પાંચ ખમીરવંતા સૌરાષ્ટ્રીઓને અપાશે ફૂલછાબ એવોર્ડ્સ

સર્વે ગુજરાતીઓ માટે એક આનંદના સમાચાર છે, પાંચ ખમીરવંતા સૌરાષ્ટ્રીઓને ફૂલછાબ તરફથી એવોર્ડ્સ અપાશે.

સૌરાષ્ટ્રના અગ્રગણ્ય દૈનિક ફૂલછાબ દ્વારા વિશિષ્ટ અને નૂતન પ્રકલ્પ હાથ ધરાયો છે એ અંતર્ગત વિવિધ ક્ષેત્રોમાં વિશેષ પ્રદાન કરનારા સૌરાષ્ટ્રીઓને પોંખવાની જાહેરાત કરાઈ છે. આ પહેલને બહોળો પ્રતિસાદ મળ્યો, દોઢસોથી વધુ નામાંકનો આવ્યા અને તેમાંથી પસંદગી સમિતિએ આ પાંચ નામોની જાહેરાત કરી છે.

ઉદ્યોગક્ષેત્રે અનોખુ પ્રદાન કરનાર રાજકોટના ઉદ્યોગપતિ અને ગાંધી વિચારને આચાર બનાવનારા શ્રી વેલજીભાઈ દેસાઈની પસંદગી થઈ છે, તેમણે ટચૂકડી તેલ મીલ, સોલાર પાવર પ્લાન્ટ, સ્ટીમ એંજીન, પવનચક્કી વગેરે બનાવીને નોખો ચીલો ચાતર્યો છે. તો સૌરાષ્ટ્રના અર્થકારણની કરોડરજ્જુ સમા કૃષિ ક્ષેત્રે ખંભાળિયાના ધરમપુર ગામના પ્રગતિશીલ ખેડૂત શ્રી હીરાભાઈ નકુમની પસંદગી કરાઈ છે જેમણે ઓછા પાણીમાં બટેટા અને ટમેટાની સફળ ખેતીનો પ્રયોગ કર્યો છે. રમતગમત ક્ષેત્રે પ્રદાન બદલ ભાવનગરના ટેબલટેનિસ ખેલાડી પથિકભાઈ મહેતાની પસંદગી થઈ છે, ક્રિકેટની ઘેલછા વચ્ચે તેમણે ટેબલટેનિસની રમતમાં રાષ્ટ્રીય -આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી છે અને ગુજરાતનો એકલવ્ય એવોર્ડ પણ તેમણે મેળવ્યો છે.

સૌરાષ્ટ્રમાં માનવસેવાનો – કહો કે એક ડોક્ટર દ્વારા સમાજના પાયાગત રોગોને જડમૂળથી ઉખેડી નાખવાનો ‘મલ્ટીડાયમેન્શનલ’ યજ્ઞ કરનારા અનોખા સમાજસેવક એટલે સાવરકુંડલાના ડૉ. પ્રફુલ્લભાઈ શાહ. સોનલ ફાઉંન્ડેશનના નેજા તળે તેઓ વિશિષ્ટ અને અનેકવિધ પ્રવૃત્તિઓથી સમાજોપયોગી એવા કાર્યો કરે છે. તેમની પણ આ પુરસ્કાર માટે પસંદગી થઈ છે, તો સૌરાષ્ટ્ર સાથે અખંડપણે સંકળાયેલા સંત, સતસાહિત્ય અને ભજન જેવા શબ્દોના મર્મ સુધી પહોંચવા અનેરી જહેમત ઉઠાવનાર, સંતસાહિત્ય – લોકસાહિત્ય ક્ષેત્રે વર્ષોથી સંશોધન કરનાર – કરાવનાર શ્રી ડૉ. નિરંજન રાજ્યગુરુને આ પુરસ્કાર અપાઈ રહ્યો છે.

2જી ઓક્ટોબર 2011, ગાંધીજયંતિના દિવસે રાજકોટના હેમુ ગઢવી નાટ્યગૃહમાં સવારે 11 વાગ્યે યોજાનાર સમારંભમાં પૂ. શ્રી મોરારીબાપુને હસ્તે પાંચેય મહાનુભાવોને પુરસ્કાર અર્પણ વિધિ થશે, જે અંતર્ગત તેમને ફૂલછાબ એવોર્ડ અને 25000 રૂ. નો ચેક પુરસ્કારરૂપે અપાશે.

શ્રી ડૉ. નિરંજનભાઇ અને શ્રી ડૉ. પ્રફુલ્લભાઈને અંગત રીતે ઓળખવાનો અવસર મળ્યો છે અને તેમના કામને નજીકથી જોવાનો અને તેમની આ મહામૂલી સમાજસેવાને સમજવાનો મોકો મળ્યો છે એ ગર્વની બાબત છે.

પાંચેય મહાનુભાવોને ખૂબ ખૂબ અભિનંદન અને આવા સરસ કાર્યની શરૂઆત બદલ ફૂલછાબને શુભકામનાઓ.

[સાભાર માહિતિ – ફૂલછાબ]

Advertisements

2 thoughts on “પાંચ ખમીરવંતા સૌરાષ્ટ્રીઓને અપાશે ફૂલછાબ એવોર્ડ્સ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s