પુસ્તકોની મહાખરીદી

ઘણા વખતે અહીં ફરી પોસ્ટ મૂકી રહ્યો છું એટલે સેલ્ફહોસ્ટેડ વર્ડપ્રેસથી થોડુંક અલગ લાગે છે. પણ વર્ડપ્રેસ.કોમની પોતાની મજા છે.

ગત મહીને વડોદરામાં ચં.ચી.મહેતા ઑડીટોરીયમમાં થયેલ શ્રી સુરેશ દલાલ સંકલિત પુસ્તક ‘નિબધવિશ્વ’ના પુસ્તક વિમોચનમાં પહોંચ્યો હતો. ત્યાંથી નિબંધવિશ્વ અને વિશ્વનાં યાદગાર પ્રવચનો એવા બે પુસ્તકો ખરીદ્યા. ઈમેજ દ્વારા ‘નિબધવિશ્વ’ પુસ્તક પર ૫૦/- રૂપિયા ઓછા હતાં છતાં એક સાથે બે પુસ્તકોની ખરીદી કરીને ૧૦૦૦/- નો ચાંદલો કર્યો હતો.

વિમોચન કાર્યક્રમમાં શ્રી સુરેશ દલાલ ઉપરાંત ઉપસ્થિત શ્રી ગુણવંત શાહ, ઉદ્દેશના શ્રી પ્રબોધભાઈ, સંચાલક શ્રી અંકિત ત્રિવેદી તથા કાર્યક્રમમાં નિબંધો પ્રસ્તુત કરનાર શ્રી કાજલ ઓઝા વૈદ્ય, શ્રી એષા દાદાવાળા, તથા રંગમંચના અનેક કલાકારો ઉપસ્થિત હતાં એટલે તેમને સાંભળીને ખૂબ મજા પડી. મહુવામાં હોવાથી વડોદરામાં યોજાતા આવા કાર્યક્રમો માણવાનો અવસર મળતો નથી એટલે આ કાર્યક્રમમાં ખૂબ મજા આવી.

આ ઉપરાંત કચ્છના શ્રી સહજાનંદ રૂરલ ડેવલોપમેન્ટ ટ્રસ્ટ પાસેથી તેમની પુસ્તક મિત્ર યોજના અંતર્ગત ડિસ્કાઊન્ટમાં મળતા પુસ્તકોને લઈને તથા તેમની સરસ સર્વિસને લીધે મારા અને એક સહકર્મીના એમ થઈને કુલ ૭૦૦૦/-થી વધુના પુસ્તકોનો ઑર્ડર બનાવ્યો છે. હવે ચેકબુક ખલાસ થઈ હોવાથી અને ડ્રાફ્ટ કઢાવવા જવાનો કંટાળો આવી રહ્યો હોવાથી એ હજુ બાકી છે. પણ આ મારા માટે જીવનપર્યંતનો મહાકાય ઓર્ડર હશે એ નક્કી કારણકે તેમાં મારો ભાગ ૫૦૦૦/- નો છે.

અને આ ઓછું હોય તેમ વડોદરાની છેલ્લી મુલાકાત દરમ્યાન ક્રોસવર્ડમાંથી પણ પાંચેક પુસ્તકો ખરીદ્યા, જેમાં આશકામાંડલ, નગરી વૈશાલી, સમ્રાટ અશોક, આમ્રપાલી અને મારા મનગમતા તંત્રીલેખો શામેલ છે. આ પણ ૧૦૦૦/-થી વધુનો ખર્ચ થયો, અને ઉપરાંત કાઊન્ટર પરથી પૂછાયું કે તમારે ‘પૉલિથીન’ની જરૂર છે? તેના ૩ રૂ. અલગથી થશે, ધોધમાર વરસાદની બીકે એ ત્રણ રૂપિયા પણ ખર્ચવા પડ્યા.

Advertisements

13 thoughts on “પુસ્તકોની મહાખરીદી

 1. ગુજરાતી પુસ્તકો ખરીદીને વાંચનારા જૂજ હોય છે. આપે આ ઉમદા કાર્ય કર્યું તે જાણી આનંદ સાથે આપને ધન્યવાદ અને અભિનંદન ! ગુજરાતીઓ આપના આ સાહસને ઉદાહરણ રૂપે સ્વીકારી પુસ્તકો ખરીદતા થાય તો પુસતકોની કિમતમાં પણ ઘટાદો પ્રકાશક મિત્રો જરૂર કરે ! ગુજરાતીઓ આ વાત સમજશે ખરા ?

  Like

 2. આપની જાણ માટે હું વર્ષો થયા પુસ્તકો ખરીદીને વાંચતો રહ્યો છું. મારા પાસે એક નાનું એવું પુસ્તકાલય થઈ શકે તેટલી સંખ્યામાં પુસ્તકો છે અને નજીકના ભવિષ્યમાં આ પુસ્તકોનો ભંડાર નાનાં એવા પુસ્તકાલયમાં ફેરવવા વિચારી રહ્યો છું. જે માટે ઘરમાં કેટલાક ફેરફારો કરવા પડે તેમ હોય અને એકલે હાથે આ કામને પહોંચી વળા શકું તેમ ના હોય સહાયક તરીકે મારી દીકરીને બોલાવેલ છે જે તેની અનુકૂળતાએ આવશે બાદ આ પુસ્તકાલયનો આરંભ થઈ શકશે. હજુ પણ દર અમદાવાદ/વડોદરા જવાનું થાય ત્યારે ક્રોસવર્ડ મારું માનીતું મુલાકાતનું સ્થળ રહ્યું છે.

  Like

  • નાનકડું પોતાનું પુસ્તકાલય જેમાં ખુદને ગમતાં થોડાંક પુસ્તકોનો નાનકડો સંગ્રહ હોય! વાહ સાહેબ વાહ, ખુબ સરસ, જોરદાર.

   મારું પણ એવું સપનું છે, પણ મારે હજુ લાંબી મજલ કાપવાની છે…. ક્રોસવર્ડ તો મારું પણ માનીતું સ્થળ રહ્યું છે પણ ત્યાં જૂજ ગુજરાતી પુસ્તકો જ હોય છે એટલે બીજે બધે જેમ કે સહજાનંદ ટ્રસ્ટ વગેરેથી પણ ખરીદું છું .આપને વડોદરામાં કામ હોય તો કહેજો, મદદ કરવા ચોક્કસ પહોંચી જઈશ.

   Like

 3. મને નેટ પરની ટૅકનોલૉજી અંગેની પરિભાષા બહુ સમજાતી નથી. અનેક શબ્દો આજે પાંચ વર્ષેય સમજ્યા વિના આ બધી સગવડોનો ઉપયોગ હું કરતો રહું છું. બટન ટૅકનોલૉજી પણ ક્યારેક સમજવા મળશે તો ગમશે. ખૂબ આભાર સાથે.

  Like

 4. અમારા વલસાડમાં બલસાર બુક સ્ટોર સારી સુવિધા આપે છે. કોઈ પુસ્તક ઉઅપલબ્ધ ના હોય તો મંગાવી આપે છે. અને પુસ્તકો મંગાવવા સહજાનંદ ટ્રસ્ટ તો ખરું જ. તમે પણ પુસ્તકો ખરીદવાની બાબતમાં મારા જેવો જ શોખ ધરાવો છો.

  antivirus, utorrent

  Like

 5. ખર્ચ કરેલાં રૂપિયાથી જે મળે છે તે અમૂલ્ય છે તેથી ચંચળ લક્ષ્મીના વસવસાને વિદાય આપી ગ્રંથોની ગરિમાનો આનંદ માણવાનો તમારો પ્રયાસ અનુકરણીય છે. … હર્ષદ દવે.

  Like

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s