નાના બાળકોની અભિવ્યક્તિની દુનિયા અનોખી હોય છે, છેલ્લા મહીનામાં અમારા બંને બાળકોએ અલગ અલગ રીતે તેમના આનંદની અભિવ્યક્તિની રીતો શીખી લીધી છે, ક્વચિતને 10 એપ્રિલે એક વર્ષ પૂરું થશે, અભિવ્યક્તિની તેની પોતાની રીત છે, અને એ આનંદને સમજાવવા વિડીયો સિવાય બીજુ કોઈ માધ્યમ ચાલે તેમ નથી…. વિડીયો જોશો એટલે આપોઆપ જાણી જશો….
હાર્દીએ તેની શાળામાં ડાન્સ કાર્યક્રમમાં ભાગ લઈ, મન દઈને પ્રેક્ટિસ કરી સરસ ડાન્સ કર્યો, પ્રેક્ટિસમાં પણ એને આવતો આનંદ જોઈને અમે પણ ખુશ થઈ ગયેલા, જો કે ચશ્માને લીધે તેને પહેલી પંક્તિમાંથી ત્રીજી પંક્તિમાં શિક્ષિકાએ ફેરવી દીધી, અમને થોડોક કચવાટ થયો, પણ હાર્દીને તો ડાન્સ કરવો હતો, એણે તો ફક્ત ડાન્સમાં જ ધ્યાન આપ્યું…
અને મુંબઈથી તેના માટે ગયા મહીને હું એક પોટરી વર્કશોપની સામગ્રી લઈ આવ્યો હતો, પરીક્ષાઓ પતી એટલે હાર્દીએ તેના પર હાથ અજમાવવાનું શરૂ કર્યું છે. કુંભારકામ કરતા તેના ચહેરા પરનો આનંદ અનોખો જ છે – આ પણ તેની અભિવ્યક્તિની આગવી રીત છે જેને જોવાની મજા અનોખી છે.
![]() |
| Hardi's pottery projects |
તો આ બંને બાળકો જેટલી મજા લઈને દરેક કામને કરી શકાય એવી રીત મારે પણ શીખવી છે, એ બંને જે પણ કરે છે – પૂરેપૂરી લગન અને ઉત્સાહથી કરે છે… લાગે છે શીખવાની શરૂઆત અહીંથી જ કરવી જોઈએ.
