ગુજરાતી લેખકો – કસબીઓની ધમાલ – સબ સાથ સાથ હૈ….

ચિત્રલેખા દ્વારા ખૂબ લોકપ્રિય થયેલી તારક મહેતાની હાસ્યરસના ફુવારાઓની શ્રેણી “દુનિયાને ઉંધા ચશ્મા” અને તેમના અનેક પુસ્તકો દ્વારા અમર થઈ ગયેલા પાત્રો, ટપુ, જેઠાલાલ, દયાભાભી, વચલી, હિંમતલાલ માસ્તર વગેરેને એક અલગ અંદાઝમાં રજૂ કરતી શ્રેણી તારક મહેતા કા ઉલટા ચશ્મા આજકાલ સબ ટીવી પર ધૂમ મચાવી રહી છે. આમેય ગુજરાતી લેખકો અને કલાકાર કસબીઓનું ટેલીવુડની હાસ્યશ્રેણીઓમાં ખૂબ યોગદાન રહ્યું છે. એટલે આ શ્રેણી એક નવો ઈતિહાસ રચી રહી છે એ આશ્ચર્યની વાત નથી. પરંતુ એ દ્વારા, માધ્યમનો મહત્તમ ઉપયોગ કરીને જે સહજ સંદેશા અપાઈ રહ્યાં છે એ અભિનંદનને પાત્ર છે. બાળકોને વેકેશનનો સમય પસાર કરવા વીડીયોગેમ, કોમ્પ્યુટરમાંથી બહાર લાવી રમતો શીખવવાની અને રમાડવાની વાત હોય કે ખરીદી પછી બિલ અને ગ્રાહક ફરિયાદ નિવારણની વાત, બધુંય અહીં હાસ્યના માધ્યમથી સહેજે કહેવાઈ રહ્યું છે.

આ જ પરંપરાને આગળ વધારતા આપણા આદરણીય હાસ્યકાર શ્રી શાહબુદ્દીન રાઠોડની રચના, “વનેચંદનો વરઘોડો” પણ હવે સબ ટીવી પર આવવામાં છે એવા સમાચાર છે. શાહબુદ્દીન રાઠોડકી હાસ્ય કી દુનિયા નામે આવવા તૈયાર થઈ રહેલ આ ધારાવાહિક પણ તામકાઉચ જેવી જ સફળતા મેળવે એવી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જો કે કહેવાય છે કે મુખ્ય પાત્રનું નામ અહીં વિનયચંદ રાખવામાં આવશે. આશા રાખીએ કે આ પછી આપણા હાસ્યલેખકો, જ્યોતિન્દ્ર દવે, રતિલાલ બોરીસાગર …. એમના સર્જનને પણ આપણે આવા જ સ્વરૂપે માણી શકીએ એ અપેક્ષા શું વધારે પડતી છે?

Advertisements

One thought on “ગુજરાતી લેખકો – કસબીઓની ધમાલ – સબ સાથ સાથ હૈ….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s