અમે કપડાનો ભાવ કરાવી રહ્યા હતા, દુકાનદાર ભાઈ અચાનક બોલ્યા, ‘તમારી દીકરીને કેટલા નંબર છે?’

દીકરીની આંખની ખામી વિશેની વાત આવે ત્યારે દર વખતે વાતને ટાળવાના પ્રયાસમાં રહેતા અમે તેને ‘ચાર’ એટલું કહી ફરી ભાવ કરાવવા મંડી પડ્યા, પણ તેમણે વાત પકડી રાખી,

‘કોને બતાવો છો?’

‘ડોક્ટર અબકને…’

‘કેટલા વખતથી ચશ્મા પહેરે છે?’

‘લગભગ બે વર્ષથી..’

‘કોઈ ફરક પડ્યો…?’

‘લાગતું તો નથી, નંબર તો હજુ એટલા જ છે.’

‘બેબીની આંખ પણ ત્રાંસી છે…’

‘હા’

હવે હું આ પ્રશ્નોત્તરીથી અકળાઈ રહ્યો હતો. પણ અચાનક તેમણે પ્રશ્નોની દિશા બદલી

‘તમે એક કામ કરો, અલકાપુરીમાં ડૉ. ખ્યાતિ માંકડને એક વાર બતાવી જુઓ.’

‘સારુ.’

હવે આવા અનુભવો તો આ પહેલા પણ એકાદ બે વખત થયેલા, લોકો કોઈ ને કોઈ ડૉક્ટરના નામ સૂચવે, પણ એથી આપણે થોડું દર વખતે દોડી જવાય છે? તેમને લાગ્યું હશે કે અમે તેમની વાત ગંભીરતાથી નથી લીધી એટલે ફરી કહે…

‘આ ત્રાંસી આંખ – સ્ક્વિન્ટ આઈ છે, મારી દીકરીને પણ એ તકલીફ છે, પણ એ સાત વર્ષની થઈ ગઈ છે એટલે સુધારો ધીમો છે, તમે તો અત્યારથી બતાવી શકો છો, હજુય આશા છે કે નજર નોર્મલ થઈ જાય.’

હવે આશ્ચર્ય પામવાનો વારો મારો હતો, તેમની વાતમાં મને ગંભીરતા જણાઈ, એ ફક્ત કોઈક ડોક્ટરને બતાવવાનું આમજ અપાયેલું સજેશન નહોતું. પણ એક વિચારીને અને અનુભવીને અપાયેલ દોરવણી હતી.

તેઓ કહે, અમને પણ કોઈકે તેમનું નામ સૂચવ્યુ હતું, અને અમે તેમની પાસે ગયા પછી થયું કે થોડા વહેલા આવ્યા હોત તો સારુ થાત, પણ એ વિશે ખબર જ મોડી પડી. તમારી દીકરીને ત્યાં ચોક્કસ લઈ જાવ, દીકરીઓ માટે આંખ ભવિષ્યમાં પણ તકલીફ આપી શકે છે. ડૉક્ટર મેડમ ખૂબ વ્યવસ્થિત અને પદ્ધતિસરનો ઈલાજ કરશે. એક વખત તેમની પાસે ચોક્કસ જઈ આવો, પછી મને કહેજો કેવું રહ્યું. તેમણે ડોક્ટરનો ફોન નંબર પણ આપ્યો અને ફરી ફરીને ફોન કરવાનું યાદ કરાવતા રહ્યા.

એ વાત થયા પછી અપોઈન્ટમેન્ટ લઈને હું અને હાર્દી તેમને મળવા ગયા, બીજા આંખના ડૉક્ટરો કરતા તેમનો પ્રતિભાવ તદ્દન અલગ જણાઈ આવે. સૌથી પહેલા તો તેમણે આંખ તપાસી, એ ફક્ત નંબર કાઢવાની તપાસ નહોતી – વિગતે તપાસ. હાર્દીને વંચાવ્યું, અને પછી કહ્યું કે ચશ્માના નંબર થોડાક ખોટા છે. તેને નંબર વધારે છે. તેમણે પહેલા ચશ્માના નંબર તપાસવાની વાત કરી, એ પછી લગભગ પંદર દિવસે ફરી હાર્દીની આંખમાં દવા નાંખીને તેમને મળ્યા, ચશ્માના નંબર નીકળ્યા, હાર્દીએ ત્રણ મહીનાથી એ નવા ચશ્મા પહેરે પણ છે. આ વખતે મુલાકાતમાં ડોક્ટરે જણાવ્યું કે તેની દ્રષ્ટિમાં સુધારો શરૂ થઈ રહ્યો છે. તેની આંખની કસરતો ચાલુ થઈ છે. એક પણ પૈસાના ખર્ચ વગરની આ કસરતો ખૂબ લોજિકલ અને સરળ છે, બાળકોને મજા પડે એવી છે અને સૌથી વધુ તો ફાયદાકારક છે.

દુઃખ તો એ વાતનું છે કે વડોદરાના પ્રખ્યાત ગણાતા, અગ્રગણ્ય આંખના ડોક્ટરો શું આ નહોતા કરી શક્તા? ફક્ત ચશ્માના નંબર કાઢી આપવાથી તેમની ફરજ પૂરી થઈ જાય છે? આ પહેલા અમે વડોદરાના ઓછામાં ઓછા ત્રણ ડોક્ટરોને બતાવેલું – તેમણે નંબર કાઢી આપવાથી આગળ એક હરફ પણ ઉચ્ચાર્યો નથી. કદાચ તેમની ફી માં આથી વધારે ઈલાજનો કોઈ ‘સ્કોપ’ નહીં હોય.

આમ તો અક્ષરનાદ પર કે આ બ્લોગ પર કદી કોઈ જાહેરાત મૂકી નથી પણ આ જાહેરાત ન હોઈને આંગળી ચીંધ્યાની વાત છે. ડૉ. ખ્યાતિ માંકડનો સંપર્ક તેમની વેબસાઈટ http://www.keshahospital.com/contact-us.html દ્વારા થઈ શકે છે. અપોઈન્ટમેન્ટ લઈને જ તેમને મળવા જવાથી સરળતા રહેશે. અને પેલા મંગળબજાર વાળા ભાઈને તો હવે વડોદરા જઈએ ત્યારે આભાર માનવા અને ખાસ મળવા જવું છે

Advertisements

2 thoughts on “મંગળબજારથી સ્ક્વિન્ટ આઈ હોસ્પિટલ…

  1. jigneshbhai.. bahu sachi vat chhe.. ghani var aple ghani vat samanya samji laie chhie.. tamara jevo j maro experiance chhe. ahmedabad ma drive in cinema same raghudeep eye hospital chhe. mane pan tamari jem koie suggest karelu… pan me 2 var tapash karavi ne javanu nakki karelu… pappa ne ankh ma zamar. ane kharch ketlo thay e kai kevay nahi… pan tame manso .. ?? matr 2000 (atyar sudhi ) ma emnu zamar nikali ne ankh normal thai gai.. koi ne suggest karva jevi hospital.

    Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s