ફરી એક વખત ….

આ બ્લોગની કિસ્મત પણ અજીબોગરીબ રહી છે. બરાબર ત્રણ વર્ષ પહેલા આજના જ દિવસે શરૂ કરેલો. પછી લગભગ સત્તત લખતો રહ્યો, એ પછી એક મોટો વિરામ અને પછી અક્ષરનાદ.કોમ ના સર્જન પછી આ બ્લોગ બંધ કરી દીધેલો….

આજે ત્રણ વર્ષે થયું આ માધ્યમનો ઉપયોગ કેટલીક અંગત વાતો માટે કેમ ન કરી શકાય? અક્ષરનાદ તો સંપૂર્ણપણે જીવનોપયોગી કે પ્રેરક સાહિત્યને સમર્પિત કરવાનો યત્ન રહ્યો છે. પરંતુ એથી અલગ અહીં એવી કોઈ પ્રવત્તિઓ કરવી નથી. આ બ્લોગ સાહિત્યથી સદંત્તર દૂર રહીને જે થયું, જોયું, અનુભવ્યું, જાણ્યું એવી અંગત કે જાહેર ઘટનાઓ, વ્યક્તિઓ, વસ્તુઓ કે વિચારો વિષે પ્રતિભાવો આપવાનો મંચ બની રહે એવી ઈચ્છા છે. જોઈએ કેટલેક દૂર સુધી જવાય છે !!!

અને એક શે’ર યાદ આવે છે જે લખવાની લાલચ રોકી શક્તો નથી…

અગર એની નજરો ન કહેતે દુબારા,
કવિતા અમર હું સુણાવી ન શક્તે,
ઊઠી જાવું પડતે આ મહેફિલથી આજે,
પળેપળ જો મોઘમ ઈશારા ન હોતે
– ‘અમર’ પાલનપુરી

મારા બ્લોગિંગના ત્રણ વર્ષ આ સાથે પૂરા થયાં અને એક નવી શરૂઆત કરવા જઈ રહ્યો છું. આભાર એ નજરોનો, એના મોઘમ ઈશારાઓનો જેણે આ તરફ જવાનો રાહ ચીંધ્યો …..

2 thoughts on “ફરી એક વખત ….

  1. Top Blogના લિસ્ટમાં ફરી આપનો બ્લોગ દેખાયો ત્યારે ખબર પડી કે ફરી આ બ્લોગ પર પોસ્ટ મૂકાઈ છે. આ બ્લોગના ત્રીજા જન્મદિને ખૂબ ખૂબ અભિનંદન. અક્ષરનાદ પર લખો કે અધ્યારુના જગત પર….બસ લખતા રહો….

    Like

Leave a comment