માધ્યમની માથાકૂટ

આજકાલ હાર્દીની દસ દિવસીય પરીક્ષા ચાલે છે. જો કે સિનિયર કે.જી.માં આટલા બધા દિવસ પરીક્ષા કેમ લેવાતી હશે એ વિશે મને મૂંઝવણ તો છે જ, પણ એથીય વધુ તકલીફ ગઈકાલે ઉભી થઈ, જ્યારે તેને એક બે નહીં પણ પૂરા છ એસે (નિબંધ) ગોખવાના આવ્યા. ગોખવાના એટલે કે એ પાંચ લીટીનો એક એવા છ નિબંધો કદી શાળામાં તેની શિક્ષિકાએ અડક્યા જ નથી. તેને પોએમ વગેરે સરસ આવડે છે, અલબત્ત એ પણ ગોખણપટ્ટી જ છે. પણ આ નિબંધો તેને શાળામાં કદી કરાવ્યા નથી અને હાલમાં જ અમને મળેલા પરીક્ષા માટેના અભ્યાસક્રમમાં એ છે માટે એને ગોખાવવાની આવશ્યકતા ઉભી થઈ, એ પણ રાતોરાત.

હવે તેને જે વાતનો અર્થ જ ખબર ન હોય, એવા ત્રીસ લાંબા અંગ્રેજી વાક્યો તેને રાતોરાત યાદ રહી શકે એ તો સાડાચાર વર્ષની એક છોકરીના ગજા બહારની જ વાત કહેવાય! રણમાં એરંડો પ્રધાન એમ મહુવામાં એક જ સારી (કહેવાય) એવી અંગ્રેજી માધ્યમની શાળા છે. પણ હાર્દીના ક્લાસમાં અત્યાર સુધીના ત્રણ મહીનામાં ત્રણ વર્ગશિક્ષકો બદલાઈ ચૂક્યા છે, શાળાનું સ્તર સાવ કથળી રહ્યું છે અને જે પરીક્ષામાં પૂછાવાનો છે તેમાંનો લગભગ દસેક ટકા જ અભ્યાસક્રમ ભણાવાયો છે. અને નવી આવેલ તેની બિચારી શિક્ષિકાને અભ્યાસક્રમ વિશે જ કાંઈ ખ્યાલ નથી ત્યાં ભણાવવાની વાત તો ક્યાંય રહે.

આ અવસ્થામાં ગઈકાલે રાત્રે તેના પર રીતસરનો અત્યાચાર થયો. મારી પત્ની હાર્દીની ટેક્સબુક લઈને તેને ગોખાવવા બેઠી તો ખરી, પણ એમ તે કાંઈ યાદ રહી જાય? છ માંનો એક નિબંધ હતો, The Sky –

The sky is above us.
The color of the sky is blue.
The sky looks dark at night.
The sun can be seen in the sky during the day.
The moon and the stars can be seen in the sky during the night.
The cloud can be seen in the sky sometimes during the rainy season.

લગભગ દસેક વાર તેને બોલાવ્યા અને યાદ ન રહ્યા પછી અમે આશા છોડી દીધી. એને બદલે જો તેને ગુજરાતીમાં આકાશ વિશે બોલવાનું કહ્યું હોત તો… !
કદાચ એ દસ બાર વાક્યો કડકડાટ બોલી નાખત.

પણ, મારી નોકરી ને લીધે, જે મરીન કન્સ્ટ્રક્શન ફીલ્ડમાં હોવાથી મારે પોર્ટ પર જ કરવી પડે, તેના ભવિષ્યને જોતા મારે ગુજરાતની બહાર (ઓરીસ્સા કે વિદેશ) જવુ પડે એવા સંજોગો ગમે ત્યારે આવી શકે છે. અને એ કારણે હું તેને ગુજરાતી માધ્યમમાં, ખૂબ ઈચ્છા હોવા છતાં મૂકી શક્તો નથી. અમે તો થોડા ભણેલા એટલે છોકરીને જાતે પણ ગોખાવી શકીએ – પ્રયત્ન કરી શકીએ પણ જે અભણ માબાપ, ખેડૂત કે મજૂર વર્ગ, પોતાના સંતાનને ઉચ્ચ અભ્યાસ મળે છે એમ માનીને અનેક ખર્ચ પછી જેમ તેમ કરીને ફી ભરીને આવી શાળાઓમાં મૂકે છે તેમની આશાઓ કેવી રગદોળાતી હશે! મહુવાની શ્રેષ્ઠ ગણાતી શાળાની આવી હાલત હોય તો બીજે શું દશા હશે? આ જ છે ભાર વગરનું ભણતર?

મનની આ વાત કાઢવા બીજુ કોઈ માધ્યમ ન મળ્યું એટલે અહીં ઉભરો ઠાલવ્યો. લેટેસ્ટ સમાચાર એ છે કે તેને પરીક્ષામાં ફક્ત બાર મહીનાના નામ બોલીને મુક્તિ મળી ગઈ છે. બીજુ કાંઈ પૂછવામાં આવ્યું નથી.

Advertisements

5 thoughts on “માધ્યમની માથાકૂટ

 1. English is an international language but we are forced to study in Hindi which is non technical and it’s script is not computer-usable simple like Gujarati. Hindi people taught us Hindi in our own school at our own expense. why we can’t teach them a simple Gujarati script.Why not convert all Hindi school books in Gujarati script and publish Hindi papers in Gujarati Script.

  ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?

  .ગુજરાતી ભાષાનું અસ્થિત્વ તેની સરળ લિપિ જાળવી રાખવામાં,તેનો અન્ય રાજ્યોમાં ફેલાવો કરવામાં અને બીજી ભાષાઓ સાથે કમ્પ્યુટરમાં સરળ અનુવાદરૂપી બનાવવામાં છે. ઈન્ટરનેટ યુગમાં આ ઘણુજ સરળ છે.આપ સર્વે આ સૂચનો ઉપર વિચાર કરો અને પોતાના વિચારો રજુ કરો.

  ભ્રષ્ટાચાર પછી ગુજરાતનું અંદોલન છે ગુજરાતીને રાષ્ટ્ર્લીપી બનાવવાનું

  ભારતને જરૂર છે એક લિપિની અને તે છે સરળ કમ્પ્યુટર ઉપયોગી ગુજરાતી લિપિ.

  Like

 2. ભાઈ, કોઈ પણ બાબતને જલ્દીથી સ્વીકારવા માટે તેનો પાયો જાણવો જરૂરી હોય છે. ઘરનો માહોલ અંગ્રેજી હોય તો બાળક આસાન અંગ્રેજી બોલી શકે (પછી પરિવાર ભલે ગુજરાતી હોય). આપણે અંગ્રેજી બોલતા અપનાવીએ એના કરતા શીખવાડવા પર વધુ ભાર આપી દઈએ છીએ. આ બધી એની માથાકૂટ છે.

  મા-બાપ જ શ્રેષ્ઠ શિક્ષક બની શકે!

  Like

 3. બાળકોને તેમની દૃષ્ટિએ તેમનાં પરિપ્રેક્ષ્યમાં અને તેમનાં વિશ્વમાં જઈને શીખવી શકાય. આપણે તો તેને માર્ગ બતાવી શકીએ, ચાલવાનું તો તેને જ છે. આપણા વિચારો તેમના ઉપર લાદવા ન જોઈએ. જે માતા-પિતા શિક્ષિત છે તેમની પાસે સમય ન હોય તો લાચાર સ્થિતિમાંથી બહાર આવવાનો યોગ્ય (એટલે કે વિકાસ થાય તેવો…રૂંધાય તેવો નહિ) માર્ગ તો મળવો જ જોઈએ. બાળક ફૂલ જેવું છે, તેણે પોતાની સુગંધ ક્યાં પ્રસરાવવી તે કોઈ નિયંત્રિત કરી ન શકે. બાકી નિબંધ શબ્દનો અર્થ પણ સાચી રીતે સમજવો ધાર્યા જેટલો, પાંચ-છ વાક્યો પૂરતો સીમિત નથી. કહે છે કે બાળક માનું કાવ્ય અને પિતાનો નિબંધ છે! – હર્ષદ દવે.

  Like

 4. We are unnecessarily obsessed with English language. With little efforts and interest, the language, to the extent needed in your day-to-day work, can be learnt easily. I see no reason to deprive the child of pleasure of learning and enjoying its mother tongue, be it Gujarati, Marathi, Kannad or whatever. To put child in English medium school, to say the least, is crime and torture for a child, more particularly in the cases where mother tongue is used as a medium of communication in the family. I learnt capital alphabet in 8th std. in a small place in Gujarat.. I left my job as a Senior Executive. In written and oral communication,I was as good as my colleagues who had English as medium of instruction from std. KG. At the same time I stress that college education should be in English.

  This generation with ‘no Gujarati’ mania is neither so good at English to enjoy Dickens, Shakespeare or Shaw nor can they read and enjoy Meghani, Madia, Pannalal, Mariz, Ramesh or Manoj. I am not one among the optimists about the future of Gujarati language.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s